________________
૫૮)
સમયસાર સિદ્ધિ ભાગ-૨
4
(
શ્લોક - ૩૧ ).
(માલિની). इति सति सह सर्वैरन्यभावैर्विवेके स्वयमयमुपयोगो बिभ्रदात्मानमेकम् । प्रकटितपरमार्थैर्दर्शनज्ञानवृत्तैः
कृतपरिणतिरात्माराम एव प्रवृत्तः।।३१।। અહીં આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે -
શ્લોકાર્થ:- [ તિ] આમ પૂર્વોક્ત પ્રકારે ભાવકભાવ અને શેયભાવોથી ભેદજ્ઞાન થતાં [ સર્વે: અન્જમાવૈઃ સદ વિવેવ સતિ] સર્વ અન્યભાવોથી જ્યારે ભિન્નતા થઈ ત્યારે [વયં ઉપયો:] આ ઉપયોગ છે તે [સ્વયં] પોતે જ [છું માત્માનમ] પોતાના એક આત્માને જ [ વિશ્વત]ધારતો,[ પ્રતિપુરમ: વનજ્ઞાનવૃતૈ: 9તપરિતિઃ] જેમનો પરમાર્થ પ્રગટ થયો છે એવાં દર્શનશાનચારિત્રથી જેણે પરિણતિ કરી છે એવો, [ માત્મસારાને રવ પ્રવૃત્ત:] પોતાના આત્મારૂપી બાગ (ક્રીડાવન) માં જ પ્રવૃત્તિ કરે છે, અન્ય જગ્યાએ જતો નથી.
ભાવાર્થ-સર્વ પરદ્રવ્યોથી તથા તેમનાથી ઉત્પન્ન થયેલા ભાવોથી જ્યારે ભેદ જાણ્યો ત્યારે ઉપયોગને રમવાને માટે પોતાનો આત્મા જ રહ્યો, અન્ય ઠેકાણું ન રહ્યું. આ રીતે દર્શનજ્ઞાનચારિત્ર સાથે એકરૂપ થયેલો તે આત્મામાં જ રમણ કરે છે એમ જાણવું. ૩૧.
શ્લોક – ૩૧ ઉપર પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન “આમ પૂર્વોકત પ્રકારે ભાવકભાવ અને શેયભાવોથી ભેદજ્ઞાન થતાં પહેલાં છત્રીસ ગાથામાં ભાવકભાવનું કહ્યું હતું, કર્મ જે ભાવક છે તેનાથી પર્યાયમાં ભાવ, ભાવ્ય વિકાર થાય તે ભાવકભાવ એનાથી ભેદ છે, ભાવકકર્મ એના નિમિત્તે થતી વિકારી ભાવ્ય (અવસ્થા) એ ભાવ્ય ને ભાવકથી ભગવાન ભિન્ન છે, એમ બતાવ્યું. આહાહાહા... એ વિકારી પર્યાયથી પણ ભગવાન ભિન્ન છે, એ વિકારી પર્યાય તો ભાવકનો ભાવ છે. એનાથી ભગવાન આત્મા ભિન્ન છે એમ બતાવ્યું. આહાહાહાહાહા.
અહીંયા શેયભાવોથી ભેદ છે એમ બતાવ્યું. સાડત્રીસમીમાં અનંત સિદ્ધો છે, અરિહંતો છે એનાથી પણ આ પ્રભુ તો ભિન્ન છે. આહાહાહા ! “સર્વે અન્ય ભાવેઃ સહ વિવેકે સતિ” “સર્વ અન્યભાવોથી જ્યારે ભિન્નતા” વિવેક, વિવેક એટલે ભિન્ન ભિન્નતા સર્વે સાથે વિવેક વિવેક એટલે ભેદ, ભેદજ્ઞાન થયું. “સર્વ અન્યભાવોથી જ્યારે ભિન્નતા થઈ ત્યારે આ ઉપયોગ છે તે પોતે પોતાના એક આત્માને જ ધારતો” ભેદથી વાત કરી છે. ઉપયોગ છે તે પોતે પોતાના એક આત્માને જ ધારતો.