________________
૫૫૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨
કોઈ નડતું નથી પ્રભુ. આહાહા ! એ કર્મ એ મારી નાત નહીં, જાત નહીં, એ તો અજીવ છે. હું તો ચૈતન્યલોક ભગવાન છું એમ અનુભવ કર પ્રભુ તને આત્મામાં આનંદ આવશે, આહાહાહા ! તને સિદ્ધની વાનગી મળશે એમાંથી. આહાહાહા ! ભગવાન આત્મા સિદ્ધ સ્વરૂપી પ્રભુ, એ હું છું એમ જાણતા અનુભવતા સિદ્ધની વાનગી, આનંદની વાનગી મળશે. આહાહાહા !
ભાઈ સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ અનંત અનંત પુરુષાર્થ છે ભાઈ, કેમ કે અનંત ગુણોને સ્વીકા૨વા અને રાગની વિકલ્પદશા કર્મની, સંબંધ છતાં ન સ્વીકારવો, આઠ કર્મનો સંબંધ છે છતાં ન સ્વીકા૨વો, અને સ્વભાવ અનંતગુણ છે તેને સ્વીકા૨વો એ બાપુ. આહાહાહા... એવો હું આત્મા મારે ને કર્મને કાંઈ સંબંધ નથી.
“મન” આ મન છે અહીંયા આઠ પાંખડીએ અનંત ૫૨માણુથી બનેલું એ જડ છે એને અને મારે કાંઈ સંબંધ નથી. અરે અંદર માનસિક ભાવમન જે સંકલ્પ વિકલ્પ એને અને મારે કોઈ સંબંધ નથી. આહાહાહા ! એમ ધર્મી સમ્યગ્દષ્ટિને આવો અનુભવ હોય છે. આહાહા ! સમજાણું કાંઇ? “મન” મન જે છે એને અને મારે કાંઇ સંબંધ નથી, મારો સ્વભાવનો સંબંધ છે એની હારે એનો કાંઈ સંબંધ નથી. એમ ધર્મી શાની જીવ પોતાના આત્મસ્વભાવને સંપૂર્ણ વરેલો ૫૨ના સંબંધ વિનાનો આ આત્માને અનુભવે તે આત્મા તેને આત્મા કહેવાય, તેને જીવ તત્ત્વ કહેવાય. આહાહાહા !
એમ ‘વચન’ આ વચન છે એને અને મારે કાંઈ સંબંધ નથી. એ તો જડ છે. આહાહા ! આ વાણી છે એ હું બોલી શકું છું, પ્રભુ એ તારામાં નથી ભાઈ. આહાહાહા... એ ભાષા વર્ગણામાંથી ઊઠે છે વચન ભાષા, એને ને મારે કાંઈ સંબંધ નથી. આહા ! હું બોલું છું એમ છે જ નહીં. આહાહાહા! કોણ બોલે પ્રભુ? બોલે તે બીજો, એ ભગવાન (આત્મા) નહીં. આહાહા ! ઉપદેશમાં વિકલ્પ આવે પણ મારે અને એને કાંઈ સંબંધ નથી. આહાહાહા ! સમ્યગ્દષ્ટિ જીવ તત્ત્વને આ રીતે જાણે અને અનુભવે છે. આહાહાહા ! વાણીનો પ્રયોગ થાય તે મારો નહીં, હવે આ લોકો કહે છે તો પછી ઉપદેશ શું કામ આપો છો, આહાહા ! કોણ કરે સાંભળ ભાઈ ! ( શ્રોતાઃ– એ મોટો પ્રશ્ન છે ) તમે કહો કે ૫૨દ્રવ્યનું કરી શકે નહીં તો પછી આ મંદિરો અને આ ઉપદેશ શું કરો છો ? પ્રભુ સાંભળ ભાઈ, એ વાણીને કોણ કરે નાથ, તને ખબર નથી. જ્ઞાન સ્વરૂપ, વાણીથી ભિન્ન ગુપ્ત છે. આહાહાહા !
અમૃતચંદ્રાચાર્યે ન કહ્યું ? કે વાણીથી તો મારું ચૈતન્ય સ્વરૂપ ભિન્ન છે, ગુસ છે. એટલે મેં આ ટીકા કરી એમ ન માનશો નાથ. આહાહાહા... આહાહા... અને મારી ટીકાથી તમને સમજાય એમ ન માનશો પ્રભુ. આહાહાહા ! ( શ્રોતાઃ– ટીકા પુદ્ગલે કરી છે ) ટીકા પુદ્ગલે કરી છે ભાઈ. આહાહાહા ! એ વખતે જે શબ્દની પર્યાયનો ૫૨માણુના ઉત્પન્નનો કાળ હતો ભાઈ. એ વચનમાં પરમાણુ જડ ભાષામાં તે વખતે વચનપણે પરિણમવાની જન્મક્ષણ હતી. તેથી તે ભાષા છે પ્રભુ. એને અને આત્માને કાંઈ સંબંધ નથી. આહાહાહા ! ગળે ઊતરવું ( કઠણ ) બહારના વ્યવહારની પ્રવૃત્તિમાં પડયા અને મનાવે ધર્મ. આહાહાહા ! આકરી વાતું છે ભાઈ. આહાહાહા !
આ મહિનો જ વિજ્યા દશમી છે, વિજ્યા માસ છે આસો માસનું નામ. વિજય માસ છે શાસ્ત્રભાષાએ. આહાહાહા ! કહે છે કે કર્મને અને મારે કાંઈ સંબંધ નથી, ત્યારે જડની સાથે