Book Title: Samaysara Siddhi 2
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot

View full book text
Previous | Next

Page 623
________________ SOC સમયસાર સિદ્ધિ ભાગ-૨ મને) જો કે મારી બહાર પરમાણુ આદિ અનેક પ્રકારની સ્વરૂપની સંપદા વડે પ્રકાશે છે પણ મારાપણે (મને) ભાસતું નથી. કોઈપણ પરદ્રવ્ય પરમાણુમાત્ર પણ મારાપણે ભાસતું નથી. આહાહાહા! આડત્રીસ ગાથા ! ગજબ કામ છે. મારાપણે ભાસતું નથી કે જે મને ભાવકપણે, કર્મ ભાવક, અને એનાં નિમિત્તે થતો વિકાર ભાવ્ય, એ મારાં છે એ હવે મને ભાસતું નથી. આહાહાહા ! આહાહા ! જુઓ આ સમ્યગ્દષ્ટિ ને સમ્યજ્ઞાનીના આચરણવાળા. આહાહાહા ! એ આ પંચમઆરાના સંતોએ, પંચમઆરાના શ્રોતાને કહીને, શ્રોતા જાગી ઊઠ્યો, એની વાત છે. હું ! આહાહાહા ! વિશેષ તો હવે આવે છે. મારાપણે ભાસતું નથી કે જે મને ભાવકપણે તથા શેયપણે મારી સાથે એક થઈને, એ ભાવકપણે નહીં ને શેયપણે નહીં, જોય છે પણ મારાપણે ભાસે એ ભગવાન છે ઈ મારાં છે એવું ભાસે, એમ છે નહીં હવે એમ કહે છે. આહાહાહા ! અમૃત વરસ્યા રે પંચમકાળમાં! આહા... આવી વાત ક્યાં છે પ્રભુ ! આહાહા ! અમૃતચંદ્રાચાર્ય છે ને! આહાહા ! હજી તો વધારે આવે છે અલૌકિક વાતું! આહાહા! મને ભાવકપણે, જેને આત્મા સમ્યગ્દર્શનમાં ભાસ્યો, સમ્યજ્ઞાનમાં આત્મા ભાસ્યો... આત્મા પૂર્ણાનંદનો નાથ! આહાહા... એ સમકિતી એમ કહે છે કે મારા સ્વરૂપને અનુભવતો, આ પ્રતાપવંત રહ્યો છું, મારા પ્રતાપવંત વર્તતા એવા મને, સમસ્ત પરદ્રવ્યોમાં કોઈપણ ચીજ મારી છે એમ મને ભાસતું નથી. આહાહાહાહા! પંચપરમેષ્ઠિ હોય તોય પણ એ મારાં છે એમ મને ભાસતું નથી, કહે છે. આહાહાહાહા ! એ તો ઠીક, હજી આવે છે. ઈ ભાવકપણે અને શેયપણે મારી સાથે એક થઈને ફરી મોહ ઉત્પન્ન કરે, આહાહાહા.. મને જે મોહનો નાશ થયો છે, મિથ્યાત્વનો એ ફરીને હવે મોહ આવે, એ મને નથી રહ્યું હવે. આહાહાહા! આ પંચમકાળના સંતો ને શ્રોતા આવા હોય એમ કહે છે, ગજબ વાત કરે છે પ્રભુ! આહાહાહા! પંચમકાળના સંત છે, દિગમ્બર સંત કહે છે. અમે જે આ મોહનો નાશ કર્યો એ ફરીને ઉત્પન્ન નહીં થાય, પણ પ્રભુ તમો કેવળી છો? તમને કેવળજ્ઞાન છે? તમે, કેવળી પાસે ગયાય નથી, હજી કુંદકુંદાચાર્ય તો ગયા હતા. આહાહાહા ! મારો નાથ અંદર પરમેશ્વર બિરાજે છે ને હું ત્યાં ગયો હતો, આહાહાહાહા ! અને મારો પોકાર છે. જગ જાહેર પોકાર છે કે મને જે આ મિથ્યાત્વનો મોહનો નાશ થયો, ભલે ચારિત્રથી અસ્થિર થઈશ, દર્શન જ્ઞાન ચારિત્રે પરિણમ્યો છે, એથી સ્વર્ગમાં જશે તેથી ચારિત્રથી અસ્થિર થશે, પણ જે મોહનો નાશ થયો છે એ ફરીને થશે એ નહીં, એમ કહે છે. આહાહાહાહા ! (શ્રોતા:- અપ્રતિહત ભાવ છે.) અપ્રતિહત ભાવ છે બાપા! આહાહા ! આહાહાહા ! (શ્રોતા – હવે પડવાની વાત નથી.) દ્રવ્ય શું પડે? અને જેની દૃષ્ટિ દ્રવ્યની થઈ એ શું પડે? એમ કહે છે. આહાહા ! અમે તો જે કંઈ મિથ્યાત્વનો, મોહનો નાશ કર્યો અને જે સમ્યગ્દર્શનશાન ઉત્પન્ન કર્યું, એ મોહ ફરીને ઉત્પન્ન થાય? અમે પંચમઆરાના સંત કહીએ છીએ, અને સંતના શ્રોતાઓને અનુભવ થયો એ એમ કહે છે, એની વાત લીધી છે ને, અનાદિ (અજ્ઞાની હતો તે) સમજ્યો એની વાત છે ને. આહાહાહા !

Loading...

Page Navigation
1 ... 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643