________________
૫૮૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આ મહા માંગલિક છે. આહાહાહા... પોતાના આત્મારૂપી ક્રીડાવનમાં, આત્મામાં પ્રવૃત્તિ કરે છે. ટીકામાં નાખ્યું છે. ટીકા કરીને એમાં કહે આત્મા, ઉપયોગ છે. એમ બે ભાગ ન પાડો. આત્મા આત્મામાં છે નિશ્ચયથી અભેદ રાખો, ભેદ પાડીને કથન ન કરો એમ લખ્યું છે. કળશ ટીકામાં ઓલી કળશટીકામાં હોં અધ્યાત્મ તરંગીણિમાં.
ભાવાર્થ: “સર્વ પરદ્રવ્યોથી અને તેમનાથી ઉત્પન્ન થએલા ભાવોથી” તેમનાથી ઉત્પન્ન થયેલા ભાવો વિકાર આદિ “જ્યારે ભેદ જાણ્યો” સર્વ પરદ્રવ્યોથી અને તેમનાથી ઉત્પન્ન થયેલા ભાવો, એટલે પરદ્રવ્યો તે શેય ને આ ભાવકભાવ ઊપજેલા ભાવો એટલે, જ્યારે ભેદ જાણ્યો ત્યારે ઉપયોગને રમવાને માટે પોતાનો આત્મા રહ્યો. આહાહાહા!
જ્યારે રાગ અને પરશેયથી ભગવાનને ભિન્ન જાણ્યો ત્યારે એને રહેવાનું સ્થાન, રમવાનું તો આત્મા રહ્યો. આહાહા... પરમાં જે રમતો હતો એનાથી ભેદ કર્યો, એટલે આત્મામાં રહેવાનું રહ્યું. એને હવે. આહાહાહા ! ઉપયોગને રમવાને માટે પોતાનો આત્મા રહ્યો. “અન્ય ઠેકાણું ન રહ્યું” આહાહા... “આ રીતે દર્શન જ્ઞાન ચારિત્ર સાથે એકરૂપે થયેલો” છેલ્લી ગાથા કરવી છે જીવ અધિકારની આડત્રીસમી દર્શન જ્ઞાન ચારિત્ર સાથે એકરૂપ થયેલો. પર્યાયમાં તે આત્મા જ રમણ કરે છે. થયેલો તે આત્મામાં જ રમણ કરે છે, એમ જાણવું. આહાહાહા
હવે એ ૩૮ ની ઉપોદ્યાત છે.
હવે, એ રીતે દર્શનશાન ચારિત્રસ્વરૂપ પરિણત થયેલા આત્માને સ્વરૂપનું સંચેતન કેવું હોય, – એને વેદન કેવું હોય એમ કહેતાં આચાર્ય આ કથનને સંકોચે છે–આડત્રીસ ગાથા કહીને જીવનો અધિકાર પૂરો કરે છે.
- વિશેષ કહેશે (શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ)
* જ્ઞાનમાં જેમ જેમ સમજણ દ્વારા ભાવભાસન વધતું જાય છે, તેમ તેમ જ્ઞાનનું સામર્થ્ય વધતું જાય છે અને એ વધતાં, જ્ઞાનસામર્થ્ય વડે મોહ શિથિલ થતો જાય છે. જ્ઞાન જ્યાં સમ્યપણે પરિણમે છે ત્યાં મોહ સમૂળ નાશ પામે છે, માટે જ્ઞાનથી જ આત્માની સિદ્ધિ છે. જ્ઞાન સિવાય બીજો કોઈ આત્મસિદ્ધિનું સાધન નથી.
(દૃષ્ટિનાં નિધાન - ૬૮)