________________
૫૭)
સમયસાર સિદ્ધિ ભાગ-૨ નથી. આહાહાહા.. છતાં દેશનાલબ્ધિ હોય છે, પણ એ હોવા છતાં સ્વના જ્ઞાન થવામાં તેની અપેક્ષા નથી. આહાહા ! આવું સ્વરૂપ છે. ' અરે, તું કેવડો મોટો? તારી પર્યાયમાં મોટપનો તો પાર નથી પ્રભુ, દ્રવ્યગુણની તો શું વાત કરવી? એ તો મહાપ્રભુ આનંદનો ભંડાર, જ્ઞાનનો ભંડાર, શ્રદ્ધાનો ભંડાર, ઈશ્વરતાનો ભંડાર અનંત અનંત શક્તિનો તે ભંડાર પ્રભુ, પણ એવા અનંત શક્તિના ભંડારવાળું તત્ત્વ, એનું જ્ઞાન થતાં, આહાહાહા... ભાવેન્દ્રિયથી અગિયાર અંગનું જ્ઞાન થયું એ અજ્ઞાન અને સ્વના જ્ઞાયકના આશ્રયે જે જ્ઞાન થયું તે અનંતા જીવને જાણે એવું જ્ઞાન, આહાહાહા... કાને વાત પડવી મુશ્કેલ પડે એવી છે, બાપુ તારી મોટપની શી વાત કરવી તને એ વાત બેસતી નથી, પામર તરીકે માન્યો છે ને. આહાહા!
અહીંયા તો ભગવાન આત્મા શાયક સ્વરૂપી પ્રભુ એકલો જ્ઞાયક સ્વભાવ ધ્રુવ ચૈતન્ય ઉસકા જ્ઞાન હોનેસે પરકી બાત યહાં નહીં, અહીં તો સ્વકા જ્ઞાન હોનેસે એ પર્યાયમેં પરકા જ્ઞાન સહજ હો જાતા હૈ. ઝીણી છે ભાઈ વાત, જીવ અધિકાર છે ને! જીવ અધિકારની જ્ઞાનની પર્યાયનો અધિકાર, ધર્મ સમજયો, સમ્યગ્દર્શન પામ્યો, ભગવાન પૂર્ણાનંદના નાથને પ્રતીતમાં લિયા. આહાહા ! પૂર્ણાનંદનો નાથ ઈસકા જ્ઞાન હુઆ, એ જ્ઞાનકી પર્યાયકી આ બાત ચલતી હૈ. આહાહા ! જાણે કે અનંતા જીવો સિદ્ધો છે, એને જાણે કોળીયો કરી ગયો પ્રભુ, આહાહાહાહાહા ! એના જ્ઞાનનો પર્યાય એ સ્વના જ્ઞાનના લક્ષે વસ્તુના તત્વના જેમાં જ્ઞાયકપણું ભર્યું છે, આહા... એને આશ્રયે લક્ષે જે જ્ઞાન સમ્યક્ થાય તે પર્યાયમાં અનંતા સિદ્ધો જણાઈ જાય છે. આહાહા! એને જાણવા માટે ઉપયોગ જુદો મૂકવો પડતો નથી. સ્વને જાણવાનો ઉપયોગ થયો એમાં એને જાણવા માટે ઉપયોગ જુદો મૂકવો પડતો નથી. આહાહાહા! જુઓ આ ભગવાન આત્માના જ્ઞાનની પર્યાય, એને સમ્યજ્ઞાન કહીએ. આહાહાહા!
ભાઈ મારગ તો અલૌકિક છે, આહાહા.. તારી ચીજ જ અલૌકિક છે, લોકોત્તર, લોકોત્તર આહાહા... અનંત જીવ, આયા? એ સમસ્ત પરદ્રવ્ય, એ સમસ્ત પરદ્રવ્ય, અરિહંત પરદ્રવ્ય, સિદ્ધ પરદ્રવ્ય, સાધુ આચાર્ય પર દ્રવ્ય, એ મેરી ચીજ નહીં. આહાહાહા.. તો આ વળી દીકરા દીકરી બાઈડી છોકરા મારા મૂંઢ હૈ, મોટો મૂરખ હૈ. (શ્રોતાઃ- અન્ય જીવમાં બધા આવી ગયા) બધા આવી ગયા, આહા! (શ્રોતાઃ- કોણ બાકી રહ્યું) એ સ્ત્રીનો આત્મા, પુત્રનો આત્મા, એ
સ્વનું જ્ઞાન થતાં એ જ્ઞાનમાં તેનું જ્ઞાન થયું તે જ્ઞાનની પર્યાયમાં તે જણાઈ ગયા. તે પોતાની પર્યાયમાંથી જણાઈ ગયા, એને લઈને નહીં. આહાહાહા ! આવું છે. આહાહાહા ! (શ્રોતા:આવું જાણવા જેવું છે) આ વસ્તુ છે બાપુ. દુનિયા ક્યાંય અથડાઈને પડી છે, એક તો સંસારના પાપ આખો દિ'બાઈડી છોકરા ધંધા પાપ પાપને પાપ, હવે એમાં કલાક મળે ને સાંભળવા જાય ત્યાં તત્ત્વની વાતો ન મળે અને વિપરીત વાતો, આહાહાહા! અપવાસ કરો, દર્શન ભગવાનના કરો, મૂર્તિ કરો, મૂર્તિ એક આટલી પણ સ્થાપે તો એના પુણ્યનો પાર નહીં, પણ એથી શું થયું? એ ધર્મ કયાં આવ્યો એમાં? આહાહા.. એ જગતની મૂર્તિઓ જે અનંત મંદિરો, અરે ! ચૈતન્યની શાશ્વત પ્રતિમાઓ, એનું અહીં જ્ઞાન, સ્વનું જ્ઞાન થતાં તે પર્યાયમાં એનું જ્ઞાન આવી જાય છે. આહાહા ! એ એનું એટલે ? એના સંબંધીનું પોતાનું જ્ઞાન એને એ જણાઈ જાય છે. અરે આવી