________________
૫૭૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ બધાને પરિણમનમાં નિમિત્ત થાય એવી તાકાત છે. ધર્માસ્તિકાયના એકેક પ્રદેશમાં એટલી તાકાત છે કે અનંતા આત્મા અને પરમાણુ એ સમયે ગતિ થાય તો એમાં નિમિત્તપણું થાય એવી એની તાકાત છે. અધર્માસ્તિકાયના એકેક પ્રદેશમાં એવી તાકાત છે કે અનંત આત્માઓ અને અનંત પરમાણુ તે સ્થાને ગતિ કરીને સ્થિર થાય તો તેમાં નિમિત્તની શક્તિ અનંતની છે. ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાશ અને કાળ, એક પરમાણુમાં એવી તાકાત છે કે અનંતા અનંતા ગુણો જેમાં પાર નથી, માપ નથી કે આ ગુણ આ વર્ણ ગંધ રસ સ્પર્શ કરતા કરતા કરતા કરતા આ આ આ છેલ્લો ગુણ, એ આટલું જ દ્રવ્ય છે એમ ન જુઓ, એ જડ સ્વભાવી વસ્તુ છે. કે જેના અંતરમાં અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંતના અનંત ગુણા ગુણો તોપણ પાર ન આવે એક પરમાણુમાં એટલા ગુણોનો સ્વભાવ છે ને એટલી એની પર્યાય છે. આહાહાહા ! એવા અનંતા આત્માઓ અને અનંત રજકણો એના અનંત ગુણો એની અનંતી પર્યાયો, ભગવાન આત્મા એમ જાણે છે, પર્યાયમાં હોં, જાણે છે તો પર્યાયમાં ને? કે આ બધી ચીજો મારામાં પ્રકાશમાન થાય, જણાય. હું તો જાણનારો છું. છે? આહા! મારે કોઈ સંબંધ નથી એની સાથે. આહાહાહા ! કેટલી ગહરી ગહરી શક્તિ જગતની. આહાહાહા ! એને આત્મા એમ જાણે, કે મારી જ્ઞાનની પર્યાયમાં એક ગુણની એક પર્યાયમાં, આહાહાહાહાહા. એ બધા અનંતાઓ પ્રકાશમાન થાય છે એવો મારો સ્વભાવ છે. આહાહાહા !
એવી એક સમયની જ્ઞાનની પર્યાયની આટલી તાકાત ! એવી એવી અનંતી પર્યાયમાં એટલી જ બધી તાકાત!! આહાહા... એવી બધી પર્યાયનો જાણનાર મારી પર્યાય, એ એમ જાણે છે કે, “ટંકોત્કર્ણ એક જ્ઞાયકસ્વભાવપણાથી પરમાર્થે અંતરંગતત્ત્વ તો હું છું”. જાણે છે વર્તમાન પર્યાય, એ પર્યાય એમ જાણે છે કે, પ્રગટ પર્યાય કે ટંકોત્કીર્ણ એવો ને એવો ચૈતન્ય સ્વભાવ એક જ્ઞાયક સ્વભાવ, એક જ્ઞાયક સ્વભાવ, પર્યાયો ભલે અનેક હો, ગુણ અનેક હો, પણ વસ્તુ છે એ તો એકરૂપ જ્ઞાયકભાવ, એક જ્ઞાયક સ્વભાવભાવ, સ્વભાવપણાથી પરમાર્થે અંતરંગ તત્ત્વ તો હું છું. આહાહાહા... એ પર્યાય એમ જાણે છે કે હું અંતરંગ તત્વ તો આ પર્યાયમાં જે બધું જણાય છે એની જાણનારની મારી પર્યાયમાં પ્રકાશમાન છે. એવી પર્યાય એમ જાણે છે કે હું તો ટૂંકોત્કીર્ણ જ્ઞાયકભાવ અંતરંગ તત્વ છું. આહાહા ! એ બધા જણાય છે એક પરની (પરલક્ષી) પર્યાયમાં એટલોય હું નહીં. આહાહાહા! ભાઈ વીતરાગ માર્ગ બહુ સૂક્ષ્મ છે. આહાહાહા !
એ જ્ઞાન પર્યાય આવા અનંતા દ્રવ્યોને એક સમયમાં એના ગુણોને પ્રકાશવામાં, પોતાથી પ્રકાશવામાં સમર્થ છે, એ પર્યાય એમ કહે છે, આહાહા કે હું તો એક ગ્લાયક સ્વભાવપણાથી, મારો તો ત્રિકાળી જ્ઞાયક સ્વભાવ ભરેલો છે, એક સમયની પર્યાય જેટલો નહીં. આહાહાહા ! (શ્રોતા- એકલો જ્ઞાયક સ્વભાવ કહે કે અનંત ગુણ ભેગા આવી જાય છે.) એક ગ્લાયક સ્વભાવ કહેતાં જ અનંતા ગુણો, પણ અહીં જ્ઞાનની પ્રધાનતાથી વર્ણન લેવું છે ને? કેમ કે જ્ઞાન પર્યાય જાણે છે ને એટલે જ્ઞાયકભાવ જ્ઞાનસ્વભાવ છે એમ લેવું છે, બાકી તો અનંતા સ્વભાવ છે. પણ અનંત સ્વભાવને જાણનારું જ્ઞાન છે ને? અને જ્ઞાનની પ્રધાનતા છે ને? બીજા છે એની એને ખબર નથી. બીજા અનંત ગુણો છે એ ગુણને ગુણની ખબર નથી. (શ્રોતા- એ ક્યાં જરૂર છે