________________
શ્લોક - ૩૨
૧૫
ગા
(વસન્તતિના) मज्जन्तु निर्भरममी सममेव लोका आलोकमुच्छलति शान्तरसे समस्ताः। आप्लाव्य विभ्रमतिरस्करिणीं भरेण प्रोन्मग्न एष भगवानवबोधसिन्धुः ।।३२।।
હવે, એવો આત્માનો અનુભવ થયો તેનો મહિમા કહી પ્રે૨ણારૂપ કાવ્ય આચાર્ય કહે છે કે આવા જ્ઞાનસ્વરૂપ આત્મામાં સમસ્ત લોકનિમગ્ન થાઓઃ
શ્લોકાર્થઃ-[ ષ: માવાન્અવવોધસિન્ધુ: ]આ જ્ઞાનસમુદ્ર ભગવાન આત્મા[વિભ્રમતિરરિળી મરેળ આપ્નાવ્ય] વિભ્રમરૂપ આડી ચાદરને સમૂળગી ડુબાડી દઈને (દૂર કરીને )[પ્રોજ્ન્મન: ] પોતે સર્વાંગ પ્રગટ થયો છે; [ સમી સમસ્તા: ભોળા ]તેથી હવે આ સમસ્ત લોક [શાન્તરસે] તેના શાંત રસમાં [ સમન્ વ] એકીસાથે જ [નિર્મણ્] અત્યન્ત [મધ્નન્દુ] મગ્ન થાઓ. કેવો છે શાંત રસ ? [ આલોક્ રચ્છન્નતિ] સમસ્ત
લોક પર્યંત ઊછળી રહ્યો છે.
ભાવાર્થ:-જેમ સમુદ્રની આડું કાંઈ આવી જાય ત્યારે જળ નથી દેખાતું અને જ્યારે આડ દૂર થાય ત્યારે જળ પ્રગટ થાય; પ્રગટ થતાં, લોકને પ્રે૨ણાયોગ્ય થાય કે ‘આ જળમાં સર્વ લોક સ્નાન કરો'; તેવી રીતે આ આત્મા વિભ્રમથી આચ્છાદિત હતો ત્યારે તેનું સ્વરૂપ નહોતું દેખાતું; હવે વિભ્રમ દૂર થયો ત્યારે યથાસ્વરૂપ ( જેવું છે તેવું સ્વરૂપ ) પ્રગટ થયું; તેથી ‘હવે તેના વીતરાગ વિજ્ઞાનરૂપ શાંતરસમાં એકીવખતે સર્વ લોક મગ્ન થાઓ’ એમ આચાર્યે પ્રે૨ણા કરી છે. અથવા એવો પણ અર્થ છે કે જ્યારે આત્માનું અજ્ઞાન દૂર થાય ત્યારે કેવળજ્ઞાન પ્રગટ થાય અને કેવળજ્ઞાન પ્રગટ થતાં સમસ્ત લોકમાં રહેલા પદાર્થો એકીવખતે જ જ્ઞાનમાં આવી ઝળકે છે તેને સર્વ લોક દેખો. ૩૨.
પ્રવચન નં. ૧૧૧ ગાથા ૩૮નો શ્લોક - ૩૨ તા. ૧૮-૧૦-૭૮ બુધવા૨ આસો વદ-૨ સં. ૨૫૦૪
मज्जन्तु निर्भरममी सममेव लोका आलोकमुच्छलति शान्तरसे समस्ताः । आप्लाव्य विभ्रमतिरस्करिणीं भरेण प्रोन्मग्न एष भगवानवबोधसिन्धुः ।।३२।।
',
આ જીવ અધિકા૨નો છેલ્લો કળશ છે ને ? “એષ ભગવાન અવબોધ સિન્ધુઃ ” એષ આ ચૈતન્ય પ્રત્યક્ષ ભગવાન આત્મા, ‘એષ’ આ, ચૈતન્યપ્રત્યક્ષ, ચૈતન્યલોક ઐસા ભગવાન અવબોધ સિંધુ; ભગવાન એટલે આત્મા, છે ને ભગવાન આત્મા, જ્ઞાન સમુદ્ર અવબોધ સિંધુઃ એ તો શાનસિંધુ છે, જ્ઞાનનું પાત્ર છે. જ્ઞાન સ્વરૂપ જ છે. એષ પ્રત્યક્ષ પ્રભુ, ચૈતન્ય ભગવાન