________________
૫૬૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ સ્કંધો, એક એક સ્કંધમાં અનંત પરમાણુઓ, અને એકએક પરમાણમાં અનંત ગુણા ગુણ. આહાહાહા... એ સર્વજ્ઞ સિવાય આ કોણ કહે ? અને એ (જાનના) તેરા સ્વભાવ ઐસા હૈ કહે છે. આહાહાહા!
ભગવાન તું જ્ઞાતાદેષ્ટા હૈ ને? તેરી ચીજ તો જ્ઞાતા દ્રષ્ટા પ્રભુ હેં ને? એ જ્ઞાતાદ્રષ્ટાકા જ્ઞાન હુઆ સ્વસ્વરૂપના જ્ઞાન હુઆ, એ જ્ઞાનકી પર્યાયમેં પર જિતના જોયો ને ગુણ હૈ, સબકા જ્ઞાન આ જાતા હૈ. આહાહાહા... ઝીણી ગાથા બહુ છે બાપા. આહાહાહા... વસ્તુ સ્થિતિ આ છે. આહાહા !
એ પરમાણુના તો અનંતા લાડવા, અનંતા મેસુબ, અનંતા રસગુલ્લા આદિ પરમાણુના પિંડ હૈ. આહાહાહા ! આ અનંતા રજકણનો પિંડ શરીર હૈ. અનંતા રજકણનો પિંડ કાર્પણ ને તેજસ શરીર હૈ, એક એક રૂપીયાને પાઇમેં અનંત પરમાણુ હૈ, નોટ અનંત પરમાણુના સ્કંધ છે. ઈસમેં અનંત પરમાણુ હૈ એકએક પરમાણુમે અનંત ગુણ હૈ એ સબ પુદ્ગલકા જ્ઞાન, આહાહાહા. ભગવાન આત્મા ઉસકા જ્ઞાન હોનેસે, સ્વલક્ષમૅસે જ્ઞાન આયા, આહાહાહા.. તો યે જ્ઞાનકી પર્યાયમેં અનંતા સ્કંધો આ શરીરાદિકા જ્ઞાન (સભી કા ) જ્ઞાન હો જાતા હૈ, મેરા હૈ ઐસા ઉસમેં હૈ નહીં. આહાહાહા આવું છે પ્રભુ.
તેરા દ્રવ્યનું તો શું કહેવું, ગુણનું તો શું કહેવું, પણ એની એક જ્ઞાનની એક પર્યાયની વાત આવી છે. આહાહાહા... ભલે ઉપયોગ અસંખ્ય સમયે લાગુ પડે, પણ એની એક પર્યાયમાં જ આ બધું હોય છે. આવું જ્ઞાન થાય, ત્યાં ભેગો આનંદ હોય છે. આહાહા... એ જ્ઞાન થતાં સ્વવશતા હોય છે એ જ્ઞાન હોતા નિરાલંબી પરિણતિ પ્રગટ થતાં, આહાહાહા... અનંતા અનંતા પરમાણુ, આખો લોક પરમાણુથી ઠાંસીને ભર્યો છે. અહીંયા અંગુળના અસંખ્ય ભાગમાં અનંતા સ્કંધ છે, એક એક સ્કંધમાં અનંતા પરમાણુ છે, એક એક પરમાણુમાં અનંતા ગુણ છે. અનંતા ગુણની અનંતી પર્યાય છે. આહાહાહા.. એ સબકા જ્ઞાન પ્રભુ તેરા જ્ઞાન હોને સે હોતા હૈ) કિતની તાકાત હૈ દેખ તો ખરો, પરકા જ્ઞાન તો અનંત ઐર કિયા કહે છે, આહાહા ! એ વાસ્તવિક જ્ઞાન હી નહીં. આહાહા ! સમજમેં આયા?
પુલ, પુગલમેં કયા બાકી રહ્યા? આ ફર્નિચર ને મકાનો ને મહેલને અનંત અનંત પૈસા અને રૂપીયા એ તો જ્ઞાનકી પર્યાય પ્રગટ હુઈ તો એમાં જાનનેમેં આ ગયા બસ. આહાહાહા ! (શ્રોતા – જ્ઞાન ન થાય ત્યાં સુધી તો માલિકીનો પ્રશ્ન નથી) માલિક ધૂળેય નથી. માલિક માલિક માને અજ્ઞાની મૂંઢ હૈ. પરણેયનો માલિક હું એમ માને મૂંઢ હૈ. આહાહાહા ! સ્વયકા માલિક હુઆ અપના ચૈતન્ય જ્યોત જ્ઞાનના પરિપૂર્ણ ભંડાર ઐસા તો અનંત ગુણ પ્રભુમેં, ઐસા જ્ઞાયક ચૈતન્ય એના આશ્રયે, આહાહા.... એને લશે, જે જ્ઞાનદશા થઈ, હુઈ એ જ્ઞાનમેં અનંતા પુદ્ગલોને અડયા વિના સ્પર્યા વિના, આહાહા... એ અનંતા પુદ્ગલમેં, વર્તમાન જ્ઞાનકી પર્યાય પ્રવેશ કર્યા વિના, (જાણી લે).
એ ઓલો ભાવસાર યાદ આવ્યો અને ભગવાન વેદાંતી ૮૪માં પૂછ્યું'તું રાણપુર અરે ભગવાન એમ નથી. કીધું ભાઈ, અનંતને એક માનવું છે ને એટલે પછી જ્ઞાન પેસે ત્યારે એક થઇ જાય. અરે એમ નથી, ભાઈ વેદાંતે પર્યાય માની નથી. નિશ્ચયાભાસી મિથ્યાષ્ટિ હૈ. ભલે