________________
૫૯૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આંહી કહે છે, આહાહા... કે જે મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. હું પ્રભુ ચૈતન્યમાત્ર ઝળહળ જ્યોતિ પ્રકાશનો, ચૈતન્યજ્યોતિના નૂરના તેજનું પૂર એવો હું આત્મા, એ મારા અનુભવથી જણાય છે. આહા ! છે? કે જે મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. એ રાગથી નહીં, હું આવો જે ચૈતન્યમાત્ર જ્યોતિ છું એ ચૈતન્યમાત્ર જ્યોતિની પરિણતિથી હું જણાઉં છું. મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. આહાહા... અહીંયાં તો મતિ ને શ્રુતજ્ઞાનને પણ પ્રત્યક્ષ ગણી નાંખ્યું છે. આહાહાહાહા! જેને આત્માને જાણવા માટે મતિ શ્રુતજ્ઞાનની અપેક્ષા છે, પણ એ સિવાય રાગ અને મનની પણ જેને અપેક્ષા નથી. આહાહાહા ! અરેરે !
મારા જ અનુભવથી, એ શબ્દ પડ્યો છે “જ' પડ્યો છે. મારા જ, એટલે ચૈતન્યમાત્રજ્યોતિ એના સ્વભાવની પરિણતિથી જ મને મારો અનુભવ છે. આહા! મારા જ, છે? અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. આહાહાહાહા ! આ તો ધીરાના કામ છે બાપા!
હું ચૈતન્યમાત્ર જ્યોતિ આત્મા છું કે જે મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. આહાહાહા ! મારા આત્માના શાંત ને વીતરાગી પર્યાયરૂપ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. આવી વાત છે ભાઈ ! આહાહાહાહા !
આ કાલ તો લેવાણું 'તું ફરીથી લેવાણું, આ “અહં” ની વ્યાખ્યા છે “અહં” ની આ વ્યાખ્યા છે. “એક્કો” ની પછી આવશે. આહાહાહાહા! સમજાણું કાંઈ? ન્યાંય “અહં” ની વ્યાખ્યા કરી છે તોંતેરમાં “અહં” હું આ પ્રત્યક્ષ અનાદિ અનંત ચૈતન્ય પ્રત્યક્ષ જ્યોતિમાત્ર છું. આહાહા ! ત્યાં એમ લીધું છે.
અમૃતચંદ્રઆચાર્યની ટીકા ગજબ છે, સંતોએ ગજબ કામ કર્યા છે. આહાહા ! દિગંબર સંત હોં! આહા!(શ્રોતાબીજા કોણ સંત છે?) બીજા કોઈ છે જ નહીં. આહાહા! સાદી ભાષા, સાદો ભગવાન રાગ વિનાનો. એને સમજાવ્યો છે પ્રભુ, તું કોણ છો ભાઈ? આહાહાહા ! બાળક હો કે સ્ત્રી કે પુરુષ હો, એ તો દેહનાં નામ – ચાળાં છે બધા. ભગવાન, અંદર જે ભગવાન છે એ બાળક ક્યાં ને વૃદ્ધ ક્યાં યુવાન ક્યાં ને સ્ત્રી ક્યાં પુરુષ ક્યાં? એ તો ચૈતન્યમાત્ર જ્યોતિ તે આત્મા, હું છું એ મારા અનુભવથી પ્રત્યક્ષ જણાય છે, એમ કહે છે. આહાહાહાહા ! એ મારી વીતરાગી અનુભવ દશા, એનાથી હું પ્રત્યક્ષ જણાઉં છું. આહાહાહાહા ! આવી વાત છે પ્રભુ, આવો મારગ છે. એને સાંભળવા મળે નહીં ભાઈ ! એને ક્યારે વિચારે? શું કરે ? આહાહા ! એવી દુર્લભ ચીજ થઈ પડી અત્યારે, અત્યારે તો આ શુભજોગ છે, એ જ બધું છે, અત્યારે આ શુદ્ધઉપયોગ ને એવું છે જ નહીં. અરે ભગવાન, આ પંચમકાળના સંતો, પંચમકાળનો શ્રોતા, એને કહે છે ને પંચમકાળનો શ્રોતા, આ રીતે સમજે છે. પંચમકાળનો શ્રોતા છે ને આ. આહાહાહા..
હું, મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. એ હું ચૈતન્યમાત્ર જ્યોતિરૂ૫ આત્મા – જ્યોતિ સ્વરૂપ આત્મા, જ્યોતિવાળોય નહીં. ચૈતન્યમાત્ર જ્યોતિ સ્વરૂપ આત્મા છું. આહાહાહાહા.. કે જે મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. આહાહાહા! મારી નિર્મળ પર્યાયથી મારા સ્વભાવની નિર્મળ પર્યાયથી મને પ્રત્યક્ષ જણાય છે. આહા! હું જે છું નિર્મળપર્યાયવાળો એ નિર્મળપર્યાયથી હું જણાઉં છું રાગ ને નિમિત્તથી ને વિકલ્પથી નહીં. આહાહા! નહીં, ન કહ્યું,