________________
ગાથા – ૩૭
૫૭૭ જ્ઞાનમાં પેસતા નથી. મારા ઉપયોગમાં એ આવતા નથી. આવી જતાં નથી. એના સંબંધીનું મારું જ્ઞાન મારામાં આવે છે. પણ એ ચીજ આવતી નથી. એ ચીજ તો એની સત્તામાં રહેલું એનું અસ્તિત્વ ત્યાં રહે છે. આહાહા! સમજાણું કાંઈ? અરેરે ! આહાહા ! આવું તત્ત્વ હવે સાધારણ
જ્યાં જાણીને અભિમાન થઈ જાય એને, આહાહા.. મને આવડે છે બાપુ. એ વાતું બહુ આકરી છે ભાઈ. શાસ્ત્રના કંઈ જાણપણા થાય અને આવડતના અંદર અભિમાન થઇ જાય. આહાહા... (શ્રોતા:- અટકી જવાય છે) અટકી ગયો, અટકી ગયો અટકી જાય છે ભાઈ – આહાહા... એ તો શાસ્ત્રનું જ્ઞાન એ ખંડખંડ જ્ઞાન, આ તો ભગવાન અખંડ વસ્તુ, જેના તરફથી થયેલું જ્ઞાન તે જ્ઞાનમાં બધા જણાય, છતાં તે અહીં આવે નહીં, અને એ પર્યાય પરમાર્થે અંતરંગતત્ત્વથી ભિન્ન છું, અને પરમાર્થે બાહ્ય તત્ત્વથી તે તેના સ્વભાવને છોડયા વિના તે ભિન્ન છે. આહાહાહાહા! ક્યાં ગયા છોટાભાઈ ! આવી વાતું છે આ બધી – કલકત્તામાં પૈસાના દરેડા થાય પાપના. આહાહા ! (શ્રોતા:- પ્રથમ પાપનો ઉદય છે એકલું પાપ જ છે) આહાહા ! આમ પૈસા મળે ત્યાં રાજી રાજી થઇ જાય અરે ભગવાન ત્રણકાળનો નાથ તું આટલામાં રાજી થયો શું થયું તને પ્રભુ!
તારી પર્યાયમાં અનંતા જણાય, અને તે પર્યાય એમ કહે કે હું તો અંતરંગતત્ત્વ અખંડ આનંદ છું તેને ઠેકાણે ત્યાં રાજી ન થતાં, અહીં રાજી થા છો. આહાહાહાહા!
વળી સ્વયમેવ નિત્ય ઉપયોગયુક્ત” કાયમ ઉપયોગ મારો ત્રિકાળી સ્વભાવ છે. આહાહાહા ! અને “પરમાર્થે એક, આહાહાહા... અનાકુળ આત્માને અનુભવતો ભગવાન” આહાહાહા ! ઓલું તો પ્રકાશત્વ અંતરંગતત્ત્વ એક છું. પણ હવે હું તો મારી પર્યાયમાં અનાકુળ આનંદને અનુભવતો એમ કહે છે. આહાહા ! પરમાર્થે, એક અનાકુળ આત્માને અનુભવતો, આહાહાહાહા.. આનંદ સ્વરૂપી આત્માને હું વેદતો અનુભવતો, આહાહાહાહા... એવો ભગવાન આત્મા જાણે છે કે, આહાહા.... પાઠમાં ઉપયોગ છે. “ઉપયોગ એવ અહમેક્કો” એટલે એક અર્થ કર્યો'તો ને નીચે, ઉપયોગ જાણે છે –ટીકામાં આમ દ્રવ્ય લીધું એટલે બીજો અર્થ કરવો પડ્યો. ધર્મી એમ કહે છે, કે મારી પર્યાયમાં અનંતા અનંતા પ્રકાશે છે, છતાં તેનો સ્વભાવ તે છોડતા નથી અને હું તે પ્રકાશે છે તેટલી પર્યાયવાળો નથી. આહાહાહા ! હું તો અંતરંગતત્ત્વ જ્ઞાયકભાવ સ્વભાવવાળો છું અને તે મારી પર્યાયમાં પ્રકાશે છે, એની સાથે હું અનાકુળ આનંદના અનુભવને અનુભવું છું. આહાહાહા ! એ બધા પ્રકાશે છે માટે ત્યાં આકુળતા થાય (એમ નથી.) આહાહાહા ! જ્ઞાનનો સ્વભાવ વર્ણવ્યો, ભેગો આનંદનો વર્ણવે છે હારે જ્યાં હોય ત્યાં જ્ઞાન ને આનંદ બે મૂકે. કે મારો પ્રભુ મારી પર્યાયમાં અનંતા દ્રવ્યના સ્વભાવને એને અડયા વિના જાણે છે, એના સ્વભાવને છોડતા નથી. છતાં હું એ પર્યાય જેટલો નથી, હું તો અંતરંગ પૂર્ણાનંદ જ્ઞાયકભાવ છું, એને લઇને જેમ પ્રકાશમાં અનંતાને પ્રકાશું હું મારી પર્યાયના બળથી, એમ મારા આનંદની પર્યાયથી હું મારા આત્માને અનાકુળ અનુભવું છું. આહાહાહા!
સ્વયમેવ નિત્ય ઉપયોગ એવો આ પરમાર્થે એક અનાકુળ આત્માને અનુભવતો થકો, આહાહાહા.. એવો ભગવાન આત્મા જ જાણે છે. આહાહા.... એટલે કે એ જાણે છે એ અનાકુળતા આનંદને અનુભવતો જાણે છે, જાણતાં એને દુઃખ થાય છે કે આકુળતા છે કે વિકલ્પ