________________
શ્લોક – ૩૦
૫૫૭
સંબંધ છે કર્મ ને ? એ જડનું જ સ્વરૂપ છે કર્મ, આહાહા... અત્યારની પ્રવૃત્તિ જગતની એટલી બધી ફેરફાર છે. આહાહા... સાધુઓ અને પંડિતો મોટા એવી જ વાતો કર્યાં કરે, આમ કરો આમ કરો, વ્રત કરો, અપવાસ કરો, ભક્તિ કરો. આહાહા ! સાધુને દાન આપો, એ તો બધી પ્રભુ રાગની ક્રિયા છે ભાઈ. આહાહાહા... એને અને મારે કાંઈ સંબંધ નથી. એટલે કર્મનો ભાવક એનાથી થયેલો ભાવ, એ મારે અને એને કાંઈ સબંધ નથી. સર્વજ્ઞ ભગવાન ત્રિલોકનાથ ૫૨મેશ્વર આમ ફરમાવે છે એ સંતો જગતને આડતીયા થઈને, આહા... જગતને જાહેર કરે છે પ્રભુ. એકવાર સાંભળને પ્રભુ, આહાહા... તારી પ્રભુતા ! વચનની બોલાય એને કર્મ ( સાથે ) સંબંધ છે એ તારી પ્રભુતા નહીં, તારી પ્રભુતા તો કર્મના સંબંધ વિનાનો છું એ તારી પ્રભુતા છે. આહાહાહા... કર્મના સંબંધમાં છું એ તો પામરતા છે, આહાહાહા ! એ કર્મના સંબંધ વિનાનું તારું તત્ત્વ છે, એ પ્રભુત્વ તત્ત્વ છે. આહાહાહા ! અત્યારે (પ્રરૂપણામાં ) ફે૨ફા૨ બહુ થઈ ગયો. શું થાય ? આહાહાહા !
''
કાયા’ આ કાયાને અને મારે કાંઈ સંબંધ નથી. આ તો જડની દશા એ હાલે કરે રહે એ બધી જડની ક્રિયા છે. એ આને હું હલાવું એ મારું સ્વરૂપ નથી. આહાહાહા... “કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા નિગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે.” આહાહા ! કાયા પરમાણું માટી ધૂળ એને સુંદર લાગે છે. લાગે કે આ સુંદર તે માટી પ્રભુ. આહાહા... એ જડ છે, અજીવ છે, એ અજીવ તત્ત્વ છે. એને અને મારા જીવ તત્ત્વને કાંઇ સંબંધ નથી. આહાહા ! શાસ્ત્રમાં તો એમ આવે કે જીવને પાંચ શ૨ી૨ છે. ઔદારિક, તેજસ, કાર્યણ ત્રણ શરી૨ છે. રસ્તામાં કાર્યણ અને તેજસ બે છે, અને ત્રણ છે નારકીને તેજસ કાર્યણ વૈક્રિયિક ત્રણ છે. કોઈ મુનિ આદિ કોઈને તો વળી આહા૨ક અને-એ હોય આહા૨ક શરીર હોય. આત્માને આ શરીર હોય છે કે જડને ? કે એ શરીર જ આત્માને નથી. આહાહા...
આવી વાત છે ભાઈ. ફેરફાર લાગે માણસને વસ્તુ સ્થિતિ આ છે, શરી૨ની ક્રિયા જે ક્ષણે ક્ષણે આ હાલે ચાલે આ હોઠ લે એ તો બધી જડની પર્યાય છે, આત્મા એને કરે નહીં અને આત્માને અને એને કાંઈ સંબંધ નથી. આહાહાહા... એ દેહ જે આમ હાલે છે, કહે છે કે, એ આત્માને અને હાલવાની ક્રિયાને કાંઈ સંબંધ નથી. આહાહાહા ! એમ દેહનો પગ જે આમ ફરે છે એને અને જમીનને પણ કાંઈ સંબંધ નથી, જમીન ૫૨દ્રવ્ય છે, આ શરી૨ ૫૨વસ્તુ છે. જે આ પગ નીચે અડે છે જમીનને શરી૨ ? ના. આહાહા... આવી વાત ક૨ે કહે.
(શ્રોતાઃ- પાંચ હજાર ધનુષ્ય ઊંચા રહે છે. ) એ વળી જુદું એની હારે શું સંબંધ છે આંહી તો હાલવા છતાં અડતું નથી તે વાત કરવી છે, એની વાત છે. એ વાત કાંઈ અને આ વાત કાંઈ છે. છે ? આહાહાહા... સમજાણું કાંઈ ? પાંચસે ધનુષ્ય ઊંચે છે છતાં ત્યાં આકાશને અડતા નથી. આંહી સંબંધ છે. ઊંચે છે માટે અડતા નથી. એમ સિદ્ધ થાય તેમ છે ? નહીં, નહીં. છે, છે. બધું ફે૨ફા૨ ઘણો છે ખ્યાલમાં છે બધો. આહાહા ! સમજાય છે કાંઈ ? આહાહાહા ! શરીર આમ ચાલે છે પગ એને જમીનને અડતો નથી, એમ કહેવું છે. જમીનને અડીને પગ હાલે છે એમ નથી, એ પગ પોતાના કારણના કરણના સંબંધથી આમ ચાલે છે. પોતાને આધારે ચાલે છે. એ શરીરને અને આત્માને કાંઈ સંબંધ નથી એમ કહે છે. જ્યારે ઓલાની હારે સંબંધ નથી, આહા... એમ