________________
૫૫૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ કહેવું છે. અહીંયા તો ભગવાન આત્મા ચૈતન્યરસ આનંદ સ્વભાવથી ભરેલો હું મારે અને શરીરને કાંઈ સંબંધ નથી. ત્યારે કેટલાક લોકો એમ કહે, ઠીક ! શરીરની ક્રિયા ગમે તે પ્રમાણે આપણે કરીએ અને એ શરીરની છે, એમ માનીએ, કરી શકતો જ નથી પછી પ્રશ્ન ક્યાં છે? આહાહાહા... શરીર જડ છે, અજીવ છે, પુદ્ગલની પર્યાયવાળું તત્ત્વ છે, એને જીવની પર્યાય સાથે પણ કાંઈ સંબંધ નથી, દ્રવ્યગુણની સાથે તો છે નહીં, આહાહાહા.. છે ભાઈ વસ્તુ એવી છે. આહાહા.... શરીરને કોઈ સંબંધ નથી.
“શ્રોત્ર” આ શ્રોત્ર ઇન્દ્રિયને અને મારે કાંઈ સંબંધ નથી. આ તો જડની પર્યાય છે. આહાહા.. કાન, અંદર આ તો જડની પર્યાય છે. માટી ધૂળની છે આ તો એને અને મારે કાંઈ સંબંધ નથી. આહાહા! શ્રોત્રેન્દ્રિયથી સાંભળે છે ને જાણે છે ને? ના, એ તો જ્ઞાનથી જાણે છે શ્રોત્ર ઇન્દ્રિયથી નહીં, અને તે પણ શબ્દ આવ્યા માટે શબ્દથી જાણે છે, એમ નહીં. શબ્દને અને આત્માને કોઈ સંબંધ નથી પછી શબ્દ આવ્યા માટે જાણ્યું છે એમ છે નહીં. આહાહા ! આવું છે ઉથલપાથલ, જગતથી જુદી જાત છે ભાઈ, વીતરાગ પરમેશ્વર જિનેશ્વરદેવનો પંથ તો કોઈ અલૌકિક છે.
શ્રોત્ર આ કહે છે કે, આ સાંભળવાનું મળ્યું ને માટે એટલા ઊંચા આવ્યા ને, નિમિત્ત છે ને એકેન્દ્રિયમાંથી, પણ એ શબ્દ સાંભળવાની ક્રિયા (થાય) પણ એ કાન જ જીવને નથી, પછી મળ્યું ક્યાંથી તેં કીધું? એકેન્દ્રિયમાં નહોતું અને અહીં મળ્યું એટલું સાધન તો ઊંચું આવ્યું ને? સાધન નથી ભાઈ, આહાહા ! આકરું કામ છે. એ ઈન્દ્રિય જ આત્મા નથી.
ચક્ષુ” “આંખ” એને અને આત્માને કાંઈ જ સંબંધ નથી. એ તો માટી ધૂળ અજીવ આંખ અજીવની પર્યાય માટીની છે પ્રભુ તો આત્મા અરૂપી એનાથી ભિન્ન છે. એને અને આંખને કાંઈ સંબંધ નથી. આંખ વડે જણાય છે ને? ના, જાણનારો તો જ્ઞાન દ્વારા જાણે છે. આહાહાહા ! એ ચક્ષુ આત્માની નથી, એને અને આત્માને કાંઇ સંબંધ નથી, જડ છે આ તો માટી પુદ્ગલ.
“સ્પર્શ શરીરનો આ સ્પર્શ એને અને આત્માને કોઈ સંબંધ નથી. એ ૧૬ પદના જુદા જુદા ૧૬ ગાથા સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવા, વ્યાખ્યાન કરવા એટલે સ્પષ્ટ કરવા એમ કહે છે અને આ ઉપદેશથી બીજા પણ વિચારવા, ટીકામાં તો જયસેન આચાર્યમાં તો એમ લીધું છે કે આથી અસંખ્ય પ્રકાર છે, અસંખ્ય પ્રકારના વિભાવો જે વિકલ્પ છે અનેક પ્રકારના એને અને આત્માને કાંઈ સંબંધ નથી. એ ચૈતન્યથી ભરેલો ભગવાન એવા જડના કોઈપણ સંબંધમાં કાંઈ પણ આવતો નથી. આહાહાહા !
* એકલા શાસ્ત્ર–અભ્યાસમાં જ જે લાગી રહ્યો છે તેને સ્વભાવમાં આવવા શાસ્ત્રાભ્યાસનો નિષેધ કર્યો છે. પણ તે સાંભળીને કોઈ અપઢ. સ્વભાવમાં તો જઈ શકતો નથી અને શાસ્ત્રાભ્યાસમાં પ્રવર્તતો નથી તો તે તો નિશ્ચયાભાસી છે.
(દૃષ્ટિનાં નિધાન - ૪૩૧),