________________
ગાથા ३८
૬૦૯
પ્રભુ ! પણ કેવળજ્ઞાનેય તમને નથી ને આટલું બધું જોર ? કે અમે હવે આત્મજ્ઞાન પામ્યા છીએ, અનુભવ થયો છે ને મિથ્યાત્વનો નાશ કર્યો છે, એ મિથ્યાત્વ હવે અમને થવાનું નથી. આહાહાહા!
–
હવે અમે સાદી અનંત સમ્યગ્દર્શનમાં રહેવાના છીએ. આહાહાહા ! આહાહા ! ગજબ કામ કર્યાં છે, મુનિ પોતે તો કહે છે પણ જેને સમજાવ્યું એ ( શ્રોતા ) આમ કહે છે. એમ છે ને ભાઈ ! આહાહાહાહા ! એ પંચમકાળનો શ્રોતા, આહાહાહાહા ! જેને આ ગુરુગમે આ વાણી મળી... આહાહા... અને એ સમજ્યો, આહાહા... એ એમ કહે છે કે અમે તો આ પ્રતાપવંત રહ્યા અને પ્રતાપવંત વર્તતા મને કોઈ મારા પ્રતાપને મોહ ઉત્પન્ન કરીને ખંડ કરે એવું છે નહીં હવે. ફરીને મોહ ઉત્પન્ન થાય એ મારે છે જ નહીં. આહાહાહા ! ઓહોહો ! અમને જે દૃષ્ટિ ને દૃષ્ટિનો વિષય મળ્યો, એ દૃષ્ટિ હવે પડે, ત્રણકાળમાં નથી, કહે છે. આહાહાહા ! અપ્રતિષ્ઠત ! આહાહાહા... આ લોકો કહે, પાંચમો આરો આવો છે ને એમાં શુભજોગ જ હોય, અરે પ્રભુ ! શું કરે છે ભાઈ !
(શ્રોતાઃ- અત્યારે શુદ્ધ ઉપયોગ ન હોય, પાંચમાં આરામાં શુભભાવથી ધર્મ થાય. શુભથી જ થાય. ) એને ખબર નથી ને ખબર નથી એમને. આહાહા ! ભાઈ, તારી સ્વરૂપની સંપદાને પ્રભુ. આહાહા ! ખબર નથી, એથી પંચમ આરામાં શુભજોગ જ હોય... પ્રભુ આ શું કહે છે આ મુનિ ? અરે મુનિ તો ઠીક, પણ એને સાંભળનારા આવા થાય એમ કહે છે. આહાહાહા... ! આહા ! ( શ્રોતાઃ- શ્રોતાય એવા છે ને!) એવાય શ્રોતા હતા. અને અમારી વાણી ‘આ છે ’ ને જેને કાને પડે... ને જે સમજે એ પણ અપ્રતિહતવાળો જીવ છે લે એમ કહે છે. આહાહાહા ! પ્રભુ ! આહાહા !
આવી વાતું છે બાપા ! જગતની હારે મેળ ખાવો કઠણ બહુ ભાઈ !( શ્રોતાઃ– દિવાળીના દિવસોમાં તો આવું જ હોય ને !) આવું જ હોય બાપા સાચી વાત છે. આહાહા... જ્યાં અંદરથી ઝબકારો જાગ્યો પ્રભુ. આહાહાહા... ( શ્રોતા:- પ્રકાશ.. પ્રકાશ... પ્રકાશ ) પ્રકાશનો પૂંજ જ્યાં જાગ્યો અંદર પ્રકાશ. હવે અમે પાછા પડીએ ને અમને મિથ્યાત્વ ફરી ઉત્પન્ન થાય એવું અમારે રહ્યું નથી, અમે પંચમઆરાના શ્રોતા અને પંચમઆરાના ગુરુ. પંડિતજી ? આહાહાહા ! આ તો સમજ્યો ઈ એમ કહે છે ને ? “અહં એક્કો ખલુ સુદ્ધો” આહાહા !
પ્રભુ ! આહાહા ! અને પાંચમી ગાથામાં એમ કહ્યુંને પ્રભુએ કુંદકુંદાચાર્યે “તં એયત્તવિહતં દાએ અપ્પણો સવિહવેણ જદિ દાએજ્જ પમાણે” આહાહાહા ! અંતરના અનુભવથી પ્રમાણ કરજે પ્રભુ. આહાહાહાહાહા ! ભગવાન ભગવાન ભગવાન બધા બિરાજે છે ને કહે. આહાહા ! ભગવાનને ઓળખીને કબૂલ કરજે, આહાહા ! પાટણીજી ! જુઓ આ વાત સાંભળી નથી ક્યાંય. ઈ તો પોતેય કહે છે ને ભાઈ બાપુ, આવી વાત છે ભાઈ. આહાહા ! આહાહાહા ! અમારું જે મિથ્યાત્વ –અનંત સંસાર, આહાહાહા... એ ગયો એ ગયો હવે હો, કહે છે હવે. (શ્રોતા:બળી ગયું ઈ પાછું આવે ? ) આહા.. ! એ રતિભાઈ ? આ રતિ ઉત્પન્ન થઈ અંદરમાં કહે છે. ઈ હવે જવાની નથી, એમ કહે છે. આહાહા ! પ્રભુ, પ્રભુ. આહા... હા !
એ મોહ આ ગજબ કર્યો છે ને ? મારી સાથે શેય થઈ, શેય ૫૨ છે ને તે મા૨ા થઈ ભાવક ભાવે મારા થઈને એક થઈને ફરી મોહ ઉત્પન્ન કરે, ઈ મારે રહ્યું નથી. આહાહાહાહા !