________________
૫૭૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ સ્વભાવથી તે ભિન્ન છે. આહાહાહા ! એ પરદ્રવ્યો મારા સ્વભાવથી ભિન્ન, જુદા સ્વભાવવાળા હોવાથી, મારા સ્વભાવથી ભિન્ન પણ સ્વભાવવાળા હોવાથી, આહા... મારા સ્વભાવથી ભિન્ન સ્વભાવવાળા છે, એ છે તો ભિન્ન સ્વભાવવાળા, પણ મારા સ્વભાવથી ભિન્ન સ્વભાવવાળા છે. પરમાણુઓ, સિદ્ધો, અરિહંતો, અનંત નિગોદના જીવો, અનંત પરમાણુના સ્કંધો અચેત મહા-સ્કંધ આખો એક છે તે, મારા સ્વભાવથી ભિન્ન સ્વભાવવાળા છે. આહાહાહાહા!
પરમાર્થ જેમ અંતરંગતત્ત્વ હું છું. એમ પરમાર્થે બાહ્ય તત્ત્વપણાને છોડવા અસમર્થ છે. આહાહાહાહા ! જેમ હું જ્ઞાયકભાવ એકરૂપ પરમાર્થે અંતરંગ તત્ત્વ છું. આહાહાહા.. જેની દૃષ્ટિનો વિષય જે જ્ઞાયક ત્રિકાળ તે હું છું. અને મારા સ્વભાવથી આ બધા ભિન્ન સ્વભાવવાળા, એ પણ પરમાર્થે બાહ્યપણાને છોડવાને અસમર્થ છે. આહાહા ! સમજાય છે કાંઈ? આહાહાહા... અમૃત રેડડ્યા છે સંતોએ, દિગંબર મુનિઓએ તો, આહાહા... અમૃતના ધોધના ધોધ વહેવરાવ્યા છે. આહાહાહા! ભગવાન ! તારી એક સમયની જ્ઞાનની એક ગુણની એક પર્યાયમાં આટલાં આટલાં, અનંતા ભિન્ન સ્વભાવવાળા, તારા સ્વભાવથી ભિન્ન સ્વભાવવાળા પ્રકાશે, છતાંય તું એમ કહે કે હું તો એટલોય નહીં, હું તો અંતરંગ જ્ઞાયકભાવ ત્રિકાળ જ્ઞાયકભાવ તે હું પરમાર્થે તત્ત્વ છું. આહાહાહા ! સમજાય એટલું સમજવું પ્રભુ આ તો પાર ન મળે ભાઈ. આહાહા!
એ પરદ્રવ્યો મારા સ્વભાવથી ભિન્ન સ્વભાવવાળા. આહાહાહા ! એ સિદ્ધો પણ મારા સ્વભાવથી ભિન્ન સ્વભાવવાળા, આ સ્વભાવ ત્યાં નથી ને, આહાહાહા... હોવાથી પરમાર્થે, પરમાર્થે ઓલામાં આવ્યું તું, પરમાર્થે અંતરંગતત્ત્વ તે જ્ઞાયકભાવ તે હું છું. પરમાર્થે બાહ્ય તત્ત્વપણાને છોડવા અસમર્થ છે એટલે કે મારે જ્ઞાન પર્યાયમાં એ ભિન્ન સ્વભાવવાળા પ્રકાશે પણ છતાં એ શેયપણું છોડતાં નથી અને શેયપણું છોડીને મારી પર્યાયમાં આવી જતા નથી. આહાહાહા ! કેમકે પોતાના સ્વભાવનો અભાવ કરીને જ્ઞાનમાં પેસતા નથી. એટલે શું? કેમ કહ્યું, આ? કે મારા પ્રભુની પર્યાયમાં જ્ઞાન પ્રકાશમાં આ બધા પ્રકાશે, છતાં તે પ્રકાશમાં શેયો મારી જ્ઞાનની પર્યાયમાં આવતા નથી. આહા ! એનામાં રહીને મારા જ્ઞાનની પર્યાયમાં પ્રકાશે છે. મારામાં આવીને પ્રકાશે છે એમ નથી. આહાહાહા ! એ મારા સ્વભાવથી ભિન્ન સ્વભાવવાળા હો, પરમાર્થે તે બાહ્યપણાને મારી પર્યાયમાં તેનું જાણવું થાય છે, તેથી તે બાહ્યપણું છોડીને મારામાં આવે છે, એમ નથી. બાહ્યપણે બાહ્યપણે રહીને મારી પર્યાય તેને પ્રકાશે છે. આહાહાહાહા! “કેમકે પોતાના સ્વભાવનો અભાવ કરીને જ્ઞાનમાં પેસતા નથી”. આહાહાહા !
મારા પર્યાયમાં પ્રકાશે છે એથી એ સ્વભાવ છોડીને અહીંયા આવી જાય છે (એમ નથી) આહાહાહા ! શું ટીકા તે ટીકા! ગજબ વાત! આવી ટીકા ભરતક્ષેત્રમાં છે નહીં બીજે બાપુ. આહાહા.
પરમાર્થે એક, આહાહા ! ઓલું અહીંયા કીધું તું અસમર્થ છે. “વળી અહીં સ્વયમેવ નિત્ય ઉપયુક્ત એવો” સ્વયમેવ નિત્ય ઉપયોગ, પોતાના કારણે સ્વયમેવ નિત્ય ઉપયોગ. એ ચીજો જણાય છે માટે એને કારણે અહીં શુદ્ધ ઉપયોગ થયો છે, એમ નથી. આહાહાહાહા ! આહા... ભાગ્યવાનને કાને પડે એવી વાતું છે આ. આહાહા પ્રભુ! આહાહા! અહીં સ્વયમેવ ચૈતન્યમાં નિત્ય ઉપયોગ એવો, એ જાણવાનો નિત્ય ઉપયોગ, કાયમી ઉપયોગ અને પર્યાયમાં પણ,