________________
૫૮૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ હૈ. આહાહા! ઉસમેં રાગ ને ષકા વિકલ્પકી ગંધ નહીં. આહાહા ! અરે પર્યાયમેં અપૂર્ણતા હૈ એ ભી ઉસમેં નહીં. આહાહાહા ! જ્ઞાતા દ્રષ્ટા ભગવાન સ્વરૂપ પ્રભુ મેં હું, મેં આ નહીં ઐસે ગુરુસે સમજાને પર, અપના વિચારકી ધારામેં સમજ ગયે. આહાહા ! સમજમેં આયા? આવી વાત છે ભાઈ ! આહા!
આ શરીર, કહ્યું'તું ને એકવાર, એક બાઈ છોડી હતી અઢાર વરસની લડકી હતી, એના પતિને બીજી હતી. એનો પતિ પહેલી પરણ્યો તો એમાં ગુજરી ગઈ હતી લગન થયા, ને એને અહીંયા શીતળા નીકળ્યા શીતળા કયા કહેતે હૈ. (શ્રોતા- ચેચક) ઈતના દાણા નીકળ્યા કે દાણે દાણે ઈયળ, એ જીવ જીવ કયા કહેતે હૈં? ( શ્રોતા:- કીડા) કીડા, રૂપાળું શરીર હતું. ધોળું અમે જોયું હતું એને. પછી ઈયળું પડી ગાદલામાં સુવાડે, ગદ્દી આમ ફરે તો હજારો ઈયળું પડે ગાદલામાં સુવાડ, ગદ્દી આમ ફરે તો હજારો ઈયળું આ બાજુ પડે આમ ફરે તો આ બાજુ એ કહે બા માતા મેં આવા પાપ આ ભવમાં કર્યા નથી. મારી તો ઉંમર હજી અઢાર વર્ષની છે, હજુ બે વર્ષના લગ્ન છે આ ક્યાંથી આવ્યા, શું થયું આ. આહાહા ! એ કાણે કાણા કાણા પડ્યા હોયને છિદ્ર ને ઉસમેં આ કીડા, આહાહા.. બટકા ભરે, બા મેં આવા પાપ કર્યા નથી આ તો, આહાહા.. રોવે એ ગઠ્ઠીમાં ઠીક પડે નહીં કયાંય સુતા આમ સુતા કે આમ સુતા. ઠીક પડે નહીં. કારણકે સડી ગયા બધાને એમાં ઈયળ, કીડાં આ એ આ શરીર. એ માટીકા શરીર “સળીયે પડયું વિધ્વંસણ' આ જેવો માટીનો પિંડ. આહાહા ! આહા! આંહી કહેતે હૈ કે મેં શરીર હું, ઐસે માના થા. આહાહા... પ્રભુ શરીર તો માટી, ધૂળ પુદ્ગલકી હૈ ચીજ ને આ તો જડ હૈ. આહા... અરે અંદરમેં તેરે પુષ્ય ને પાપકા ભાવ હોતા હૈ ને પ્રભુ, એ તો વિભાવ હૈ, દુઃખ હૈ, વસ્તુ હૈ તો વિભાવસે મુક્ત હૈ. આહાહાહા ! એમ ગુરુએ સૂનાયા. આહાહાહા ! આકરું કામ ભાઈ, ધર્મ કોઈ એવી ચીજ હૈ, કે સાધારણ આ દયા પાળી ને વ્રત કિયા ને જાત્રા કિયાને ભક્તિ કિયા ને ધર્મ હો ગયા? હરામ ધર્મ હોય તો ત્યાં એ તો સબ રાગકી ક્રિયા હૈ. આહાહાહાહા ! સમજમેં આયા ?
અપના ચૈતન્યપ્રભુ આનંદકા દળ, આહાહાહાહા.. એ તરફકા સાવધાન હોકર અપને પરમેશ્વર, અપને જેમ મુઠ્ઠીમેં સોના થી ભૂલ ગયા. ઐસે અપને પરમેશ્વર આત્મા, આહાહા.... અનંત અનંત ઈશ્વર શક્તિઓં ભરા પડા પ્રભુ ભગવાન તેરેમેં તો જ્ઞાન, દર્શન, આનંદ, અનંત શક્તિ એ અનંત શક્તિ, ગુણ કહો કે શક્તિ કહો, ઉસમેં દરેકમેં ઈશ્વરતા ભરી હૈ. આહાહાહા.. ઐસા અનંત ગુણકા પરમેશ્વર તુમ હૈ. આહાહા ! અરે કેમ બેસે? કદી અભ્યાસ નહીં, નિવૃત્તિ નહીં, ફુરસદ નહીં. આહાહા ! તેરેમેં તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા ઐસે અનંત ગુણમેં, દરેક ગુણમેં પ્રભુતા ભરી હૈ, ઐસા અનંત અનંત ઈશ્વરકા ધણી તુમ પરમેશ્વર હૈ ને નાથ. આહાહા! ઉસકી તુમ રક્ષા કરને આહા ! સમજમેં આયા? આવું આવી વાત છે ભાઈ. વીતરાગ મારગ અલૌકિક હૈ.
લોકોએ અનંત કાળમેં કિયા તો નહીં પણ યથાર્થપણે સૂના હી નહીં. આહાહા ! આંહી તો જન્મ-મરણ રહિત હોર્નેકી ચીજકી બાત હૈ, જનમમરણ કરેગા એકાદ ભવ તો વો ભવમેંસે દૂસરા ભવ નરકને નિગોદકા હોગા. આહાહા! અહીંયા તો આચાર્ય મહારાજ કુંદકુંદાચાર્યદેવ