________________
૬૦૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ પ્રાણી અનુભવે છે, એમ કહે છે. આહાહા ! અરે પ્રભુ! “કોઇ એમ કહે છે કે એમ કરીને લખ્યું છે, રાત્રે નો વાંચ્યું?
એ મુમુક્ષુ એમ કહે છે, એમ એ લખે છે કે શુદ્ધઉપયોગ પહેલો હોય ને પછી સમકિત થાય, ભાઈ એમ કોણે કહ્યું? આવું લખ્યું! પણ એ શુદ્ધઉપયોગથી સમકિત થાય, શુભથી (થતું હોય તો ) શુભ તો આસ્રવ છે. આહાહા ! અરે પ્રભુ શું કરે છે? લોકોમાં બહારના ત્યાગનો મહિમા નગ્નપણું ને એમાં હવે, આહા... લોકો ઝૂકી જાય એમાં પણ પ્રભુ! પ્રભુ મારગ તારા જુદા છે ભાઈ ! (શ્રોતા લોકો પણ વેષમાં ઝૂકે છે) વેષમાં ઝૂકે છે. અરેરે ! આહા.. હા! પણ વેષ તો તારો એક જ્ઞાયકવેષ છે ને પ્રભુ! આહાહા ! (શ્રોતા – એ તો નિશ્ચયે, આ તો વ્યવહારે) એની તને ખબરું નથી ભાઈ, આ બધા પર્યાયના ભાવ મોક્ષાદિ બધા વેષ કીધા છે ને, તો એનો જ્ઞાયક ભેખ છે એકલો, ચૈતન્યજ્યોતિ ઝળહળ જ્યોતિ પ્રભુ જ્ઞાયકભાવ, એ તારો ભેખ છે. આ પર્યાયનો ભેખેય (તારો) નહીં. એમ કહે છે. આહાહાહાહા !
પ્રભુ! આ તો સત્યની વાત છે પ્રભુ. એ લોકોને એવું લાગે છે કે અમને હવે સાધુ માનતા નથી, એથી આ રીતે ચલાવ્યું હવે, અરે ભાઈ, એમ રહેવા દે બાપુ!(શ્રોતા:- સાધુ બીજા માને કે ન માને એમાં એને શું?) એમાં વસ્તુ શું છે, એમ બાપુ સમજને ભાઈ ! આહાહા ! આંહી તો પરમાત્માએ કહેલી તત્ત્વની વાત શ્રોતાએ પોતાના સ્વભાવને જામ્યો છે તે આંહી કહે છે. પંચમકાળનો પ્રાણી એમ કહે છે. પંચમકાળના સંતોએ, પંચમકાળના શ્રોતાને કહ્યું'તું એ શ્રોતા આ રીતે અનુભવે છે. આહાહા! આંહી ચોથા આરાની વાતું છે જ ક્યાં? આહા!
છે! ટંકોત્કીર્ણ, ઓલા નવ પર્યાયના ભેદ છે ને? જીવની વિશેષ દશાઓ અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ પર્યાયો છે. આહાહા... એના ભેદભાવોથી વ્યાવહારિક નવતત્ત્વો તેમનાથી, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવ, ઈ તો એવો ને એવો ભગવાન અદબદનાથ જ્ઞાયકસ્વભાવથી ભરેલો પ્રભુ એકલો, આહા... એ વડે, અત્યંત જુદો છું, - ઈ પર્યાયથી અત્યંત જુદો છું. આહાહાહા ! નારકી આદિ ને સંવર નિર્જરાની પર્યાયથી પણ અત્યંત જુદો છું. આહાહાહા ! આહા... મોક્ષની પર્યાયથી ય જુદો, મુક્તસ્વરૂપ છું, સ્વરૂપ જ મારું મુક્ત છે. પર્યાયથી મુક્તિ એ પણ નહીં. આહાહાહાહા! સમજાણું? બદ્ધથી તો રહિત છું, આસવના રાગથી તો રહિત છું પણ મોક્ષની પર્યાય, જે નિર્મળ એક સમયની એમાં હું નથી આવતો, હું તો એનાથી જુદો છું. આહાહાહા!
હું એક જ્ઞાયકસ્વભાવરૂપ ભાવ વડ, એકજ્ઞાયકસ્વભાવરૂપ ભાવ વડે, અત્યંત જુદો છું, અત્યંત જુદો છું. આહાહાહાહાહા ! એ આસવ પુણ્ય પાપની પર્યાય ને સંવર, નિર્જરા ને મોક્ષની નિર્મળ પર્યાય, આહાહા... મારો ભગવાન દ્રવ્યસ્વભાવ તો એનાથી તદ્દન જુદો છે. આહાહાહા ! એ સાધકની પર્યાય ને સિદ્ધની પર્યાયથી પણ જુદો છું એમ કહે છે. સંવર-નિર્જરા એ સાધકની પર્યાય, આસ્રવ પુણ્ય પાપ બાધકની પર્યાય, મોક્ષ સાધ્ય પર્યાય. આહા.... આહાહા ! એથી પણ અત્યંત જુદો છું. આહાહાહા ! આહા! આવી વાતું છે.
ત્યારે એણે આત્મા જાણ્યો એમ કહેવાય, એમ કહે છે. પર્યાયના નવના ભેદોથી પણ અત્યંત જુદો છું, તે હું શુદ્ધ છું. છે? માટે હું શુદ્ધ છું. શુદ્ધની વ્યાખ્યા આ કરી. ઓલામાં શુદ્ધની