________________
૫૭૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨
છે. આહાહાહાહા... એવું નથી.
એ જ્ઞાયકભાવ અંતરંગતત્ત્વ તે હું છું અને પર્યાયમાં આ બધું પ્રકાશે છે તે પર્યાય જેટલો હું નથી. એટલો તો પ્રકાશું છું પણ એની સાથે મારો ભગવાન અનાકુળ આનંદસ્વરૂપ છે તેથી વર્તમાનમાં પણ હું અનાકુળ આનંદને અનુભવું છું. એવો જે ભગવાન આત્મા, આહાહાહા... એ જાણે છે કે, અનાકુળ આત્માને અનુભવતો એવો ભગવાન આત્મા જ જાણે છે કે, આહાહાહા... સમજાણું કાંઈ ? આહાહાહા !
ધન્ય ભાગ્ય આવી વસ્તુ રહી ગઇ, ૫૨માર્થ ને કેવળીના વિરહ પડયા, પણ વિરહ ભૂલાવે એવી વાતું છે. આહાહાહા ! હું આત્મા, મારી પર્યાયમાં, એક પર્યાય જ્ઞાનની એમાં, અનંતા અનંતા દ્રવ્ય સ્વભાવો જે છે, એ મારો સ્વભાવ છોડયા વિના મને પ્રકાશે છે. એની સાથે મારો ભગવાન એકરૂપ આત્મા, એને અનાકુળ આત્માને અનુભવતો, આહાહાહાહા... અનંતાને ત્યારે જાણ્યું કહેવાય કે જેની સાથે આનંદનો અનુભવ હોય એમ કહે છે. આહાહા ! શું શૈલી ! ગજબ નાથ ! એ અનંતાને જાણવાનો પ્રકાશનો પર્યાય એને ત્યારે કહીએ આહાહા... કે એકરૂપ અનાકુળ ભગવાન આત્માનો અનુભવ (જ્ઞાનને આનંદ) તો સાથે, આહાહા... ભગવાન આત્મા જ જાણે છે કે, આહા... અનાકુળ આત્માના આનંદને આહાહાહા... અનુભવતો ભગવાન આત્મા જાણે છે કે આ ચીજ છે. આહાહા ! “હું પ્રગટ નિશ્ચયથી એક જ છું.”
આહાહાહાહાહા!
“હું પ્રગટ વ્યક્ત પ્રગટ નિશ્ચયથી એક જ છું.” આહાહાહા... એ અનંતને જાણવા છતાં હું અનેક થઇ જતો નથી, અને પર્યાયમાં અનેકપણું હોવા છતાં દ્રવ્ય અનેક થઇ જતું નથી. દ્રવ્ય તો એકરૂપે રહે છે. આહાહાહા ! સમજાણું કાંઈ ? આહાહાહા ! હું પ્રગટ ખરેખર એક જ છું, “માટે, શેયજ્ઞાયકભાવમાત્રથી ઊપજેલું ૫૨દ્રવ્યો સાથે ૫૨સ્પ૨ મિલન” મારે અને જ્ઞેયને જ્ઞાયકભાવ માત્રથી, મારે શાયકભાવમાત્રથી અને શેયની સાથે જાણવાનું ઊપજેલું “છતાં પણ પ્રગટ સ્વાદમાં આવતા સ્વભાવના ભેદને લીધે ” આહાહાહાહા... મારે એને શેયને જાણવાનો મારો સ્વભાવ હોવા છતાં, મારો સ્વાદ અનાકુળ આનંદ અને એની ચીજનો સ્વાદ જુદો, આહાહાહાહા... પણ પ્રગટ સ્વાદમાં આવતા સ્વભાવના ભેદને લીધે, એ છ દ્રવ્યોનો સ્વભાવ અરે અનંત સિદ્ધોનો સ્વભાવ, એનો સ્વાદનો ભાવ એની પાસે, અનંતા નિગોદના સ્વાદનો આકુળતાનો ભાવ એની પાસે, હું એને પ્રકાશવા છતાં, આહા... “મારા સ્વાદના ભેદને લીધે, ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને અન્ય જીવ પ્રત્યે નિર્મમ છું” આહાહાહા ! એ મારા છે એમ નહીં હું તો નિર્મમ છું. આહાહાહા ! સિદ્ધો મારા છે, અરિહંતો મારા છે, ગુરુ મારા છે એમ નહીં કહે છે. આહાહાહા... બાયડી છોકરા કુટુંબ તો ક્યાંય રહી ગયા, આહાહા... અનંતા સિદ્ધો મારી પર્યાયમાં પ્રકાશે છતાં શેય-જ્ઞાયકભાવપણાના ભાવને લીધે મારા સ્વાદથી એ ચીજ ભિન્ન છે, આહાહા... માટે તેના પ્રત્યે નિર્મમ છું. આહાહાહા !
k
બધાને પ્રકાશવાની પર્યાયમાં આટલી તાકાત હોવા છતાં અંતરંગતત્ત્વ તે એક હું છું અને તે તત્ત્વ અનાકુળ આનંદને વર્તમાનમાં હું અનુભવું છું. એકલું જાણવું થયું છે એમ નહીં એમ કહે છે. આહાહા ! મારો સ્વાદ પણ ફરી ગયો. આહાહાહા !પ્રકાશવામાં આવ્યા અને મારો અનાકુળ