________________
શ્લોક – ૩)
૫૫૫ આહાહા.... એ ચંડાળણીના પુત્ર છે, એ વિભાવના પુત્ર છે, મારો સ્વભાવ એ નહીં. મારા ભગવાનને તો માન વિનાનો સંબંધવાળો હું જાણું છું એમ કહે છે. આહાહા ! કહો હીરાભાઈ ! આવી વાત છે. આહાહાહા ! માન.
માયા”આહાહા! માયા, જરી કપટની પર્યાય, એ મારા સ્વભાવની જાત નહીં પ્રભુ. હું તો ભગવાનની નાતનો, ભગવાનની જાતનો, આહાહા.. મારું કુળ તો ભગવાનની નાતનું છે. આહાહા ! સમજાણું કાંઈ? મારું કુળ તો ભગવાનની નાત તે જાતનું છે, એમાં એ માયા એ મારી નહીં. મારે અને એને કાંઈ સંબંધ નહીં. આહાહા હું તો માયા રહિત ચૈતન્ય સ્વભાવથી ભરેલો ભગવાન એને અનુભવું છું. આહાહા ! કહો, છોટાભાઈ ! આ મોટાભાઈની વાત છે આ, શાંતિ, શાંતિ, શાંતિ, આત્મા, આહાહા.. મારો નાથ તો શાંતિનો સાગર છે. અકષાય સ્વભાવથી શાંતિ, શાંતિ, શાંતિ અને એ મારો સ્વભાવ છે. આ માયા એ તો અશાંતિ. આહાહા... મારી શાંતિની જાતનું એ નહીં. બાપુ આ તો ધીરાના કામ છે બધાય.
ધર્મ કોઈ બહારની પ્રવૃત્તિ કરે, વ્રત પાળે ને ભક્તિયું કરે અને પાંચ મહાવ્રતના પરિણામ એ કોઈ ધર્મ નથી. આહાહા ! આંહી તો એ જાતનો “લોભ” ઈચ્છા આવી મહાવ્રતાદિની કે અરે આહાહાહા... એવી ઈચ્છાને અને મહાવ્રતના પરિણામને ને મારા સ્વભાવને કાંઈ સંબંધ નથી. આહાહાહા !
કાલ તો આવ્યું નહોતું બપોરે ચૈતન્યલોક જેમાં અનંતા અનંતા બાદશાહ ભગવાન એમાં અનંતા ગુણની પ્રજા પડી છે અંદર, આહાહાહા... એવો મારો ચૈતન્યલોક અસંખ્ય પ્રદેશી મારો સ્વદેશ, આહાહા... એમાં મારા અનંતા જ્ઞાનઆદિ વીતરાગી સ્વભાવથી ભરેલો હું છું. આહાહા! અને તે મારી સંપદામાં ન્યુનતા નથી. આહાહાહા... તેમ પ્રભુમાં સંપદામાં રમણીયતા ભરી છે મારા પ્રભુમાં તો રમણીયતા ભરી છે. આનંદ ને શાંતિમાં રમણ થાય એવી રમણતા પડી છે. આહાહા ! એમાંથી નીકળવું કેમ ગોઠે મને કહે છે. આહાહા ! શશીભાઈ ! આહા.. મારો નાથ આનંદનો અને શાંતિથી ભરેલો પ્રભુ એમાં મારી રમણતા એ લોભની રમણતા મારી નહીં. આહાહા ! સમજાણું કાંઈ? એ રમણમાંથી નીકળવું ગોઠતું નથી, પણ પુરુષાર્થની મંદતાથી જરી રાગ આવી જાય છે લોભ, મારે અને એને સંબંધ નથી કાંઈ. આહાહાહા!
એમ કર્મ આઠ કર્મને અને મારે કોઈ સંબંધ નથી. આહાહાહા ! જીવને કર્મ ન હોય ત્યારે કોને જડને હોય? અરે સાંભળને ભાઈ, આઠ કર્મ છે એ તો અજીવ તત્ત્વ, જડ તત્ત્વ છે પ્રભુ! એ તો જડલોક છે. આહાહાહા ! એક એક પરમાણમાં અનંત અનંત ગુણોનો એ જડલોક છે. આહાહા! એવા અનંતા પરમાણુનો પિંડ જે આઠ કર્મ એ જડલોક તે મારો નહીં, મારો તો ચૈતન્યલોક છે. આહા! આહાહા ! મારા ભગવાનમાં તો આનંદ આદિ શાંતિ આદિ સ્વભાવના સાગર ભર્યા છે. આહાહાહા ! આવું વીતરાગ સ્વરૂપ પરમાત્મા, આહાહા ! એ દયા,દાન, વ્રતનો વિકલ્પ ઊઠે, એ પણ કર્મની જાત છે મારી જાત નહીં, એમ કહે છે. આહાહાહા !
ભાઈ ! આત્મધર્મ સર્વજ્ઞ વીતરાગ ત્રિલોકનાથ પરમાત્માએ કહ્યો એ બાપુ કોઈ અલૌકિક છે પ્રભુ. આહાહા ! એમાં આજ વિજય દશમીનો દિવસ છે. આહાહા! આત્માનો વિજય કર પ્રભુ આજ. આહાહા!(શ્રોતા – આપના આશીર્વાદ જોઈએ) આહાહાહા ! એને કાળ અને રાગ કર્મ