________________
ગાથા - ૩૮
૫૯૫ “અહું એકકો”ની વ્યાખ્યા થઈ. એક અક્ષરની વ્યાખ્યા. હવે “શુદ્ધોની વ્યાખ્યા લેશે.
(શ્રોતા:- પ્રમાણવચન ગુરુદેવ.)
પ્રવચન નં. ૧૦૯ ગાથા - ૩૮ તા. ૧૫-૧૦-૭૮ રવિવાર આસો સુદ ૧૪ સં. ૨૫૦૪
આડત્રીસમી ગાથા, ટીકા, ફરીને, કાલ તો હિન્દી હાલ્યું'તું ને!
આ આડત્રીસ ગાથા, જીવના અધિકારની પૂર્ણની ગાથા છે એ જીવ અધિકાર આંહી પૂર્ણ થાય છે. એટલે? કે જીવનું કથન જે સર્વશે સંતોએ કહ્યું, એવું જેણે અંદર જાણ્યું, અનુભવ્યું અને દર્શનજ્ઞાનચારિત્રરૂપ પરિણમન થયું, એ જીવ કેવો છે એનું આંહી વર્ણન છે.
હવે એમાં પાઠમાં તો આ છે “અહં” પણ “અહં” પહેલાં એ જે “અહં” નહોતો સમજ્યો એ કેવો હતો “અહં” શબ્દ છે ને તો “અહં” તો પોતે નિર્ણય કરે છે કે હું આ છું. પણ એ કોણ? કે પહેલો તો અજ્ઞાની હતો એની આંહી વાત કરી છે એ એમાંથી “હું” માંથી કાઢયું છે.
( ટીકા :-) જે, અનાદિ મોહ, મોહથી કહો કે અજ્ઞાનથી એ બે એક જ છે, મોહરૂપ અજ્ઞાનથી એમ, ઉન્મત્તપણાને લીધે, પાગલ હતો, પાગલ. આહાહાહા ! જે આ શરીર છે એ હું છું, પાપના પરિણામ છે તે હું છું, શુભરાગ જે દયા-દાનનો વિકલ્પ જે શુભરાગ એ હું છું, એમ મોહથી પાગલ થઈ ગયેલો હતો. મોહ શબ્દ અજ્ઞાનથી, સ્વરૂપનું ભાન ન મળે, એથી એ વિકારી પરિણામને પોતાના માનતો, શરીર મારું માનતો, એને લઈને એ અત્યંત અપ્રતિબદ્ધ હતો, અત્યંત મૂંઢ હતો અજ્ઞાની. આહાહાહા ! જુઓ, એને આંહી સમજાવે છે.
જેને આત્મા અંદર શુદ્ધ ચૈતન્યમૂર્તિ કોણ છે? એની (મુલ) ખબર નથી, અને એ પુણ્ય ને પાપના ભાવ ને શરીરને, પરમાં મોહને લઈને – પોતાનું માનીને પાગલ ઉન્મત્ત થયો છે, આહાહા... એ અત્યંત અપ્રતિબદ્ધ હતો, અત્યંત અજ્ઞાની હતો એમ કહે છે.
એને, વિરક્ત ગુરુથી, નિર્ગથ અથવા રાગથી રક્ત રહિત, સ્વભાવમાં રક્તવાળા સંતોથી આહાહાહા... પુણ્ય ને પાપના ભાવ, રાગ એનાથી વિરક્ત છે અને સ્વરૂપ આનંદમૂર્તિ પ્રભુ એમાં જે રક્ત છે, એવા સંતો, મુનિઓ એવા ગુરુ એણે એને સમજાવ્યું. ભાઈ ! પ્રભુ, તું કોણ છો?નિરંતર સમજાવવામાં આવતાં; એનો અર્થ એ કે સમજાવ્યું તો ભલે એકવાર કે બેવાર પણ એણે વારંવાર (તેનું જ) ઘોલન કર્યું કે ઓહો ! આ ગુરુ તો એમ કહે છે કે બહિર્મુખની જે વૃત્તિઓ પુણ્ય પાપની છે એ તું નહીં. તારી ચીજ અંદરથી જુદી છે ભાઈ ! આહા!
એને વારંવાર સમજાવતાં અથવા વારંવાર સમજણના રાગથી ભેદ કરવાના અભ્યાસથી આહાહાહા... જે કોઈ પ્રકારે સમજી, છે? સાવધાન થઈ સમજ્યો. સાવધાન થયો. જે પરમાં રાગને પુણ્યાદિ ભાવમાં સાવધાન હતો, એ ગુલાંટ ખાઈને સ્વરૂપમાં સાવધાન થયો. આહાહા !
ન્યાં મોહ કીધો હતો ને, મોહ એટલે પરમાં સાવધાન હતો. આહાહાહા ! એ જીવ, “અહં” હું કોણ છું એની પછી વ્યાખ્યા લેશે.
એ કોઈપણ રીતે સમજ્યો, સાવધાન થયો, જેમ કોઈ મૂઠીમાં રાખેલું સુવર્ણ ભૂલી ગયો હોય હાથમાં સોનું હોય ને ભૂલી જાય, ફરી યાદ કરે કે સોનું તો છે કહે છે હાથમાં ક્યાંય બીજે