________________
૫૬૦
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુગલ, અન્ય જીવ-એ સર્વ પદ્રવ્યો મારાં સંબંધી નથી; કારણ કે ટંકોત્કીર્ણ એક જ્ઞાયક સ્વભાવપણાથી પરમાર્થે અંતરંગતત્ત્વ તો હું છું અને તે પારદ્રવ્યો મારા સ્વભાવથી ભિન્ન સ્વભાવવાળાં હોવાથી પરમાર્થે બાહ્યતત્ત્વપણાને છોડવા અસમર્થ છે (કેમ કે પોતાના સ્વભાવનો અભાવ કરી જ્ઞાનમાં પેસતાં નથી.) વળી અહીં સ્વયમેવ, (ચૈતન્યમાં) નિત્ય ઉપયુક્ત એવો અને પરમાર્થે એક, અનાકુળ આત્માને અનુભવતો એવો ભગવાન આત્મા જ જાણે છે કે-હું પ્રગટ નિશ્ચયથી એક જ છું માટે, શેયજ્ઞાયકભાવમાત્રથી ઊપજેલું પરદ્રવ્યો સાથે પરસ્પર મળવું (મિલન) હોવા છતાં પણ, પ્રગટ સ્વાદમાં આવતા સ્વભાવના ભેદને લીધે ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને અન્ય જીવો પ્રત્યે હું નિર્મમ છું; કારણ કે સદાય પોતાના એકપણામાં પ્રાપ્ત હોવાથી સમય (આત્મપદાર્થ અથવા દરેક પદાર્થ) એવો ને એવો જ સ્થિત રહે છે; (પોતાના સ્વભાવને કોઈ છોડતું નથી). આ પ્રકારે શેયભાવોથી ભેદજ્ઞાન થયું.
પ્રવચન નં. ૧૦૫ ગાથા - ૩૭. હવે શેયભાવના ભેદજ્ઞાનનો પ્રકાર કહે છે ૩૭. આ ભાવકભાવની વાત કરી, કર્મ છે એ ભાવક છે એનાથી આ ભાવ્યભાવ આ બધી દશાઓ, એનાથી ભિન્ન બતાવ્યો. હવે શેય, આત્મા જાણનાર છે અને આ દેવગુરુશાસ્ત્ર, સ્ત્રીકુટુંબ પરિવાર, છ દ્રવ્ય એ બધા જોય જાણવા લાયક છે. આહાહા... એને, અને આત્માને કાંઈ સંબંધ નથી. શેય જ્ઞાયક સંબંધ વ્યવહાર છે, બાકી એ ચીજ એની નથી. આગળ કહેશે.
णत्थि मम धम्मआदी बुज्झदि उवओग एव अहमेक्को। तं धम्मणिम्ममत्तं समयस्स वियाणया बेंति।।३७।।
(હરિગીત) ધર્માસ્તિયકાય છે કાય છે હોં ધર્મ એટલે ધર્મ નહીં પણ ધર્માસ્તિકાય નામનું ભગવાને એક દ્રવ્ય જોયું છે, છ દ્રવ્ય ભગવાને ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાશ, કાળ, જીવ અને પુદ્ગલ છ દ્રવ્યો ભગવાને જોયા છે. તો ધર્મ આદિ, આદિ એટલે છયે દ્રવ્યો,
ધર્માદિ તે મારાં નથી, ઉપયોગ કેવળ એ ક હું,
-એ જ્ઞાનને, જ્ઞાયક સમયના ધર્મનિર્મમતા કહે. ૩૭. એ ગાથાર્થ. લ્યો એમ જાણે છે ધર્મી કે આ ધર્માસ્તિકાય આદિ છ દ્રવ્યો, એમાં દેવગુરુ અને શાસ્ત્ર પણ આવી ગયા, એ પર દ્રવ્ય છે. આહાહા ! એ મારા કાંઈ પણ લાગતા વળગતા નથી. આહાહાહા.. એ પર જીવ જે છે, એને અને મારે કાંઈ લાગતું વળગતું નથી. આહાહા! પરમેશ્વર સર્વજ્ઞદેવ છે, ગુરુ નિગ્રંથ આદિ છે, એને અને મારે કાંઈ સંબંધ નથી. આહાહાહા... કાંઈ સંબંધ નથી, આહાહા... મારે અને એને કાંઈ લાગતું વળગતું નથી. એક ઉપયોગ છે એક ઉપયોગ છે તે જ હું છું. આહાહા... જાણવા દેખવાનો ઉપયોગ તે હું છું. એવું જે જાણવું તેને સિદ્ધાંતના, સ્વપરના સ્વરૂપરૂપ સમયના જાણનારા ધર્માત્માઓ મુનિઓ, ધર્મ દ્રવ્ય પ્રત્યે