________________
ગાથા – ૩૭
૫૭૩ આ ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પદ્ગલ, અન્ય જીવો એ સર્વ પરદ્રવ્યો મારા સંબંધી નથી. મારા જ્ઞાનમાં એ અનંત અનંત પરમાણુઓ, અનંત જીવો જાણવામાં આવે, છતાં એ મારે ને એને કાંઈ સંબંધ નથી. (શ્રોતા:- જાણવામાં આવે એટલો સંબંધ તો થયો ને?) જાણવામાં આવ્યું છે એ પોતાનું સ્વરૂપ. પણ એને જાણવામાં આવ્યું એ વ્યવહાર કહ્યો. (શ્રોતા:- એય વ્યવહાર છે) શેય જ્ઞાયક સંબંધ એ વ્યવહાર છે. (શ્રોતા- વ્યવહાર સંબંધ તો ખરો ને?) વ્યવહાર એટલે? નિમિત્ત છે સામે એટલું. વ્યવહાર એટલે શું? જાણવામાં પોતાથી જાણ્યું છે. જ્ઞાનના સ્વભાવમાં સ્વપરપ્રકાશના સામર્થ્યથી પ્રકાશમાન બધા દ્રવ્યો જાણ્યાં. પણ એ પોતાની સ્વ-શક્તિથી જાણે છે. એને પરને જાણ્યાં એમ કહેવું એમ વ્યવહાર છે. નિમિત્ત-નિમિત્ત સંબંધ એટલો બતાવ્યો.
છતાં આહાહાહા.. મારો ભગવાન આત્મા જ્ઞાયક સ્વભાવ એની સાથે એને કાંઈ સંબંધ નથી. “કારણ” ત્યાં સુધી તો આવ્યું'તું કાલે. ઝીણી વાત છે પ્રભુ. ઓહોહોહો ! એકેક પરમાણુમાં અનંત અનંત ગુણ જેનું માપ નહીં, એવા અનંત અનંત પરમાણુઓ, એકેક આત્મામાં અનંત અનંત ગુણ જેનો અંત નહીં. આહાહાહા ! એવા અનંત આત્માઓ અને અનંત પરમાણુઓ મારા જ્ઞાનમાં જણાય છે, જણાય છે. આહાહાહા ! (શ્રોતા – એ જણાય છે કે એ સંબંધીનું પોતાનું જ્ઞાન જણાય છે.) એ જાણે છે એમ કહેવું છે ને અત્યારે તો! જાણે છે પોતાની પર્યાય પણ ઈ એ જણાય છે જણાય છે એમ. આહાહાહા ! કેટલા પણ પદાર્થ એમ, ભાઈ ઝીણી વાત છે ભાષાએ પાર પડે એવું નથી. એવી વસ્તુ એવી છે. આહા !
ભગવાન આત્મા એની જ્ઞાનની પર્યાયમાં અનંત, અનંત અહીંયા અંગુળના અસંખ્ય ભાગ અહીં લ્યો તો એમાં અનંત આત્મા છે અને અનંતા સ્કંધો છે. અનંતા તેજસ ને કાર્પણ શરીર છે. આહાહાહા! એવો આખો લોક ભર્યો છે. છતાં મારા જ્ઞાનમાં એ પ્રકાશમાન જણાય છે. આ છે એમ જણાય છે એટલું. બાકી મારે ને એને કાંઈ સંબંધ નથી. આહાહા ! સ્ત્રી કુટુંબ ને પરિવાર જ્ઞાની એમ જાણે છે કે મારા જ્ઞાનમાં એ છે એમ જણાય છે, મારાં છે એમ નહીં. આહાહાહા ! દેવ ગુરુ ને શાસ્ત્ર, દેવ અનંત સિદ્ધો, લાખો અરિહંતો, કરોડો આદિ આચાર્ય, ઉપાધ્યાય, સાધુઓ એ બધા પરદ્રવ્યમાં અનંત અનંત ગુણ સહિત એવા અનંતા આત્માઓ અને અનંત રજકણો, મારા પ્રકાશમાનમાં પ્રકાશે છે. બાકી મારે અને એને કાંઇ સંબંધ છે નહીં. આહાહાહા ! આખિરની ગાથા છે ને?
(શ્રોતા – ધર્માસ્તિકાય ને અધર્માસ્તિકાય એને પહેલા કેમ લીધા) ચાર નામ આપ્યા. છ દ્રવ્યને બધે ઠેકાણે એમ આવે છે ને? ધર્માસ્તિથી આદિથી છ નામ આવે ત્યારે આ પ્રમાણે જ શાસ્ત્રમાં આવે. ગતિમાં નિમિત્ત, સ્થિરતામાં નિમિત્ત અધર્માસ્તિ, કાળ, આકાશ, આકાશના એક પ્રદેશમાં અનંતા આત્માઓ અને અનંતા રજકણો છે, એ સૂક્ષ્મ થઇને આવે તો એક પ્રદેશમાં સમાઈ જાય. એટલી તો આકાશના એક પ્રદેશની અવગાહન શક્તિ છે. આહાહાહા.... ઝીણી વાતું બાપુ! વીતરાગ માર્ગ બહુ ઝીણો છે. આહાહા! એક આકાશના પ્રદેશમાં આ અહીંથી જે અંગૂલ અહીં અસંખ્ય અનંત આત્માઓ અને અનંત રજકણો છે એવો આખો લોક ભર્યો છે, એ જો સૂક્ષ્મ થઈને એક પ્રદેશમાં આવે તો સમાઈ જાય એવી એક પ્રદેશની અવગાહન શક્તિ છે.
એમ એક કાળાણુંની એટલી શક્તિ છે કે અનંત પુગલો જો એ સ્થાનમાં આવે જીવો તો