________________
ગાથા ૩૭
૫૬૧
નિર્મમત્વ કહે છે, ધર્મ અધર્મ આદિ છએ દ્રવ્ય પ્રત્યે, ૫૨ જીવ પ્રત્યે, સિદ્ધ પ્રત્યે, આહાહાહા... પંચપરમેષ્ઠિ પ્રત્યે, એ ૫૨ જીવ છે મારે અને એને શું સંબંધ ? આહાહાહા !
,,
ટીકાઃ– સ્વયં, પોતાના નિજરસથી જે પ્રગટ થયેલ છે. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વભાવ તેના અનુભવથી પ્રગટ થયેલ છે, “નિવા૨ણ ન કરી શકાય એવો જેનો ફેલાવ છે’ ચૈતન્ય રસવાળો પ્રભુ એની શક્તિની વ્યક્તતા જે પ્રગટ થઈ, આહાહાહા... એ પ્રગટ થયેલ છે. ૫૨ને કા૨ણે નહીં એ પોતાના નિજ રસથી જ જે પ્રગટ થયેલ છે. આહાહા... પર્યાયમાં સમ્યગ્દર્શન જ્ઞાન થયું એ નિજ રસથી પ્રગટ થયું છે. કોઈ નિમિત્તના સંબંધના કારણે પ્રગટ થયું છે એમ નહીં. આહાહાહા... ગુરુના ઉપદેશથી પ્રગટ થયું છે એમ નહીં. આહાહા ! આવી વાતું. મારો પ્રભુ નિજ૨સથી ભરેલો છે અને નિજરસથી પ્રગટ થાય છે, પોતાના સ્વભાવના સામર્થ્યથી પર્યાયમાં પ્રગટ સમ્યગ્દર્શન જ્ઞાન આદિ થાય છે. આહાહાહા...
નિવારણ ન કરી શકાય એવો ફેલાવ છે. જેની નિજરસની શક્તિની પ્રગટતા ભગવાન આત્માની એને કોઈ રોકી શકે નહીં જગતમાં, એવો જેનો વિસ્તાર છે. ભગવાન ચૈતન્ય સ્વભાવ દરિયો છે, સમુદ્ર છે, એ પર્યાયમાં સ્વયં રસથી ઊછળે છે. આહાહા ! એ ચૈતન્ય સરોવ૨ ભગવાન સમુદ્ર એની વર્તમાન પર્યાયમાં જે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય એ નિજ૨સથી ફેલાય છે. આહાહાહા... ૫૨ને કા૨ણે નહીં વ્યવહાર હતો માટે ફેલાય છે નિજ૨સથી એ નહીં, આરે રે... આવી વાત છે. અત્યારે તો એ જ રાડો છે લોકોની, બસ વ્યવહા૨ કરો તો નિશ્ચય થશે, વ્યવહા૨ ક૨ો તો નિશ્ચય થશે એવી પ્રરૂપણા, મિથ્યાપ્રરૂપણા છે એ. આહાહાહા... સમજાય છે કાંઈ ?
નિજ૨સથી પ્રગટ થયેલ છે ભગવાન આત્મા. આહાહા ! શું કહ્યું સમજાણું ? આત્મા આનંદ ને જ્ઞાન સ્વરૂપનો સાગર, આહાહા... તેની સન્મુખ થતાં આશ્રય લઈને નિજરસથી પર્યાય પ્રગટ થાય છે. સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર જે આનંદસ્વરૂપ એ નિજરસથી પ્રગટ થાય છે. કોઈ વ્યવહા૨થી થાય છે, અને નિમિત્તથી થાય છે, એમ વસ્તુના સ્વરૂપમાં નથી. આહાહાહા ! આવું છે.
નીચે કહ્યું છે જરી, જે ધર્માદિ દ્રવ્યો મારાં નથી, હું એક છું એવું ઉપયોગ જ જાણે છે, એ ઉપયોગને સમયના જાણનારા ધર્મ પ્રત્યે નિર્મમ કહે છે. એ બીજો અર્થ જરી બતાવ્યો પણ ખરેખર તો આત્મા જ આત્માને જાણે છે બસ. આહાહા... આત્મા ઉપયોગથી જાણે છે. એમેય ભેદ છે. એ તો આત્મારામ, આત્મારામ આત્મામાં ૨મતો જાણે છે. આહાહાહા...
“સમસ્ત પદાર્થોને ગ્રસવાનો” કહે છે, પોતાના જ્ઞાન સ્વભાવનો જે રસ પર્યાયમાં પ્રગટ થાય એને સર્વ પદાર્થોને ગળી જવાનો, જાણવાનો એનો સ્વભાવ છે. આહાહાહા ! જેમ કોળીયો ગળી જાય છે અંદર, એમ છ પદાર્થો જે ૫૨ છે અનંત તીર્થંકરો, અનંત સિદ્ધો, પંચ૫૨મેષ્ઠિ અનંત ૫૨માણુ, અનંત ૫૨દ્રવ્ય, એ બધાને જાણવાનો એટલે ગળી જવાનો સ્વભાવ છે. આહાહાહા. જેનો સ્વભાવ છે, ભગવાન આત્માનો જ્ઞાનસ્વભાવમાંથી પ્રગટેલી પર્યાય, એ પર્યાયને બધા અનંત દ્રવ્યોને ગળી જવું જાણી લેવું એવો એનો સ્વભાવ છે. આહાહા !
“એવી પ્રચંડ ચિન્માત્ર શક્તિ વડે” જોયું ? એવી પ્રચંડ તીવ્ર ચિન્માત્ર શક્તિ વડે ગ્રાસીભૂત કરવામાં આવ્યા હોવાથી એવી ચૈતન્યમાત્રની શક્તિ વડે એ કોળીયો કરી ગયા છ દ્રવ્યોને તો !