________________
ગાથા
૩૮
૫૯૭
ભણત૨માં તો એને આવી ગયું હતું, અગિયાર અંગ ભણ્યો છે એમાં તો આ આવ્યું'તું કે ભગવાન આત્મા ૫૨માનંદની મૂર્તિ પ્રભુ, પણ એ ધા૨ણામાં હતું એટલે એ કાંઈ વસ્તુ નહીં. આહાહાહા ! આ તો સમ્યક્ પ્રકારે આત્મારામ થયો. સાચા પ્રકારે આત્માનું જ્ઞાન ને આત્માનું શ્રદ્ધાન ને આત્માની રમણતા થઈ. આહાહાહા !
-
(શ્રોતાઃ સાચો પ્રકા૨ ક્યો ને ખોટો પ્રકા૨ ક્યો ? ) ખોટો તો કીધું ને પહેલું આ શાસ્ત્રમાં સાંભળીને ધા૨ણા હતી તે આત્મારામ ખોટો હતો. આહાહાહાહા ! એ વાત તો કરી, શાસ્ત્રજ્ઞાનથી સાંભળીને જાણ્યું કે આત્મા આવો છે ને ભગવાન આવો છે, એ તો ધા૨ણાનું જ્ઞાન એ કાંઈ સાચા પ્રકારે આત્મારામ નથી થયો. આહાહાહાહા ! આ તો સભ્યપ્રકારે આત્મારામ થયો.
જેવો ભગવાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ છે, તેને જ્ઞાનમાં શેય બનાવી, અને તેની પ્રતીત કરી અને તેમાં રમવા લાગ્યો, એ સાચા પ્રકારે આત્મારામ થયો. આહાહા ! ‘નિજપદ ૨મે સો રામ કહીએ' આહાહા... એવો જે ભગવાન આત્મા આડત્રીસ ગાથા છે ને ! જીવ અધિકારની છેલ્લી, પૂરણની ગાથા. આહાહાહા !
આત્મારામ થયો તે હું એવો અનુભવ કરું છું, છે ને ? ‘અહં’ તેનો અર્થ છે, ‘અહં’ ની વાત છે, એકલા ‘અહં’ નો અર્થ છે. આહાહા ! ‘અહં’ હું એવો અનુભવ કરું છું કે, હું ચૈતન્યમાત્ર જ્યોતિરૂપ આત્મા છું. આહાહાહાહા ! હું એક ચૈતન્યમાત્ર ભગવાન, ચૈતન્યજ્યોતિ ઝળહળજ્યોતિ, ચૈતન્યના તેજનું નૂરનું પૂર, એવી જ્યોતિ હું આત્મા છું. આહાહાહા ! હું તો એક જાણન દેખન દેષ્ટા જ્ઞાતા, એવી જે ચૈતન્યજ્યોતિ તે હું છું, હું રાગેય નહીં, પુણ્યેય નહીં, પર્યાય જેટલોય નહીં. આહાહા!
‘હું’ ‘અહં’ હું એક, હું ચૈતન્યમાત્ર, ચૈતન્યમાત્ર, જેમાં રાગની ગંધ નથી, શુભાગ આદિની જેમાં અસ૨ નથી. આહાહા... એવો ભગવાન ચૈતન્યમાત્ર જ્યોતિરૂપ આત્મા છું. ચૈતન્યમાત્ર જ્યોતિ, અગ્નિની જ્યોતિ છે એ તો ઉષ્ણ જ્યોતિ છે. આ ચૈતન્યમાત્ર જ્યોતિ, જાણક, દેખન ચૈતન્યજ્યોતિ સ્વરૂપ. આહાહા ! એ પ્રકાશની ચૈતન્ય પ્રકાશની ઝળહળજ્યોતિસ્વરૂપ એ હું, એ આત્મા, છે? આહા ! ચૈતન્યમાત્ર જ્યોતિ આત્મા છું. એ હું આત્મા છું, એવું સમ્યગ્દષ્ટિને અંતરમાં આ રીતે ભાસ્યું. જે અજ્ઞાનપણે અપ્રતિબુદ્ધ હતો, એને સમજાવવામાં આવ્યો, ત્યારે આ રીતે એ સમજ્યો ! આહાહાહા !
અરેરે ! એ આ આત્માને જાણ્યો, એ શુભભાવથી જણાતો હશે ? આરે ભગવાન શું કરે છે પ્રભુ શું કરે છે ભાઈ ? આહાહા ! શુભરાગ તો વિકાર ને આસ્રવ છે. ત્યાં એમ કહ્યું છે ને તોંતેર ગાથામાં ‘અહમેવો’ આસ્રવોથી કેમ નિવર્તે ? એમ શબ્દ છે ને ? તોંતેરમાં ત્યાં મથાળું એમ છે કે આસ્રવોથી કેમ નિવર્તે ? કે આ રીતે, કે હું અનાદિ-અનંત ચૈતન્યમાત્ર જ્યોતિ છું, મારી પર્યાયમાં રાગનું તો પરિણમન નહીં, પણ ષટ્કા૨ક ( નું ) નિર્મળ પરિણમન છે, એનાથી મારી અનુભૂતિ, તત્ત્વ ભિન્ન છે, એ હું છું તોંતેર. એ ગાથા તો ભાઈએ લીધી છે ઓલાએ દેવચંદ્રજીએ, શ્વેતાંબર છે ને દેવચંદ્રજી એણે તોંતેરમી ગાથા લીધી છે, એક આગમ છે ને એનું, પહેલાં વાંચેલું સીત્તેર, એકોત્તેરમાં એનું શું કહેવાય ? ‘આગમસાર' છે આંહી છે, તેમાં આ લીધી છે ગાથા, ક્યાંથી લીધી એમ નથી મૂક્યું એણે, છે સમયસારની, ન્યાં ક્યાં હતું એમાં ? આહાહા !