________________
૫૫૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ કાર્ય થઈ ગયું માતા, આહાહા... રાવણની સ્ત્રીને કહે છે, બા ! માફ કરજો મારાથી અમારાથી આ થયું એ અમે પદવીધર એટલે આ થયું, બીજા શું થાય? આહાહા ! એના સ્મશાનમાં હારે ગયા. આહાહાહા ! ઈ કાંઈ ઢોંગ કર્યો હશે? એણે પદવી પ્રમાણે દ્વેષ એ આવી ગયો અને એ સ્થિતિ બની ગઈ, પદવી છે એમને વાસુદેવ બળદેવની. આહાહા... હારે ગયા બાળે છે આમ તળાવની પાળે રામ અને લક્ષ્મણ બેસે છે, આહાહાહા... એ પુરુષોત્તમ પુરુષ રામ, એને આ દેખે છે કે આહાહા... આ સ્થિતિ અંદર જે આવ્યો તો ઢષ એને અને મારે કોઈ સંબંધ નથી, પણ એ આવ્યો અસ્થિરતાથી આહા... એ આ દિવસ છે, આહાહા... એ લંકામાં રામચંદ્રજી આમ બેઠા હશે પાળે તળાવની.... આહાહાહા...
એમ ભરત ચક્રવર્તીને આજે છેલ્લો દિવસ છ ખંડને સાધવાનો હતો. છ ખંડ સાધીને આજે પૂર્ણ થયું, પણ એ સમ્યગ્દષ્ટિ હતા. આહાહા... છ ખંડને સાધવાનો વિકલ્પ પણ આવ્યો છે, પણ મારા સ્વરૂપને અને એને કાંઈ સંબંધ નથી. આહાહા... આહા... એમ જાણીને રાગથી ભિન્ન થઈ, મોહથી ભિન્ન થઈ, ભગવાન આત્માના સ્વરૂપને ચૈતન્યલોક મહાપ્રભુ એના સ્વરૂપને અનુભવે. આહાહા ! આ રીતે ગાથામાં મોટું પદ છે તેને બદલી “રાગ’ શબ્દ લેવો મોહ” છે ને એને બદલે “રાગ' રાગને અને મારે કાંઈ સંબંધ નથી. રાગને અને મારે કાંઈ નાતો નથી. મારી નાતના નથી. આહાહા! હું ચૈતન્યલોક આનંદ સ્વભાવથી ભરેલો લોક એને અને રાગને મારે કાંઈ સંબંધ નથી. મારી નાતનો નથી માટે મારે નાતો નથી. આહાહા... મારી જાતનો નથી માટે મારે એનો સંબંધ નથી. આહાહાહા ! એના સંબંધથી રહિત મારી ચીજ પરિપૂર્ણ ભગવાન છે. જીવ સ્વરૂપ ચૈતન્યલોક ઠું, આહાહા... એને અનુભવું છું. એ જ્ઞાનસ્વરૂપી ભગવાન એને અને રાગને કોઈ સંબંધ નથી, તેથી ભગવાન આત્મા રાગના રસ વિનાનો ને ચૈતન્યના રસવાળો પ્રભુ, આહાહાહા... એને હું અનુભવું છું એમ સમ્યગ્દષ્ટિને આવો અનુભવ હોય છે. આહાહાહા ! મારગ બહુ ઝીણો આકરો બાપુ.
છે આકરો બાપ, આ તો લોકો કહે લોકની સેવા કરો, ભક્તિ કરો, પૂજા કરો, વ્રત પાળો ઈ તો બધી રાગની ક્રિયા પ્રભુ, રાગના કારણે આત્માને અનુભવ થાય ઈ ત્રણ કાળમાં નહીં. આહાહા !
એ ‘ષ” આવ્યો જરી રાવણને મારવાનો, ભરત ચક્રવર્તીને છ ખંડ સાધવાનો, પણ આહાહાહા. એ દ્રષને અને મારે કાંઈ સંબંધ નથી. મારો ભગવાન આત્માની જાત સિદ્ધ સ્વરૂપીની નાત એને અને આ વૈષના અંશને કાંઈ પણ સંબંધ નથી. આહાહા ! હું તો મારા સ્વભાવથી ભરેલો ભગવાન એને જાણું અને અનુભવું. આહાહાહાહા.. આનું નામ આત્મજ્ઞાન અને આત્મદર્શન કહેવાય છે. આહાહા...
પછી એનો ભેદ “ક્રોધ” પર પ્રત્યે જરી અણગમો આવી જાય, એને અને મારા ચૈતન્ય શુદ્ધ સ્વરૂપને કાંઈ સંબંધ નથી, એ મારી જાતનો નહીં એ કજાતનો ક્રોધ છે. આહાહા!મારી જાત તો આનંદ અને જ્ઞાનથી ભરેલો પ્રભુ, એની જાતને અને ક્રોધને કાંઈ સંબંધ નથી, એમ કહીને પોતાના ચૈતન્ય સ્વરૂપથી ભરેલો ભગવાન તેને પર્યાયમાં સન્મુખ થઈને અનુભવું એ હું છું, એ હું આત્મા છું. આહાહાહા ! - એમ “માન” જરી માનનો ભાવ આવે કહે છે કે મારી જાતથી ભિન્ન જાત કજાત છે.