________________
૫૯૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ મૂક્યું હોય, આંહી તો મૂઠ્ઠીમાં લીધું છે. તે ફરી યાદ કરીને તે સુવર્ણને દેખે, કે સુવર્ણ તો આ રહ્યું, મારા હાથમાં સોનું છે, એ ન્યાયે, પોતાના પરમેશ્વર, આહાહાહા.. પરમ ઈશ્વર, પરમેશ્વર, જ્ઞાનેશ્વર, દર્શનેશ્વર, ચારિત્ર ઈશ્વર, વીર્યશ્વર, શાંતિઈશ્વર, જ્યોતિશ્વર, કર્તા, કર્મ, કરણાદિશ્વર એવી એવી અનંત ઈશ્વરની શક્તિવાળો ભગવાન (નિજાત્મા) આહાહા.. પોતાના પરમેશ્વર એટલે પોતાનો પરમેશ્વર એમ કે બીજા ભગવાનનો પરમેશ્વર નહીં. આહાહાહા !
પોતાના પરમેશ્વરને ભૂલી ગયો હતો. આહાહા ! તેમને જાણીને, જેને ભૂલ્યો હતો તેને જાણીને, આહાહા.... રાગ આદિ પોતાના માનીને ભગવાનને (નિજાત્માને) ભૂલી ગયો'તો પોતાનું સ્વરૂપ પરમેશ્વરને ભૂલી ગયો હતો, એને જાણીને, તેનું શ્રદ્ધાન કરીને, જ્ઞાનની પર્યાયમાં તે જ્ઞાયક પરમેશ્વરને જાણ્યો કે આ તો પરમાનંદમૂર્તિ, પ્રભુ પૂરણ પ્રભુ છે, એમ જેણે સમકિતીએ, જ્ઞાનની પર્યાયમાં જાણ્યો, એનું એણે શ્રદ્ધાન કર્યું. આહાહા! જાણેલાનું શ્રદ્ધાન હોય, જાણ્યા વિનાની શ્રદ્ધા એ જાણી નથી. (જાણ્યા વિના) એની શ્રદ્ધા શું? જાણવામાં આવ્યો કે ભગવાન આત્મા, શુદ્ધપરમેશ્વર આનંદસ્વરૂપ છું હું, એને જાણીને શ્રદ્ધાન કરીને તેનું આચરણ કરીને, ત્રણેય પૂરું કરવું છે ને આંહી તો! આંહી તો, તેને જાણીને, તેનું શ્રદ્ધાન કરીને ને એ ભગવાન આત્માનું આચરણ કરીને, આહાહા... આનંદના સાગરનું આચરણ કરીને, આનંદમાં રમતું માંડી અંદરથી, આહાહાહા ! જેણે અતીન્દ્રિય આનંદના નાથને જાણ્યો, અતીન્દ્રિય આનંદના નાથને જાણીને, પ્રતીત કરી, જે રાગમાં રખડતો અને રમતો હતો એ હવે આનંદમાં રમવા લાગ્યો. આહાહાહા! આ ચારિત્ર. અરે રે! લોકો કાંઈનું કાંઈ કરે છે, શુભજોગ જ હોય બધું સંયમ ને ચારિત્ર, પ્રભુ.... પ્રભુ.... પ્રભુ! ભાઈ ! આ આત્મા આનંદસ્વરૂપ છે અતીન્દ્રિય. એનું જ્ઞાન થાય શુદ્ધઉપયોગમાં, એની શ્રદ્ધા થાય સમકિતમાં, તેનું આચરણ થાય આનંદની રમણતામાં. આહાહા! અતીન્દ્રિય આનંદસ્વરૂપ છું તેનું જ્ઞાન થાય, જ્ઞાન થઈને તેની પ્રતીત થાય, પ્રતીત થઈ ને તે જ્ઞાનમાં આનંદમાં રમે. આહા ! એ વાત છે. એ આત્માનું આચરણ, એને ચારિત્ર કહેવામાં આવે છે. આહાહાહાહા ! અતીન્દ્રિય આનંદમાં રમે એને આંહી આત્માનું આચરણ, આનંદનું આચરણ, ચારિત્રનું આચરણ કહેવામાં આવે છે. આહાહા!
તેમાં તન્મય થઈને, આચરણ કરીને તેનો અર્થ એ કર્યો સમ્યક પ્રકારે એક આત્મારામ થયો. સમ્યફપ્રકારે, સાચા પ્રકારે, જેવો હતો તેવો સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રમાં આત્મારામ થયો, આહાહાહાહાહા.. આત્મા આત્મારામ થયો, આત્મા જે રાગમાં હરામપણે રમતો'તો એ આત્મા આત્મામાં રમવા લાગ્યો. આહાહાહા ! આ હજી “અહં” અહં ની વ્યાખ્યા છે. છે ને “અહં” “એવો' પછી મહેં- હું કેવો છું. એની પહેલી વ્યાખ્યા. એ તો ઓલામાં આવે છે ને ભાઈ (સમયસાર ગાથા) તોંતેરમાં આવે છે. ‘મેવકો નુ સુદ્ધ' ત્યા એ લીધું છે. અનાદિ અનંત ચૈતન્યમૂર્તિ ભગવાન પ્રત્યક્ષ પ્રતિભાસમય તે હું છું, તોંતેર (ગાથામાં) ત્યાંય ‘પદો ' ત્યાં પણ એક્કો છે એક છું ષદ્ધારકના પરિણમન રહિત છું, પર્યાયમાં. આહાહાહા !
મારું “અહં”નું અસ્તિત્વ, શુદ્ધચૈતન્યઘન તેનું જ્ઞાન, તેનું શ્રદ્ધાન, તેનું આચરણ એવો આત્મારામ છું. આહાહાહા ! સમ્યક પ્રકારે એક આત્મારામ થયો. શાસ્ત્રની વાત સાંભળી'તી ધારી 'તી કે આત્મા આવો છે એથી કાંઈ એ સભ્યપ્રકારે આત્મારામ ન થયો, એ શાસ્ત્રના