________________
ગાથા – ૩૮
૬૦૩ વ્યાખ્યા એ કરી તોંતેર (ગાથા). કે પર્યાયમાં જે ષકારકનું પરિણમન છે, આ જે સંવર નિર્જરા આદિ કીધા એ ષકારકનું પરિણમન શુદ્ધ છે, એનાં પરિણમનથી પણ મારી અનુભૂતિ એટલે વસ્તુ છે તે તદ્ન ભિન્ન છે. આહાહાહા ! આવી વાતું છે. ઈ એમ જાણે છે, અનુભવે છે. પર્યાય. આહાહાહા ! પણ કહે છે કે એ અનુભવની પર્યાયથી હું છું તે જુદો છું. આહાહા! એ પર્યાયમાં આખી ચીજ આવતી નથી. આખી ચીજનું જ્ઞાન આવે, પણ એ ચીજ જે છે પર્યાયથી ભિન્ન, એ પર્યાય-નિર્ણય કરનારી પર્યાયમાં એ ચીજ આવતી નથી. આહાહા ! આહાહાહા ! શું શાસ્ત્ર? આ સમયસાર !
આવા નવતત્ત્વના પર્યાયના ભેદો એટલે વ્યાવહારિક નવ તત્ત્વો, ઈ પર્યાયો વ્યવહાર થઈ નવ થયાને નવ વ્યવહાર તત્વો તેમનાથી, આહાહાહા... સંવર-નિર્જરા ને મોક્ષ પણ પર્યાય છે તે વ્યવહાર થઈ ગયો એ. આહાહાહા... આજ રવિવાર છે ને? આવ્યા છે ને, અમારે કે' છે ને ચીમનભાઈ કે રવિવારે સારું આવે છે બધું, આવો મારગ છે આ. આહાહા! આહાહા!
ઓલામાં એમ કહ્યું હતું ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતા વ્યાવહારિક ભાવોથી ભેદરૂપ થતો નથી, આંહી એમ કહ્યું કે પર્યાયો આદિના વ્યાવહારિક નવ તત્વો તેમનાંથી એક સ્વભાવરૂપ ભાવ મારો અત્યંત જુદો છે. આહાહા. (શ્રોતા- એ જુદો જ છે!) ઓલામાં આવ્યું છે ને ભાઈ માટીનું સુડતાલીસ નયમાં માટીનાં વાસણની પર્યાયથી જુઓ તો એ અશુદ્ધતા છે કહે છે, માટીમાં માટીરૂપે જુઓ તો એ શુદ્ધ છે. એમ ભગવાન આત્માને, આહાહાહા... એની પર્યાયથી જાઓ તો એ અશુદ્ધ કહેવાય છે, આહાહા... સોળમીમાં આવી ગયું છે, મેચક. આહાહા... કેવી શૈલી તો જુઓ!
એ જ્ઞાન દર્શન ચારિત્રની પર્યાયથી જુઓ તો મલિન કહેવાય- વ્યવહાર કહેવાય. આહાહાહા ! ભેદરૂપ પર્યાયને વ્યવહાર ને મલિનતા કહેવાનો વ્યવહાર છે, કહે છે. આહાહા! કો' સોળમીમાં એ કહ્યું આ નયમાંય એ કહ્યું ચારે કોરથી જુઓ તો વસ્તુ, પૂર્વાપર વિરોધ રહિત સિદ્ધ કરે છે. આવી શૈલી ક્યાંય બીજે છે નહીં દિગમ્બર સંતો સિવાય. આહાહા! સમજાણું કાંઈ ? આહા!
અહમેક્કો ખલુ સુદ્ધો' એ “શુદ્ધ'ની વ્યાખ્યા થઈ, શુદ્ધ એને કહીએ કે પર્યાયના ભેદોથી ભિન્ન તેને “શુદ્ધ' કહીએ. પર્યાય સહિત જો એને કહો તો તો એ અશુદ્ધતા છે એમ કહે છે. આહાહા! આહાહા !
હવે “દંસણનાણ સમગ્ગો” ત્યાંય (તોંતેરગાથામાં) એમ છે “દંસણનાણ સમગ્ગો’ તોંતેરમાં છે, આમાં ‘દંસણનાણમઈઓ છે કેમકે ત્યાં આગ્નવને નાશ કરવાનો ઉપાય બતાવવો છે એને એટલે હું આવો છું. એમ જાણીને, આસ્રવને ક્ષય કરું છું એમ છે ત્યાં તોંતેર (ગાથામાં) આંહી તો આવો છું. એમ જાણીને પર્યાયના ભેદો મારામાં નથી. આહાહા !
હવે ત્યાં તોંતેરમાં “દંસણનાણ સમગ્ગો” હતું અહી “દંસણનાણમઈઓ” છે. ચિન્માત્ર હોવાથી, ભગવાન શાયક સ્વરૂપ, જ્ઞાયકસ્વરૂપ, ચિન્માત્રજ્યોતિ ચૈતન્ય ધ્રુવ જ્યોતિ, એવા અનંતા અનંતા ગુણોનો ભંડાર ભગવાન એવો ચિન્માત્ર જ્યોતિને લઈને, સામાન્ય વિશેષ ઉપયોગાત્મકપણાને ઉલ્લંઘતો નથી. સામાન્ય નામ દર્શન, વિશેષ નામ જ્ઞાન, છે ને? પાઠમાંય છે ને ‘રંસT TIM' દંસણ એટલે સામાન્ય ને જ્ઞાન એટલે વિશેષ બે છે ને?