________________
ગાથા – ૩૭
પ૭૧ વાતું હવે. સમજાણું કાંઈ? ઝીણી છે. આમાં શાંતિભાઈ ! ત્યાં કલકત્તામાં કયાંય મળે એવું નથી. ત્યાં રખડવાનું છે ત્યાં બધું, પૈસા મળે એટલે જાણે, ઓહો ! એમાં પાંચ પચીસ લાખ (શ્રોતા:એ પૈસા જેને મળ્યા એને) ધૂળેય પૈસા મળ્યા નથી એને. એની પાસે ક્યાં આવ્યા છે? અહીં તો પૈસાનું, સમ્યજ્ઞાન થતાં, પૈસાનું જ્ઞાન અહીં થાય છે. પૈસા મળ્યા ઐસી માન્યતા મિથ્યાષ્ટિ, પાખંડીકી હૈ, અજ્ઞાનીની છે,(શ્રોતાઃ- જ્ઞાન ન થાય ત્યાં સુધી તો મળ્યા કહેવાય ને?) એ મૂરખ માને છે.
જ્ઞાની “જ્યાં” આત્મા સ્વરૂપે ભગવાન જ્ઞાનલોક એને લોકજો જોયો પ્રભુને, આહાહા ! અને જે જ્ઞાન પર્યાય પ્રગટ થઈ, તેમાં એ અનંતા પરમાણુ નોટો અને પૈસા ને હીરા ને માણેક એનું અહીંયા જ્ઞાન થાય છે, એ પર છે એનું અહીં જ્ઞાન પોતાથી થાય છે. આહાહાહા ! ( શ્રોતા:એમાંથી આવે કેટલાક અમારી પાસે) ધૂળેય નથી આવતા એની પાસે, કોણ એની પાસે ક્યાં આવે છે. એની પાસે તો પૈસા મને આવ્યા એવી મમતા એની પાસે આવી. ધૂળ ક્યાં આવી? ધૂળ તો ધૂળ છે, એ ક્યાં આત્મામાં આવે છે. આહાહા ! આવી વાતું છે બાપુ! વીતરાગ મારગ, સર્વજ્ઞ ત્રણ લોકના નાથ જિનેશ્વરદેવનો પંથ કોઇ જુદી જાતનો છે, દુનિયા હારે કાંઈ મેળ ખાય એવું નથી. અત્યારે તો સંપ્રદાય હારે મેળ ખાય એવું નથી, આહા.. આકરી વાત છે પ્રભુ! બીજાને દુઃખ લાગે માટે આ વાત નથી. ભાઈ તારો સુધારો આ રીતે માન્યું છે તે રીતે નહીં સુધરી શકે ભાઈ, વ્રત પાળ્યા છે ને શાસ્ત્રના જ્ઞાન કર્યા છે ને ? એ જ્ઞાન વ્રત પાળ્યા એ ચારિત્ર, આહાહા.... અને અમે આત્માની શ્રદ્ધા કરીએ ખંડખંડ જ્ઞાનની, અખંડ જ્ઞાન છે એની તો ક્યાં ખબર છે, ખંડખંડ જ્ઞાનની શ્રદ્ધા છે, તે મિથ્યાત્વ છે ભાઈ, એ મિથ્યાત્વ છે, એ અજ્ઞાન છે, એ મિથ્યા આચરણ છે. એને તારે ધર્મ મનાવવો છે તારે? અને બીજાને ધર્મ મનાવવો છે એ રીતે? પ્રભુ બહુ જવાબદારી આકરી છે નાથ. આહાહા ! એ આકરા દુઃખ નહીં સહ્યા જાય ભાઈ. આહાહાહા !
આંહી તો પ્રભુ કુંદકુંદાચાર્ય ત્રિલોકનાથ સર્વજ્ઞદેવની વાણી અને પ્રવચન પોતાની વાણી દ્વારા વાત કરતે હૈ, આહાહાહા ! એ એમ કહેતે હૈ કે, આ વાણી મારી નહીં, વાણીકા મેરી પર્યાયમેં મેરા જ્ઞાન હુઆ ત્યાં વાણીના જ્ઞાન હુઆ, બસ ઇતના. આહાહાહા ! અરે રાગ આયા, તો રાગ મેરા નહીં પણ રાગકા જ્ઞાન ભી રાગ હું તો હુઆ ઐસા નહીં, મેરી જ્ઞાનકી પર્યાયકી તાકાત ઇતની હૈ, કે સ્વકો જાનનેવાલા જ્ઞાન રાગ આદિ અનંત અનંત પદાર્થોકો જાણે એ મેં હું. આહાહાહા ! આહાહાહા !દયા દાનના વિકલ્પ એ રાગ હૈ એ પણ મેરા નહીં, ઔર મેરી જ્ઞાનકી પર્યાયમેં ઉસકા જ્ઞાન, એ હૈ તો હોતા હૈ ઐસા હી નહીં. આહાહાહા !
ભગવાન આત્મા જ્ઞાયક ચૈતન્ય જ્યોત, ઝળહળ જ્યોતિ પ્રભુ, ઉસકા જ્ઞાન શેય બનાકર જ્યાં હુઆ તો સ્વ પર્યાયમેં પરણેય તો સહજ જાનનેમેં આતા હૈ ઐસા પર્યાયકા સ્વભાવ હૈ. આહાહાહા.... એ પરદ્રવ્ય કે સમીપમેં જાના નહીં (પડતા) પરકા જ્ઞાન અરિહંત અનંતા સિદ્ધો થયા ઉસકા જ્ઞાન ઉસકી પાસે ગયે બિના, ઔર વો શેય યહાં આયે બિના, નજીક શેય હૈ તો જ્ઞાન હોતા હૈ, ઔર દૂર શેય હૈ તો નહીં હોતા હૈ, ઐસા હૈં નહીં. અહીં તો નજીકમેં હો કર્મના રજકણો અને દૂર હો અનંત આકાશના પ્રદેશ. આહાહાહા... અને એક એક પ્રદેશમેં અનંત ગુણના અંશ