________________
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ઉપર જરી, (વજન દેના) વસ્તુ જે છે પરથી જુદી રાગથી, રૂપીથી એવી પૂરણ સ્વરૂપ આનંદ પ્રભુ, એને હું મારા સ્વરૂપને અનુભવતો, “આ” “આ” પ્રત્યક્ષ છે કહે છે. જ્ઞાનની પયાર્યમાં “આ” “હું” પ્રતાપવંત રહ્યો. આહાહા !
ઓલી શક્તિ કાઢી (કહી છે) છે ને પ્રભુત્વ, “પ્રભુત્વશક્તિ” તે આમાંથી ત્યાં એમ છે જેનો પ્રતાપ અખંડિત છે. એવો સ્વતંત્રતાથી શોભાયમાન મારો પ્રભુ, જેનો પ્રતાપ અખંડ છે. જેને કોઈ ખંડ કરી શકે એવી તાકાત કોઈમાં નથી. આહાહા!
જુઓ જેનો પ્રતાપ પ્રભુનો, એનામાં પ્રભુત્વ નામનો ગુણ છે, ભગવાન આત્મામાં ઈશ્વર, પ્રભુતા નામનો ગુણ છે, એ ગુણના ધરનારને ભગવાન આત્માને જાણો એ કહે છે, કે મારો પ્રતાપ અખંડિત છે. એ મારા પ્રતાપને, સ્વતંત્રતાથી શોભાયમાનપણું છે. આહાહાહાહા ! એવો હું આત્મા પ્રતાપવંત રહ્યો એમ કહે છે. જોયું! આહાહા ! અનુભવતો આ હું પ્રતાપવંત રહ્યો. આહાહા! અલૌકિક વાતું છે બાપુ, સમયસારે તો કેવળીના વિરહ ભૂલાવ્યા છે. આહાહાહા ! ધીમેથી શાંતિથી સાંભળે સમજે તો એને ખબર પડે. આહાહા
આ પ્રકારે હું દંસણનાણમઈઓ સદા અરૂપી, હું, એક, શુદ્ધ, એવો પરથી સર્વથા જુદો એવા સ્વરૂપને અનુભવતો સર્વથી જુદા એવા સ્વરૂપને અનુભવતો, આહાહા ! આ “હું” આ જ્ઞાયક ચૈતન્ય જ્યોતિપ્રભુ. આહાહા ! જેની જ્ઞાનની પર્યાયમાં પ્રત્યક્ષ થયો. આહાહાહા ! સમજાણું કાંઈ?
આ હું આત્મા આ હું પ્રતાપવંત રહ્યો. “આ” “હું” મારા અખંડ પ્રતાપથી સ્વતંત્રપણે શોભાયમાન રહ્યો. આહાહા! “જુઓ આ આત્માનું જ્ઞાન.' આહાહા ! આ હું ભગવાન આત્મા, એ સર્વથી જુદો, એનાં સ્વરૂપને અનુભવતો આ હું પ્રતાપવંત રહ્યો, મારો (સ્વભાવ) પ્રતાપવંત હું છું. આહાહાહા !મારા પ્રતાપને કોઈ ખંડન કરી શકતું નથી, એવો હું સ્વતંત્રતાથી શોભાયમાન, આહાહા ! એમ હું પ્રતાપર્વત આ રહ્યો, એટલું લીધું. હવે એમ પ્રતાપવંત વર્તતા એવા મને, આહાહાહાહા !
આ પંચમઆરાના મુનિ ! એ પોતાની દશા વર્ણવતાં જગતને ઉપદેશ આ જાતનો આપે છે. આહાહા! દિગમ્બર મુનિ છે, અંતઅનુભવમાં દર્શન, જ્ઞાન, ચારિત્રને અનુભવે છે. મારા સ્વરૂપને હું અનુભવું છું. એ શુભજોગ હશે? પ્રભુ, પ્રભુ, પ્રભુ, શું કરે છે નાથ?
શુભજોગથી પણ સર્વથા હું જુદો. આહાહાહા ! ક્રમરૂપ ને અક્રમરૂપમાં નહોતું આવ્યું? અને નવ ભેદો તત્ત્વના, એનાથી પણ જુદો. હું? આહાહાહા ! મારો પ્રભુ, પરથી જુદો એવા મારા સ્વરૂપને, ધર્મી એમ જાણે છે, અનુભવે છે. આહાહાહા ! કે આ હું પ્રતાપવંત રહ્યો, આ હું પ્રતાપવંત રહ્યો. આહાહાહાહા ! મારા પ્રતાપને કોઇ ખંડ કરી શકે, એવી કોઈની તાકાત નથી જગતમાં. આહા.... મારા પ્રતાપની સ્વતંત્રતાની શોભાયમાન, એની સ્વતંત્રતાની અશોભા કોઈ કરી શકે? આહાહાહા ! ગજબ છે ટીકા ! આહા! વસ્તુને સ્પષ્ટ વ્યક્ત કરવાની સિદ્ધિ. આહાહાહાહા !
એમ આ હું પ્રતાપવંત રહ્યો, એટલે અસ્તિની વાત કરી. હવે પ્રતાપવંત વર્તતા એવા મને આ રીતે હું પ્રતાપવંત વર્તુ છું એવા મને, આહાહાહા ! જો કે મારી બહાર અનેક પ્રકારની, પહેલાં