________________
૬૦૦
સમયસાર સિદ્ધિ ભાગ-૨
ગાઉ, બાર આના મળે એને આપે. ભાઈ, એક્કા કહેવાય એને, એક્કા કહેતા ને ? ( શ્રોતાઃ- એક બળદ જોડે ) એક બળદ હોય એક્કાને, આ તો ઘણીવા૨ જતા ને એક્કામાં, ઉમરાળેથી ગારિયાધાર જતા ને અમારા બહેન ત્યાં હતા, ત્યારે પ્લેગ હતો આ તો છેલ્લા ત્યાં ગયા હતા, છેલ્લું યાદ છે બરાબર. આહાહા!
એક્કામાં બેઠા, અંધારું સવા૨માં મારી બાએ કહ્યું ભાઈ કનુ, બહેનને સાંય કહેજે – સાંય કહેજે, સાંય કહેજે એવું આવે છે. શું કહેવાય સાંય કહેજે એમ કહ્યું સાતા આ એમ સાંઈ કહેજે બહેનને સાંય કહેજે બસ આ છેલ્લા શબ્દ. ઈ પાછળથી ગુજરી ગયા. પ્લેગ હતો. આહાહા ! સાંજે ન્યાં પહોંચ્યા બાર ગાઉ, અમુક દિવસ પછી સાંભળ્યું કે (બા ) ગુજરી ગયા, ત્યાં હતા અમે ગારિયાધાર.... આ ઓગણસાંઈઠની સાલની વાત છે, તમારા જનમ પહેલાં, ઓગણસાંઈઠ ( શ્રોતાઃ પંચોતેર વર્ષ થયાં ) પંચોતેર વર્ષ પહેલાં, એટલાં વરસ થયાં, પોણોસો વ૨સ થયાં, પણ તાજું જ આમ દેખાય છે હોં. આહાહા !
બા એમ કહેતા ભાઈ, બહેનને સાંય કહેજે અને ત્યાં, આહાહા ! મોટાભાઈ આંહી હતા ખુશાલભાઈ, એકલા એ પણ ગુજરી ગયા. અરેરે ! આહાહા ! આ એક્કો ! એકલો ભગવાન, એક બળદથી હાલે જેમ એમ એકલો એકથી હાલે એવો આત્મા ! આહાહા !
હું ચિન્માત્ર આકા૨ને લીધે, ચિન્માત્ર સ્વરૂપ, આકાર એટલે સ્વરૂપ. જ્ઞાનમાત્ર સ્વરૂપને લીધે, જ્ઞાનમાત્ર એટલે કે એમાં જે ક્રમ કે અક્રમના જે ભેદો છે એ એમાં નથી. હું ચિન્માત્ર આકાર સ્વરૂપને લીધે, હું આ પછી આવ્યો પણ ચિન્માત્ર આકા૨ને લીધે હું, જ્ઞાનસ્વભાવ, જ્ઞાનમાત્ર. આહાહાહાહા ! આ... આ... ભાગ્ય, ભાગ્ય બાપા આવી ચીજ રહી ગઈ હૈ. જગતના ભાગ્ય ભાઈ !
હું તો જ્ઞાનમાત્ર આકારને લીધે, ચિન્ એટલે જ્ઞાનમાત્ર એમાં દર્શન આવી ગયું. હું સમસ્ત ક્રમરૂપ, આ ક્રમબદ્ધની આંહી અત્યારે વ્યાખ્યા નથી. આંહી તો ક્રમે ક્રમે નર્કગતિ મનુષ્યગતિ, દેવગતિ ક્રમે ક્રમે હોય છે, એવા ક્રમરૂપથી પણ હું નિરાળો છું અને અક્રમ એટલે પર્યાય અક્રમે છે એ વાત આંહી નથી, પર્યાય અક્રમ છે જ નહીં, આહાહા... આંહી તો અક્રમ એટલે ક્રમ એટલે મનુષ્યગતિ, દેવગતિ એક પછી એક, એવા ક્રમરૂપ અને અક્રમરૂપ એક સાથે જે જોગ, લેશ્યા, કષાય એક સાથે હોય છે, એ અક્રમ છે. ક્રમ ગતિ આદિ અને અક્રમ જોગ લેશ્યા આદિ એવા ભાવથી, આહાહા... પ્રવર્તતા એવા ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતા વ્યાવહારિક ભાવો, આહા ! ( શ્રોતા:- પર્યાય ભાવો ) આહા... પર્યાયમાં એ ગતિ આદિના એક અનેક. આહા ! એવા વ્યાવહારિક ભાવો વ્યવહારિક તો નવતત્વમાંય આવશે. પણ આ વ્યવહારિક ભાવો શબ્દ છે ઓલામાં વ્યવહારિક નવતત્વો આવશે શુદ્ધમાં. આહાહાહા ! આવું છે.
સમસ્ત ક્રમરૂપ, આમાંથી કેટલા'ક કાઢે છે જુઓ ! ક્રમ અક્રમ બેય છે, પણ કોની વાત છે આ ? ( શ્રોતાઃ પર્યાયની વાત છે ) આંહી તો પર્યાયમાં ગતિ આદિ થાય એ એકપછી એક ક્રમમાં અને એકસાથે થાય જોગ, કષાય, લેશ્યા એ અક્રમરૂપ, એની વાત છે. પર્યાયમાં આ હોય છે. સમજાય છે કાંઈ ? આહાહા ! દીવા જેવું તો લખ્યું છે અંદર. આહાહા ! ( શ્રોતાઃ- દીવા જેવું તો લખ્યું છે પણ આંખ ઉઘાડે તો ને )