________________
૫૭૯
ગાથા ૩૭
આનંદનો સ્વાદ પણ સાથે આવ્યો. આહાહાહા ! એવા અનાકુળ આનંદના સ્વાદથી બીજાના સ્વાદના તત્ત્વો ભિન્ન છે તેમ હું જાણું છું. આહાહાહા ! શું ટીકા તે ગજબ વાત છે ને ! અરે એકેક શ્લોક આ વાત ક્યાંય દિગંબર સંતો સિવાય ક્યાંય છે નહીં લાગે દુઃખ લાગે બીજાને કે, ત્યારે
આ સંપ્રદાય ખોટો ? બાપુ ભાઈ છે ઈ છે બાપા. આહાહાહા ! પ્રગટ સ્વાદમાં આવતા સ્વભાવના ભેદને લીધે, એટલે કે અનાકુળ આનંદ તો હું છું, પણ તેનો પર્યાયમાં પણ સ્વાદ આવે છે પ્રગટ, આહાહા ! સમજાય છે કાંઈ ? પ્રગટ સ્વાદમાં સ્વભાવના ભેદને લીધે, સ્વાદમાં આવતા સ્વભાવના ભેદને લીધે, આહાહાહા... ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને અન્ય જીવ એ પ્રત્યે હું નિર્મમ છું. આહાહા... એ મારા નથી. મારા સ્વાદમાં આવતો મારો પ્રભુ, આહાહા... એ બીજા એ મારાં નથી. આહાહાહા... જ્ઞાન અને આનંદની મુખ્યતા બે વર્ણવી, છે તો અનંત ગુણો પણ પ્રકાશ અસાધારણ જ્ઞાનસ્વભાવ અને એની સાથે આનંદસ્વભાવ, એને આહાહાહા ! બેપણે વર્ણવ્યા ભાઈ, અનંત તો ભેગાં છે.
“કારણકે સદાય પોતાના એકપણામાં પ્રાસ હોવાથી ” મારો પ્રભુ સદાય પોતાના એકપણામાં પ્રાસ હોવાથી એકપણામાં પ્રાપ્ત છે. દ્વૈતપણું એમાં થતું જ નથી. આહાહાહા ! સદાય પોતાના એકપણામાં પ્રાસ હોવાથી “સમય નામ આત્મા અથવા દરેક પદાર્થ એવો ને એવો સ્થિત ૨હે છે.” આહાહાહા... હું બધાને પ્રકાશું છતાં મારા અનાકુળ સ્વભાવના સ્વાદથી બીજાને જાણું છતાં તેના પ્રત્યે નિર્મમ છું. અને તે મારો આત્મા એવો ને એવો સ્થિત રહે છે. આહાહાહાહા... દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે આનંદને પ્રકાશતું એવું ને એવું જ સ્થિત છે. આહાહા... એને ને મારે કાંઇ સંબંધ બીજાને છે નહીં. આહાહાહા ! કહો રામજી, ગોવિંદરામજી નહીં. આપણે રામજી કહીશું, રામ છે ને આત્મા. ( શ્રોતાઃ- ગોવિંદને રામ બેય એક જહોય ) ગોવિંદને રામ આહાહા... આહા... શું ભાષામાં ભાવ ભર્યા છે. આહાહાહા !
હવે એ સંતો જ્યારે ટીકા કરતા હશે. આહાહાહા... એમની દશામાં ભલે વિકલ્પ ઊઠયો ! છતાં તેને અને બધાને જાણતો પ્રકાશમાન એવો મારો અંતરંગતત્ત્વ, આહાહા... તે બીજાના સ્વભાવથી ભિન્ન છે અને મારા સ્વભાવથી બીજા સ્વભાવવાળા ભિન્ન છે. આહાહા !
એવો મારો પ્રગટ પ્રભુ. આહાહાહા ! છે ? સદાય પોતાના એકપણામાં પ્રાસ હોવાથી અનેક અનંતને જાણવા છતાં હું એકપણામાં છું. અનંતને જાણતા છતાં હું એકપણામાં છું. અનેકને જાણતાં હું અનેકપણે થઇ ગયો નથી. આહાહાહા... કેટલી ધીરજ જોઇએ બાપુ, આહાહા... મારો આત્મા અને બીજાઓ તો એવા ને એવા સ્થિત રહે છે. આહાહા ! પોતાના સ્વભાવને કોઇ પદાર્થ છોડતો નથી. – “ ‘આ પ્રકારે શેયભાવોથી ભેદજ્ઞાન થયું” આહાહાહા... શેયો પણ તેના સ્વભાવમાં સ્થિત એકરૂપ રહે છે. હું પણ મારા સ્વભાવમાં એક છું. આહાહાહા... આ પ્રકારે શેયભાવોથી ભેદજ્ઞાન થયું. આહાહાહાહા... શેયોથી મારો શાયકભાવ ભિન્ન છે એમ અહીંયા ભેદજ્ઞાન કર્યું. આહાહાહા...