________________
પ૭૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ હૈ, આહાહા... અનંત અનંત પ્રદેશમેં સારા અનંત ગુણ હું આકાશ. ઉસકે ભી આ સ્વભગવાન આત્મા સ્વકા જ્ઞાન હુઆ, એ જ્ઞાનકી પર્યાયમેં એ પરશેય જાનનેમેં આ જાતા હૈ, બસ. આહાહાહા ! આવું છે.
ત્રણલોકના નાથ તીર્થંકરદેવ, જૈન પરમેશ્વર એમ ફરમાતે હૈં. સમજમેં આયા? ( શ્રોતાઃજૈન પરમેશ્વર છે બીજા અજૈન પરમેશ્વર છે) અજૈન લોકો માને છે ને બીજા અમે પરમેશ્વર છીએ ને અમે, આહાહા... બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ ને અમે કર્તા છીએ, ધૂળેય નથી. આહાહાહા ! આહા ! પોતે જ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ ભગવાન આત્મા, આહાહાહા ! જેની પર્યાયની ઉત્પત્તિ એ બ્રહ્મા, વ્યયનો નાશ તે શંકર, ધ્રુવ રહ્યા તે વિષ્ણુ. એવો જે આ ચૈતન્ય ભગવાન જેને ત્રણ કાળ અને ત્રણલોકને એક સમયમાં ગ્રાસી જાય એવી પર્યાયની તાકાત છે ભગવાનની આહાહા... એને આત્મા જાણ્યો કહેવાય, આહાહાહા... એને સમ્યગ્દષ્ટિ અને સમ્યજ્ઞાની કહેવાય પ્રભુ આવી વાતું છે ભાઈ. આહાહાહા ! હસમુખભાઈ નથી આવ્યા ને? નથી આવ્યા. કાલે આવ્યા'તા એને રસ છે પણ ભાવનગર રહી જાય છે ને. આહાહાહા !
પદ્રવ્ય મેરે સંબંધી નહીં, હૈ? એ સિદ્ધોને ને મારે કાંઈ સંબંધ નહીં કહે છે. આહાહા ! અરિહંત ભગવાન થયા એને ને મારે કોઈ સંબંધ નથી એ તો પરદ્રવ્ય છે, ગુરુને અને મારે કાંઈ સંબંધ નહીં તે તો પ૨દ્રવ્ય હૈ. આહાહા... આકરી વાત છે ભાઈ !
વીતરાગ પરમેશ્વર જિનેશ્વરનું જ્ઞાન એમણે કહેલો મારગ, કોઈ અલૌકિક હૈ, ભાઈ ! અરે એને જાણ્યા વિના ચોર્યાસીના અવતાર કરી રહ્યો છે. આહાહા ! જુઓ ને આ શરીરમાં વાય થાય, આહાહાહા... આહાહા... જડ, જડ છે આ તો, રોગ છે એ જડ છે, આ આત્માને એકવાર એની ઉપર દૃષ્ટિ હોય છે ને, હલાવી નાખે. આહાહા ! અરે રે મને આ થયું, અરે રે મને આ થયું, પણ બાપુ મને એટલે શું! તું તો આત્મા છો, એમાં આ થયું એ તને ક્યાં થયું? તેરે કયા હુઆ હૈ, આહાહાહા.... આવો ઉપદેશ પ્રભુ ત્રણલોકના નાથનું જિનેશ્વરદેવનું આ કથન છે ભાઈ. જૈનમાં જન્મ્યા એને એની ખબરું ન મળે. વાડામાં જન્મ્યા અમે જૈન, પણ જૈનપણું શું છે ઉસકી ખબર નહીં. આહાહા...
જૈન તો ઈસકો કહીએ, આહાહા કે જિનસ્વરૂપી ભગવાન આત્મા પૂરણ સ્વરૂપ ઉસકા લક્ષ કરકે, દૃષ્ટિ કરકે, જો સમ્યગ્દર્શન હુઆ, ઉસકો જૈન કહતે હૈં, એ જૈનની પર્યાયમાં ઈતની તાકાત હૈ. આહાહા ! અનંતા જીવો અંદર જાણે પેસી ગયા હોય છતાં મેરા નહીં. ત્યાં સુધી તો કાલે આવ્યું'તું હવે કાલે વાત.
(શ્રોતા પ્રમાણ વચન ગુરુદેવ)
પ્રવચન નં. ૧૦૭ ગાથા - ૩૭ શ્લોક - ૩૧
તા. ૧૩-૧૦૭૮ શુક્રવાર આસો સુદ-૧૨ સં. ૨૫૦૪ સમયસાર સાડત્રીસમી ગાથા ચાલે છે. અહીં સુધી આવ્યું છે. આ જગતમાં, એવી રીતે આત્મામાં પ્રકાશમાન છે, આત્મામાં અનંત પરદ્રવ્યો પ્રકાશમાન છે, જાણવામાં આવે છે એવા