________________
૬૦૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ એટલે પહેલું સામાન્ય વિશેષ લીધું. - એક ચૈતન્યમાત્ર ભગવાન આત્મા પ્રકાશની મૂર્તિ, ચૈતન્યચંદ્ર, શીતળતાનો પિંડ પ્રભુ અને જ્ઞાનમૂર્તિ એકલો પ્રભુ! આહાહાહા ! એને લઈને સામાન્ય વિશેષ એવા જે ઉપયોગપણાને ઓળંગતો નથી, મારો સ્વભાવ દર્શન ને જ્ઞાન છે, એને ઓળંગતો નથી. આહાહા! રાગાદિ એનો સ્વભાવ નથી ને એના સ્વરૂપમાંય નથી. આહાહા ! આંહી તો સંવર-નિર્જરા ને પર્યાયનો ભેદ પણ જેના સ્વરૂપમાં નથી. આહાહાહાહા ! અરે, પ્રભુ! આહાહા.. એનો અર્થ છે કે સંવરનિર્જરાને લક્ષે મોક્ષ ન થાય, દ્રવ્યને લક્ષે થાય. આહા ! આહાહાહાહા !
- ચિન્માત્ર હોવાથી આ ચોથો બોલ. સામાન્ય વિશેષ ઉપયોગાત્મકપણાને લીધે, સામાન્ય વિશેષનો જાણવા દેખવાના વેપારપણાને લીધે ઓળંગતો નથી, એને લઈને ઓળંગતો નથી. માટે હું દર્શનજ્ઞાનમય છું. આહાહાહા ! એમ પર્યાયની અનુભવદશા એમ કહે છે. આહાહાહા ! સમજાણું કાંઈ? સામાન્ય વિશેષ ચિન્માત્ર હોવાથી, મારા દેખવા જાણવાના ઉપયોગ પણાને છોડતો નથી, ઓળંગતો નથી. માટે હું દર્શનજ્ઞાનમય છું, હું દર્શનશાનવાળો છું એમેય નહીં, દર્શનજ્ઞાનમય છું. આહાહાહાહા !
આવી ટીકા તો હજારો વર્ષથી છે, એ કાંઈ નવી છે? અમૃતચંદ્રાચાર્યનો આ શ્લોક ને ગાથા બે હજાર વર્ષ પહેલાંની અને ટીકા, હજાર વર્ષ પહેલાંની છે.)
ચૈતન્યસૂર્યને પ્રકાશવામાં ટીકા એની સ્પષ્ટતા કરી છે ટીકાએ. આહાહાહા !
સાહરુવી' સ્પર્શ, રસ, ગંધ, વર્ણ જેનું નિમિત્ત છે એવા સંવેદનરૂપે પરિણમ્યો હોવા છતાં – શું કહે છે? મારું જ્ઞાન સ્પર્શ, રસ, ગંધને જાણવારૂપે પરિણમેલું હોવા છતાં, આહાહા ! સ્પર્શ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આદિ એવા એ જેમાં નિમિત્ત છે જડ. સ્પર્શ, રસ, ગંધ આદિ છે, એવા સંવેદનરૂપે પરિણમવું એ મારું ઉપાદાન. એનાં જાણપણારૂપે – વેદનરૂપે પરિણમ્યો એવો હું, એવો (હોવા) છતાં પણ, આહાહા ! સ્પર્શાબ્દિરૂપે પોતે પરિણમ્યો નથી. એ સ્પર્શ, ગંધ, રસપણે આત્મા થતો નથી. આહાહાહા ! એ સ્પર્શ, ગંધ, રૂપ, રસ, સ્પર્શ એમાં જેમાં મારા જ્ઞાનના વેદનમાં એ નિમિત્ત છે. અને તે નિમિત્તનું જેમને વેદન છે એ નિમિત્તનું નથી. વેદન મારું છે, એમાં એ નિમિત્ત છે છતાં તે, તે રૂપે પરિણમ્યો નથી. આહાહાહા !
રૂપી પદાર્થના જ્ઞાનપણે પરિણમેલો હું, તે રૂપીપણે હું થતો નથી, માટે હું અરૂપી છું. આહાહાહા ! સમજાણું કાંઈ? રૂપી પદાર્થને જાણવા છતાં વેદનપણે પરિણમ્યો છતાં તે રૂપીમાં પોતે પરિણમ્યો નથી રૂપીપણે પરિણમ્યો નથી. રૂપીના પોતાના જ્ઞાનરૂપે પરિણમ્યો છે. આહાહાહા ! માટે પરમાર્થે હું સદાય અરૂપી છું. પરમાર્થે હું ત્રિકાળ સદાય અરૂપી છું. આહાહાહા ! વિશેષ કહેવાશે. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ !).
પ્રવચન નં. ૧૧૦ ગાથા - ૩૮ તા. ૧૭-૧૦-૭૮ મંગળવાર આસો વદ-૧ સં. ૨૫૦૪
આડત્રીસ ગાથા. અહીં સુધી આવ્યું છે. પરમાર્થે હું સદાય અરૂપી છું, ત્યાં આવ્યું છે ને? હું એક છું એની વ્યાખ્યા આવી ગઈ, શુદ્ધ છું એની આવી ગઈ, જ્ઞાનદર્શનમય છું આવી ગઈ,