________________
ગાથા
=
૩૮
૬૦૧
‘હું' એક લેવો છે ને હવે ‘અહં’ આગળ લીધું એ થઈ ગયું, હવે “એક” લેવો છે. આહાહા ! જ્ઞાનમાત્ર, પ્રકાશમાત્ર, ચૈતન્યચંદ્ર – ચૈતન્ય શીતળચંદ્ર માત્ર, આહાહા ! સ્વરૂપને લીધે આકાર એટલે સ્વરૂપ. હું સમસ્ત ક્રમરૂપ ગતિ મનુષ્યની એક પછી એક દેવગતિ આદિ એનાથી પણ નિરાળો, અક્રમ એકસાથે જોગ – લેશ્યા–કષાય અક્રમરૂપ પ્રવર્તતા વ્યાવહારિક ભાવો, એ ભેદરૂપ ભાવો, આહાહાહા... એ વ્યાવહારિક ભાવોથી ભેદરૂપ થતો નથી. આહાહાહા... માટે હું એક છું. આ એકની વ્યાખ્યા. આહાહા... સમજાણું કાંઈ ? બાપુ, આ તો ધીરાની વાતું છે ભાઈ ! આ કાંઈ કોઈ ભાષણો મોટા ને એવું નથી આ, આ તો તત્ત્વની વાત છે ભાઈ ! આહાહા ! એ ધીરા થઈને, મધ્યસ્થી થઈને સાંભળે. તો એ વાત બેસે( સમજાય ) એવી છે. આહાહા!
સમસ્ત ક્રમરૂપ સમસ્ત ક્રમરૂપ, એક પછી એક થતી દશાઓ બધી અને અક્રમ એકસાથે થતી દશાઓ બધી, આહાહા... એવા ભાવોથી ભેદરૂપ થતો નથી, માટે હું એક છું. વસ્તુ અભેદ આહાહા ! આવા અનેક ક્રમરૂપ કે અક્રમરૂપ ભાવોથી ભેદરૂપ થતો નથી માટે હું એક અભેદ છું. આહાહા ! આહાહા ! આમ આત્માનું જ્ઞાન થયું એ આમ પોતાને અનુભવે છે. સમજાણું કાંઈ ? આહા!
હું એક છું. હવે “શુદ્ધો” ત્રીજો બોલ અ ં, એક્કો, શુદ્ધો હવે ત્રીજા બોલની વ્યાખ્યા છે. આહા ! નર–મનુષ્ય, નારકી આદિ જીવના વિશેષો જુઓ ! આ જીવના આ વિશેષો, જીવની પર્યાય.... નવ તત્ત્વમાં જ્યારે લેવું હોય ભેદરૂપ, ત્યારે તેની પર્યાય જે વિશેષ છે ને, તેને જીવ લેવો, જીવ દ્રવ્ય ન લેવું. સમજાણું કાંઈ ? આહા... ના૨ક આદિ જીવના વિશેષો જીવની વિશેષ પર્યાયો, ઈ એક બોલ. જીવની પર્યાયનો એક બોલ. ‘અજીવ’ અજીવનું જ્ઞાન થાય પર્યાયમાં તે અજીવ, અજીવ કાંઈ થતો નથી જીવ. ‘પુણ્ય’ દયા, દાન-આદિના શુભભાવ, લ્યો, આંહી તો શુભભાવ, આહાહાહાહા ! અરે ભગવાન ! ‘પાપ’ અશુભભાવ, બે થઈને ‘આસ્રવ’ નવાં આવ૨ણનું કા૨ણ. ‘સંવર’– પર્યાયની સંવર દશા. આહાહાહાહા ! પર્યાયની નિર્મળ સંવ૨ દશા, ‘નિર્જરા’, શુદ્ધિની વૃદ્ધિ ને ‘બંધ ’ રાગમાં અટકવું અને ‘મોક્ષ’ – શુદ્ધિની પૂર્ણતા, એ વ્યાવહારિક નવતત્ત્વો, આહાહાહાહા... એ પર્યાયના વ્યાવહારિક નવ ભાવો. વ્યાવહારિક નવતત્ત્વો, છે ને ? ઓલામાં વ્યાવહારિક ભાવોથી હતું, પહેલાંમાં આ વ્યાવહારિક નવતત્ત્વો તેમનાથી, આહાહાહાહા... એ પર્યાયોથી, આહાહાહા ટંકોત્કીર્ણ એકરૂપ સ્વરૂપ ટંકોત્કીર્ણ એટલે ટાંકણાથી જેમ કાઢયું હોયને એકાકાર એવું શાશ્વત એક જ્ઞાયકસ્વભાવ, એક જ્ઞાયકસ્વભાવરૂપ આવ્યું હવે અહીંયાં, આહાહાહા... ઓલામાં ચૈતન્યજ્યોતિ લીધું આંહી જ્ઞાયક સ્વભાવ લીધું. એક જ્ઞાયકસ્વભાવરૂપ ભાવ વડે, એક જ્ઞાયકસ્વભાવરૂપ ભાવ વડે એ વ્યાવહારિક પર્યાયો, જીવના પર્યાયો અને રાગાદિ બધા ભેદો એનાથી જુદો છું. આહાહાહાહા ! આવી ગંભીર વાતું ! એ એમ ને એમ વાંચી જાય ને માની લે. આહાહા ! અરે રે ! આંહી સુધી વાત, કાલ તો આવી'તી લ્યો !
શ્રુતસાગરે લખ્યું છે કે અત્યારે તો શુભજોગ જ હોય, શુભઉપયોગ જ હોય. શુદ્ધ – શુદ્ધ હોય નહીં, અરે અરે પ્રભુ, પ્રભુ ! ભાઈ ? અત્યારે આત્મા ન જણાય એમ એનો અર્થ થ્યો. (શ્રોતાઃ- આ બધું આ કાળનું લખેલું છે ને !) પંચમકાળના પ્રાણીને કહે છે ને પંચમકાળનો