________________
૫૫૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આમ શરીર નાનું આમ થાય, આમ થાય, એને કાંઈ ખબર નથી ત્યાં કયાં શું કરીએ છીએ, કોણ છે એ, અરે માણસ કે દિ' થાય? એને આવું સાંભળવું કે દિ' મળે ? અને સાંભળ્યા પછી પણ ભેદ કરે ક્યારે? બહુ દુર્લભ વસ્તુ ભાઈ. આહાહાહા !
આ લોકમાં હું સમ્યગ્દષ્ટિ જીવ, ધર્મી જીવ એમ પોતાને માને છે, કે હું પોતાથી જ એક “સ્વ” એક “સ્વ” આત્મસ્વરૂપને અનુભવું છું. પરને લઈને નહીં, ઉપદેશને લઈને નહીં, રાગને લઈને નહીં, એમ કહે છે. મારો નાથ ભગવાન ચૈતન્ય સ્વરૂપી એને હું એકરૂપ છું, તેને હું અનુભવું છું. આહાહાહા ! આનું નામ વિચિક્ષણ અને સમ્યગ્દષ્ટિ ! આહાહાહા !
“સર્વતઃ સ્વ-રસ નિર્ભર-ભાવ” કે જે સ્વરૂપ મારું સર્વતઃ ચારે બાજુથી પોતાના નિજ રસરૂપ ચૈતન્યના પરિણમનથી પૂર્ણ ભરેલો, આહાહાહા... મારો પ્રભુ તો શુદ્ધ ચૈતન્ય સિંધુ દરિયો મોટો સાગર, આહાહાહા.. જ્ઞાનાદિ ગુણોનો તો ગોદામ, મારો નાથ તો જ્ઞાનાદિ ગુણનો ગોદામ. શક્તિનો સંગ્રહાલય, અને સ્વભાવનો સાગર, આહાહાહા... એવો જે સ્વરૂપ સર્વતઃ પોતાના નિજરસરૂપ ચૈતન્યના નિજરસ ચૈતન્યના પરિણમનથી એટલે સ્વભાવથી અહીં વાત છે. સ્વભાવ પૂર્ણ ભરેલાં ભાવવાળું છે. પરિણમન શબ્દ એટલે પારિણામિક સ્વભાવથી ભરેલો પરિપૂર્ણ છે. પરિણમન એટલે પર્યાય ન લેવી. સમજાણું કાંઇ? આહાહાહા !
અરે સમય ચાલ્યા જાય છે. વીજળીના ઝબકારે આયુષ્ય પૂરું થઈ જશે ભાઈ, એ ઝબકારો ચાલ્યો જશે. આહા. એમાં આ પોરવી લે મોતી. આહાહા ! વિજળીને ઝબકારે મોતી પરોવી લો, સોય પરોવી લો. આહાહા!મારો નાથ ચૈતન્ય સ્વરૂપ એક સ્વરૂપે બિરાજે છે. નિજરસરૂપ ચૈતન્યના ભાવથી પૂર્ણ ભરેલો ભાવવાળો છું. જ્ઞાન દર્શન આનંદના ભાવથી પૂર્ણ ભરેલો છું, વિકાર તો નહીં પણ અલ્પજ્ઞપણું પણ નહીં. આહાહા !
માટે આ મોહ મારો “કશ્ચન નાસ્તિ નાસ્તિ” કાંઈ પણ લાગતો વળગતો નથી. આહાહાહા ! એ શુભઅશુભ રાગાદિભાવ, એ મોહભાવ કેમ કે એ પર તરફના સાવધાનીવાળો ભાવ, મારા સ્વરૂપના સાવધાનીના ભાવથી એ ભિન્ન ભાવ છે. મારે ને એને કાંઈ લાગે વળગે નહીં. આહાહાહા... ચૈતન્યના સ્વભાવથી ભરેલો હું એને આ રાગ જે પર તરફનો મોહ ભાવ એ મારે કાંઈ નાસ્તિ નાસ્તિ, કશ્વન એટલે કાંઈપણ લાગતો વળગતો નથી, અને એને અને મારે કાંઈપણ નાતો નથી. નાસ્તિ નાસ્તિ બે વાર છે ને? કાંઈ નથી, કાંઈ નથી મારે ને એને. આહાહાહા... આહા...
ત્યારે અતિ શું છે હવે? મારું હોવાપણું મારું પ્રભુ, એનું હોવાપણું શું છે? આની તો મારામાં નાસ્તિ છે, અસ્તિપણે મારી મોજૂદગી ચીજ પ્રભુ છે એ શું છે? “શુદ્ધચિઠ્ઠન મહઃ નિધિ અસ્મિ” આહાહા! હું તો શુદ્ધ ચૈતન્યના સમૂહુરૂપ, છે? શુદ્ધ ચિ ઘન સમૂઠ મહઃ નિધિ તેજ: પૂંજનો નિધિ છું. મહઃ એટલે તેજ, આહાહા.. હું તો શુદ્ધ ચિલ્વન ચૈતન્યનો સમૂહ, ચૈતન્યનો સમૂહ ભગવાન તો છું હું, આહાહાહા! એક વાત, તેજ: પૂંજનો નિધિ મહ: નિધિ, મહઃ નામ તેજ, નિધિ નામ દરિયો અસ્મિ એટલે હું છું. આહાહા ! આવી વાત છે. ભાવકભાવના ભેદ વડે આવું અનુભવન કરે ત્યારે તેને સમ્યગ્દષ્ટિ અને ધર્મી કહેવામાં આવે છે બાપા. આહાહાહા! સમજાણું કાંઈ? –વિશેષ કહેવાશે (શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ)