________________
શ્લોક – ૩૧
૫૮૧ પ્રકટિતપરમાર્થે: દર્શનજ્ઞાનવૃતૈઃ કૃતપરિણતિ ” જેમનો પરમાર્થ પ્રગટ થયો છે એવા દર્શન ચારિત્રથી જેણે પરિણતિ કરી છે” આહાહા... જેને એવો અંતરંગતત્ત્વ એવો ભગવાન દૃષ્ટિમાં લઇને પરિણમ્યો એને દર્શન જ્ઞાન અને ચારિત્ર ત્રણેય પરિણમ્યા છે કહે છે. આહાહાહા... ઉપયોગ શબ્દ પછી ત્યાં લીધો ને, પાઠમાં “આત્મા’ લીધો. ઉપયોગ છે તે જ હું છું. પછી ટીકામાં આત્મા લીધો ને ભાઈ, અહીં “ઉપયોગ લીધો, “આત્મા’ લીધો પણ એ ઉપયોગ, આત્મા એ ભેદ એમેય નહીં. એ તો આત્મા જ આખો. ઉપયોગ તે આત્મા એમ ભેદ પાડવો એ કરતાં ઉપયોગ સ્વરૂપ જ ભગવાન આત્મા અભેદ છે. આહા ! આહાહા !
ધારતો, ભગવાન આત્મા પોતાના સ્વભાવને ધારતો, જ્ઞાન દર્શન ને ચારિત્રરૂપ પરિણમતો, આહાહાહા.. ભાવકભાવથી ભિન્ન થયો, શેયભાવથી ભિન્ન થયો. હવે પોતે પોતાના સ્વભાવને ધારતો, આહાહા.... હવે આવી વાતું, આ તો મંત્રો છે. આહાહા! જેમનો પરમાર્થ પ્રગટ થયો છે. પરમાર્થ નામ ભગવાન આત્મામાં દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થયા છે. આહાહા! અંતરંગતત્ત્વ તે હું એવી પ્રતીતિ તે સમ્યગ્દર્શન, અંતરંગતત્ત્વ તે હું એનું જ્ઞાન તે સમ્યકજ્ઞાન, અંતરંગતત્ત્વમાં રમણતા તે ચારિત્ર. આહાહા ! એવા જે સ્વભાવમાં દર્શન જ્ઞાન ચારિત્ર હતાં, એ પર્યાયમાં પ્રગટ થઈ ગયા છે. આહાહા ! સમજાણું કાંઈ? પ્રગટ કીધું ને? આહા..“પ્રકટિત પરમાર્થે?” એમ છે ને પાઠ? પરમાર્થ– પરમ દર્શન જ્ઞાનને ચારિત્ર, હું જ્ઞાયકભાવ તે હું છું એમ પ્રતીતિ થઇ તે સમ્યગ્દર્શન પ્રગટ, જ્ઞાયકભાવ તે જ હું છું તેવું જ્ઞાન તે પ્રગટ તે પર્યાય જ્ઞાન અને તે જ્ઞાન અને દર્શનમાં સ્થિરતા થઇ તે પ્રગટ દર્શન, જ્ઞાન ને ચારિત્ર. આહાહા! શક્તિરૂપે તો હતા દર્શન, જ્ઞાન ને ચારિત્ર. સમજાય છે કાંઈ ? ઓલા બે પાડયા જ્ઞાન પ્રકાશ, આનંદ ને અનુભવ અને આ ત્રીજો હવે અહીંયા ચારિત્ર એ આનંદને હાથે લીધું. જ્ઞાન પ્રકાશ હતો ને? જ્ઞાનના બે ભેદ પાડયા, હવે અહીં દર્શન ને જ્ઞાન બે, પ્રતીત અને જ્ઞાન, ચારિત્રમાં આનંદ આવ્યો. આહાહાહા ! “પ્રકટિત પરમાર્ગે દર્શનજ્ઞાનવૃતેઃ ” જુઓ આ વૃતૈિઃ શબ્દ પડ્યો છે એ વ્રત નહીં. એટલે ચારિત્રના સ્વરૂપની રમણતા એ વૃતે. (શ્રોતા- પરિણમન) પરિણમન, સ્થિર. આહાહા !
જેમને પરમાર્થ પ્રગટ થયો છે, પરમાર્થ પ્રગટ થયો છે પરમ પરમાર્થ અંતરંગતત્ત્વ તો છે, એને હવે પરમાર્થ પ્રગટ થયો છે. આહાહાહા !દર્શન જ્ઞાન અને ચારિત્ર જેને પ્રગટ થયાં છે. જેણે પરિણતિ કરી છે એવો પોતાના આત્મારૂપી બાગમાં પ્રવૃત્તિ કરે છે. આહાહાહા... આત્મારૂપી બાગમાં છે ને? આત્મ આરામે – પ્રવૃત્તિ કરે છે. આત્મા પોતાના સ્વરૂપમાં પ્રવૃત્તિ કરે છે. આહાહાહા... આત્મારૂપી આરામ ! આરામસ્થળ! વિશ્રામ સ્થળમાં આરામમાં રમે છે. આહાહાહા... “અન્ય જગ્યાએ જતો નથી. એ રાગમાં અને પરમાં જતો નથી. આહાહાહા ! તેને અહીંયા આત્માને જીવ કહેવામાં આવે છે. જીવ અધિકાર છે ને? આહાહાહાહા.. માણસને ઓલા વ્યવહારની ક્રિયાના રસવાળાને આ એવું લાગે કે આ શું છે ? આવું આ? બાપુ મારગ આ છે ભાઈ. એ ક્રિયાનો રાગ છે એ તો ભાવકનો ભાવ છે. ક્રિયાનો જે રાગ છે ને દયા ને દાન ને વ્રત ને તે તો ભાવકનો ભાવ છે. એ સ્વભાવભાવ નહીં, એનાથી પણ અહીંયા તો ભેદ બતાવીને, આહાહા.. એ જાણનારો ભગવાન પ્રકાશે છે, અને અનાકુળ આનંદના સ્વાદમાં રહ્યો થકો પ્રગટ થયો છે. આહાહાહા !