________________
૬૧૧
ગાથા – ૩૮ હતું દામનગર, પાંચ મહિનામાં પીસતાલીસ સૂત્ર વાંચ્યાં'તા. આંહી તો ધંધો એક જ કર્યો છે ને. અઠ્ઠાવન વરસ પહેલાં....ગજરથ પસ્મૃતિ – સૂર્ય પષ્ણતિ બધું વાંચ્યું'તું.
આ વાત. આહાહાહા ! અઠયોતેરમાં સમયસાર હાથમાં આવ્યું, આવ્યું ને કહ્યું અંદરથી, આહાહાહા ! શેઠિયા હતા આગ્રહી સંપ્રદાયના, પણ એ વખતે તો (અમે સ્થાનકવાસી સંપ્રદાયમાં) હતા ને! કીધું શેઠ, આ પુસ્તક અશરીરી છે, સિદ્ધ થવાને ને અશરીરી થવાને શરીર રહિત થવાને આ પુસ્તક છે કીધું. પાટણીજી? અયોતેર, દામનગર, દામોદર શેઠ હતા ને અત્યારે પૈસા નથી પણ તે દિ' તો સાંઈઠ વરસ પહેલાં દસલાખ, દસલાખ રૂપિયા ને ચાલીસ હજારની ઊપજ ને દૃષ્ટિ વિપરીત ઘણી હતી. પણ એ વખતે તો આમાં હતો એટલે ન ઓલું લાગે ! આહાહાહા !
આની એક કડી, આડત્રીસમી ગાથાની, આહાહા...બાર અંગમાં જે કહેવું છે “અનુભૂતિ' આ એની વાત છે આંહી. આહાહાહા!
મોહનો અંકુર” શબ્દ છે. છે ને ? આહા! છે ને! આહા ! “સ્વરસત’ વાપુન: પ્રાદુર્ભાવાય સમૂર્ત મોહમુનૂન્ય' – એમ મૂળમાંથી મોહનો ઉમૂલમ્, આહાહા! ફેંકી દીધો છે કે નાશ કરી નાખ્યો છે. આહા! મારો પ્રભુ, જ્ઞાનસ્વરૂપી ચૈતન્યજ્યોતિ ઝળહળ જ્યોતિ એનો પ્રકાશ મને થયો છે કહે છે. આહાહા! અરે, તમે પંચમઆરાના જીવ, ભગવાન તો નથી આંહી ને, ભગવાન બિરાજે છે ત્યાં મહાવિદેહમાં બિરાજે છે પ્રભુ ભગવાન! સીમંધર ભગવાન! બાપુ, અમારા ભગવાન અમારી પાસે છે એ અમારો પોકાર છે, કહે છે. આહાહાહા ! આહાહા ! એવો નાશ કરીને, મહાન જ્ઞાનપ્રકાશ. આહાહા. મહાન જ્ઞાનપ્રકાશ ! દ્રવ્યસ્વભાવનો જે જ્ઞાનસ્વભાવ શાયકસ્વભાવ મહાન જ્ઞાનપ્રકાશ, મને પ્રગટ થયો છે. વાહ પ્રભુ! આડત્રીસ ગાથાએ તો હદ વાળી નાખી છે!
(શ્રોતાઃ- જીવ અધિકાર પૂરો થયો છે.) હા, પૂરો કર્યો ને.. જીવ અધિકાર પૂરો થઈ ગ્યો, જીવનો અધિકાર આવી ગયો. એનો જે અધિકાર હતો એટલો આવી ગયો. આહાહાહા ! ( શ્રોતા- આત્માનો અનુભવ થાય ત્યારે અધિકાર પૂરો થાય ને !) અરે, લોકો ક્યાં ચોંટયા છે, બહારની ક્રિયા, આ વ્રત કરો ને અપવાસ કરીને તપ કરોને... અરે ! ઈ તો રાગની ક્રિયા છે, આસ્રવ છે જ્યાં ક્યાં ધરમ હતો? અરે ! ભગવાન, જ્યાં ભગવાન (નિજાત્મા) પડયો છે ત્યાં તું જોને એકવાર ! આહાહાહા ! ધર્મી એવો ભગવાન એમાં અનંત અનંત ધર્મ સ્વભાવ છે. તેવા
સ્વભાવની સામું જોને ! આહાહા... તને ધરમ પ્રગટશે. એ ધરમ એવો પ્રગટશે કે ફરીને મિથ્યાત્વ આવે નહીં એવો પ્રગટશે. આહાહાહાહા !
ઉન્મેલન નહીં એટલે અંકુર શબ્દ કાઢયો અંદરથી અંકુર શબ્દ નથી આમાં અંદર. (શ્રોતા – પ્રાદુર્ભાવ કહ્યું) પ્રાદુર્ભાવ બસ એટલું, પછી એનો અર્થ કર્યો. આહાહાહા ! કો” આ. આમ સર્વથી જુદા આમ પાંચ લીટીમાં આટલું બધું ભર્યું છે. આહાહાહા !
આચાર્યો, મુનિઓ પોતે એમ કહે છે. કુંદકુંદાચાર્ય તો ભગવાન પાસે ગયા હતા. કુંદકુંદાચાર્ય દિગમ્બર સંત, સંવત ઓગણપચાસ ભગવાન ત્રિલોકનાથ સીમંધર પ્રભુ બિરાજે છે. મહાવિદેહ
ત્યાં ગયા હતા, આઠ દિન રહ્યા હતા. એ તો કહે, પણ આ તો એનાં ટીકાકાર પોકાર કરે છે, આહા અરે ટીકાકાર કહે છે કે, અમે જેને કીધું, એનો પોકાર “આ” છે. ભલે ઈ ભગવાન પાસે