________________
ગાથા – ૩૭
૫૬૯ એ આત્માની વાતું કરે. આહાહાહા !
યહાં તો ભગવાન જ્ઞાયકનો પિંડ પ્રભુ એના સ્વલક્ષે જે જ્ઞાન થયું, તે જ્ઞાનની પર્યાયમાં આટલી તાકાત કે અનંતા અનંતા અનંતા અનંતા અનંતા દ્રવ્યો અને એક એક દ્રવ્યોમાં અનંતા અનંતા અનંતા અનંતા અંત ના આવે એટલા ગુણો એને એમાં પેઠા વિના, એને અડયા વિના, અથવા એનું અસ્તિત્વ છે માટે અહીંયા જ્ઞાન થાય છે એમ પણ નહીં. આહાહાહા ! જ્ઞાનની એક સમયની પર્યાય જ ઈતની તાકાતવાળી છે, અપની પર્યાયકા અસ્તિત્વ ઈતના હૈ. આહાહા! અરે આવી તત્ત્વની વાત મૂકી દઈને બહારમાં વ્રત કર્યાને અપવાસ કર્યા ને એમાં ધર્મ માન્યો અજ્ઞાનીએ, રખડી મરશે. આહાહાહા !
એ અનંતા પુગલ પરાવર્તન કર્યા એનું પણ પર્યાયમાં જ્ઞાન થાય કહે છે, એમ કહે છે. આહાહા.. અનંત પુદ્ગલમાંય છે ને? અનંતા પુદ્ગલ પરાવર્તન કર્યા. આહાહા.. એનું અહીંયા અનંત પુગલ પરાવર્તનનો જેમાં અભાવ છે, જેમાં રાગનો અને શરીરનો અભાવ છે, જેમાં એક સમયની પર્યાયનો પણ જેમાં અભાવ છે, એવા દ્રવ્યનું જ્ઞાન અને શ્રદ્ધા થતાં, આહાહાહા... એ પર્યાયમાં અનંતા પુગલ પરાવર્તન કર્યા એનું જ્ઞાન થાય. આહાહાહા.. આવી વાતું છે.
એ કહેશે અંતરંગતત્ત્વ તો હું આ છું. આહાહા! ઝીણું પડે પ્રભુ પણ સત્ય તો આ હૈ. આહાહાહા ! અન્ય “જીવ” હવે અનંતા સિદ્ધો, આહાહા... અરિહંતો આચાર્ય ઉપાધ્યાય સાધુ જે કેવળી છે અનંત સિદ્ધ લાખો કેવળી હું એ સબ જીવ અન્ય એનું સ્વજોયનું જ્ઞાન થતાં ભગવાન આત્મા સ્વપરપ્રકાશકનો પિંડ પ્રભુ, એનું જ્ઞાન થતાં એ જ્ઞાનની પર્યાયમાં અનંતા પંચપરમેષ્ઠિઓ, આહાહા... નમો લોએ સવ્વ ત્રિકાળવર્તી અરિહંતાણં એ ત્રણેય કાળના અરિહંતો, આહાહા... ત્રણેય કાળના સિદ્ધો, ત્રણેય કાળના આચાર્યો, ઉપાધ્યાયો, સાધુઓ, એથી અનંત ગુણા બીજા નિગોદના જીવો, આહાહાહા. એ બધું “અન્ય જીવ” એ જ્ઞાનની પર્યાયમાં જણાય છે. કહે છે આહાહાહા ! એ ભૂત ને ભવિષ્યના કાળના થઈ ગયા અને થાશે તીર્થકરો, આહાહાહા ! એ ચૈતન્યના મહાપ્રભુ, એનું જ્ઞાન થતાં એ ત્રણકાળના અરિહંતો, સિદ્ધો, આચાર્યો, આહાહા... કાળ આવી ગયો ને એટલે કાળમાં રહેલા પણ બધા આવી ગયા, એ જ્ઞાનની પર્યાયમાં તેનું જ્ઞાન થાય.
અનંત તીર્થકરો, સંતો મુનિઓ થશે, અનંત થઈ ગયા અને અનંત સિદ્ધપણે હૈ, બાકી બધા સંખ્યાત હૈ, ઉસકા જ્ઞાન ભગવાન તેરી જ્ઞાનકી પર્યાય સ્વકા જાનનેમેં ઈતની તાકાત હું કે એ સબકો એક સમયમેં જાન લેતી હૈ. આહાહાહા! આવી વાતું હવે. સમજમેં આયા? આ શું હશે આ ને ધર્મમાં આવી વાત હશે? ભગવાન તારો ધર્મ જ્ઞાનસ્વભાવ અને એ જ્ઞાનસ્વભાવી ભગવાન એનું જ્ઞાન થતાં, આહાહાહા.. એ જ્ઞાનની પર્યાયમાં અનંતા જીવો, જે અન્ય, સ્વ જીવથી અન્ય, એનું જ્ઞાન એક સમયની પર્યાયમાં આવી જાય છે. સમજાય છે કાંઈ ? આહાહાહા!
અન્ય જીવો, હવે આમાં દેવગુયે આવ્યા, અરિહંત સિદ્ધેય આવ્યા, એનાથી આત્માને લાભ થાય એ વાત રહેતી નથી એમ કહે છે. આહાહાહા ! એ તો આવી ગયું 'તું નહીં ? સ્વયમેવ પરની અપેક્ષા વિના સ્વયમેવ જ્ઞાન પોતાથી થાય છે, આહાહાહા ! ઉપદેશ વિના. ઉપદેશ મળ્યો માટે થાય છે એમ નહીં, આવ્યું'તું? આહાહા ! જેને સ્વજ્ઞાન થવામાં ઉપદેશની પણ અપેક્ષા