________________
૫૯૯
ગાથા - ૩૮ અસ્તિથી વાત કરી છે, આહાહાહા !
બાપુ, આ તો ભગવાન સર્વજ્ઞ ત્રિલોકનાથ. જિનેશ્વરદેવના આ કથનો છે, એ સંતો, જગતને એ જાહેર કરે છે. આહાહા ! ભાઈ ! પરમેશ્વર ત્રિલોકનાથ એમ કહે છે, કે જેને આત્મા જણાયો તે પોતાના સ્વરૂપથી જણાય છે. આહા... એનું સ્વરૂપ એ રાગ ને પુણ્ય એ એનું સ્વરૂપ નથી. એનું સ્વરૂપ તો ચૈતન્યમાત્ર જ્યોતિ સ્વરૂપ, તો એ ચૈતન્યજ્યોતિની પરિણતિ જે છે, તેનાથી આ જણાય છે. આહાહાહાહાહા !
અમૃત રેયાં છે. હૈ! આહાહા ! અરે લોકોને આકરું લાગે, બાપુ શું થાય ભાઈ ? મારગ જ આ છે ત્યાં, એને પહેલો શ્રદ્ધામાં તો નક્કી કરે, ભલે બહિર્લક્ષી શ્રદ્ધા, એમાં નકકી તો કરે કે આત્મા તો પોતાના સ્વરૂપથી જ જણાય એવી ચીજ છે. એ ગુરુથી નહિ, દેવથી નહિ, શાસ્ત્રથી નહિ, રાગથી નહિ, મનથી નહિ. આહાહાહા !
મારા જ, મારા “જ” એકાંત કરી નાંખ્યું છે. અનેકાંત આમ નહીં, કે રાગથી પણ જણાય, મનથી પણ જણાય, વિકલ્પથી પણ જણાય, દેવથી પણ જણાય આનાથી જણાય ને એનાથી (પણ) જણાય, એનું નામ અનેકાંત? એ અનેકાંત નથી પ્રભુ. આહાહા ! હું તો મારો સ્વભાવ, ચૈતન્યજ્યોતિ, જળહળજ્યોતિ જળહળજ્યોતિ એવી ચૈતન્યની પરિણતિ નિર્મળ વીતરાગી, એવી પરિણતિથી હું જણાઉં એવો આત્મા હું છું, એનાથી હું અનુભવું છું એમ કહે છે. આહાહાહાહા ! છોટાભાઈ ! આવી વાતું છે. ક્યાં ગયાં શાંતિભાઈ ? આવી વાતું છે, આ કલકત્તામાં ક્યાંય મળે એવું નથી ક્યાંય. પૈસા ન્યાં મળે ધૂળ! આહાહા!
અરે, આ તત્ત્વની વાત પણ ભાઈ, આહા ! વસ્તુ છે ને, વસ્તુ પ્રભુ છે ને! એ જ્ઞાયક છે ને! એ નિષ્ક્રિય. પર્યાયથી પણ રહિત, નિષ્ક્રિય છે ને! એ ધ્રુવ છે ને! એ સામાન્ય છે ને! તે વસ્તુને દૃષ્ટિમાં જ્યાં ત્યે છે, આહાહા ! તે મારી અનુભવની પર્યાયથી હું જાઉં એવો છું. આહાહા ! બીજી રીતે નહિં એમ એમાં આવી ગયું. આહાહા!
મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે, આ વચન છે, પ્રત્યક્ષ લ્યો હજી તો કેવળ થયું નથી ને તોય કહે છે પ્રત્યક્ષ જણાય છે. આહાહા ! મારો ભગવાન ચૈતન્યજ્યોતિ સ્વરૂપ તેને મારી શુદ્ધ પરિણતિથી હું જાણું છું, એ પ્રત્યક્ષ જણાય છે એમ કહે છે. આહાહા.. મારી નજરુંમાં દૂર રહે છે, એમ નહીં, મારી નજરમાં એ પ્રત્યક્ષ જણાય છે. આહાહાહા ! આવી વાતું છે. શાસ્ત્રથી જણાઉં છું એમેય નહીં, એમ કહે છે. આહાહા ! શાસ્ત્રનું જ્ઞાન થયું, અગિયાર અંગનું માટે હું જણાઉં છું, એમેય નહીં. આહાહાહા !
હું તો મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાઉં છું એવો હું છું. આહાહાહા ! ત્યાં સુધી “અહં”નું આવ્યું. શું? ત્યાં સુધી “અહં' “અહં'ની આ વ્યાખ્યા થઈ. આ હું, આ હું, આ હું, આહાહાહાહા !
હવે “એક્કો” એકાની વ્યાખ્યા હવે. આહાહા ! આ એક્કા નથી હોતા, એને એક બળદ હોય છે. શું સમજાણું? ગાડાને બે બળદ હોય, એક્કા સમજાય છે? એમાં એક બળદ હોય, અમારે એક્કા ઘણી વાર ઉમરાળેથી ગારિયાધાર જવું હોય ને, બાર ગાઉ તે દિ' તો ક્યાં હતું રેલ ને કાંઈ, મોટર ને રેલ ઘોડાગાડી, તે દિ' પ્લેગ હતો તે બેય ભાયું જાતા તે એક્કા લઈને જાઈએ, ગારિયાધાર બાર ગાઉ સવારથી સાંજે પહોંચે, સવારથી હાલે તો સાંજે પહોંચે બાર