________________
ગાથા – ૩૮
૬૦૫ સદાય અરૂપી છું હવે એ કહે છે.
અનાદિનો અપ્રતિબુદ્ધ અજ્ઞાની હતો, જેને આત્માનું જ્ઞાનસ્વરૂપ શું છે એની બિલકુલ ખબર નહોતી અને વિરોધ અજ્ઞાન હતું, આહાહા. એને પણ ગુરુદ્વારા એ સમજાવતાં, એ વારંવાર એનું રટણ કરતાં; એ સમજી ગયો અંદરથી. અરે ! હું તો પરમેશ્વરસ્વરૂપ છું. મુઠ્ઠીમાં જેમ સોનું હોય ને ભૂલી જાય એમ ભગવાન અંદર છે એને હું ભૂલી ગયો હતો. આહા! એ મેં યાદ કર્યું હવે કે, ઓહો! ચૈતન્યસ્વરૂપ પરમાત્મસ્વરૂપ ભગવાન પરમેશ્વર આત્મા એ હું. એમ એક અને શુદ્ધ.
આમ સર્વથી જુદા વર્ણ, ગંધ, રસ, સ્પર્શનું જ્ઞાન થવા છતાં તેનાથી તે જુદો એ ચીજ આંહી આવતી નથી, તેમ તેનું જ્ઞાન ચીજમાં જતું નથી. એ રૂપી, વર્ણ, ગંધ, રસ, સ્પર્શને પોતાની સંવેદન શક્તિથી જાણવા છતાં આત્મા તે રૂપે થતો નથી અને તે શેય જ્ઞાનમાં આવતું નથી. આહાહા! આવી વાત છે. આવો ધર્મી જીવ પોતા માટે, એમ નિર્ણય કરીને અનુભવે છે એમ કહે છે. આહા ! એને આંહી તો ત્રણેય ભેગાં લીધાં છે ને દર્શન જ્ઞાન ને ચારિત્ર. આહા! આત્મા શુદ્ધ ચૈતન્ય, પરમેશ્વરરૂપ, એનું જ્ઞાન, એની પ્રતીતિ, અને એમાં આચરણરૂપ રમણતા એ ત્રણ થયાં, એ જીવની પૂરણતાને પામ્યો. આહા ! જેવું એનું પૂરણ સ્વરૂપ છે એવું જ પ્રતીત જ્ઞાનમાં રમણતામાં આવ્યું. આહાહા !
આમ સર્વથી જુદા એવા સ્વરૂપને અનુભવતો, પરથી બિલકુલ જુદો એવો હું આત્મા, શુદ્ધ ચૈતન્યઘન, આહાહા.. એને સ્વરૂપને અનુભવતો પર્યાયમાં પ્રકાશમાં તેને અનુભવતો, આહાહા... મારો જે પર્યાય છે, એમાં એ સ્વરૂપને અનુભવતો. આહાહાહા ! આનું નામ આત્મા જાણ્યો માન્યો ને અનુભવ્યો, આવી વાત છે.
જો કે અનુભવતો આ હું, મારા સ્વરૂપને શુદ્ધ ચૈતન્ય, રાગથી ભિન્ન, રૂપી ચીજને, રૂપીને જાણતાં છતાં ભિન્ન, અને રાગને જાણતાં છતાં પણ રાગથી ભિન્ન, એવો જે ભગવાન મારો સ્વભાવ, એને અનુસરીને અનુભવતો, સન્મુખ થઈને એમ શબ્દ છે ને ભાઈ ! અભિગચ્છતિ અભિગચ્છતિ અભિગચ્છતિ શબ્દ છે પહેલાં.
શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય વસ્તુ એને હું મારી પર્યાયમાં, પરસમ્મુખતાની જે ધારા હતી એ મિથ્યાત્વ હતું, એ જ્ઞાનની વર્તમાન પર્યાયને અભિગચ્છતિ – સ્વરૂપની સન્મુખ કરી. છે ક્યાં એ શબ્દ? ક્યાંક આવ્યું'તું હવે ઈ તો પહેલાં આવ્યું'તું અભિગચ્છતિ, (શ્રોતાઃ- નવમામાં) નવમામાં ને અભિગચ્છતિ (શ્રોતા:- નો દિ સુવેદિક ઋદ્રિ માMિ તું વનં સુદ્ધ) હા, બસ ઈ, ગાથા- નવમાંનું પહેલું પદ જુઓ! નવમી ગાથા નો દિ સુવેદિક ઋદ્રિ
UIIMમિણ તું જેવાં સુદ્ધ છે? શું કહ્યું મારા ભાવશ્રુતજ્ઞાન દ્વારા અભિગચ્છતિ - વસ્તુની સન્મુખ થઈને.. આહાહાહા.. સUITMનિર્ગતું આ આત્મા કેવલ શુદ્ધ છે એમ હું જાણું છું. આહાહા! અભિગચ્છતિ શબ્દ છે ને?
છઠ્ઠી ગાથામાં પ્રમત્ત અપ્રમત્ત નથી તેવો હું જ્ઞાયક છું, અગિયારમીમાં ભૂતાર્થ જ્ઞાયક ભૂતાર્થ-સત્યાર્થ તે હું છું તેનો આશ્રય, આંહી એમ કહ્યું કે મારા ભાવશ્રુતજ્ઞાન દ્વારા ભગવાનની સન્મુખ થઈને હું અનુભવું છું. આહાહા ! અહીંયાં એ કહે છે, સ્વરૂપને અનુભવતો, આ તો એના