________________
૫૫૦
સમયસાર સિદ્ધિ ભાગ-૨ [મોદ:] આ મોહ [મન] મારો [શન નાસ્તિ નાસ્તિ] કાંઈ પણ લાગતાવળગતો નથી અર્થાત્ એને અને મારે કાંઈ પણ નાતો નથી.[શુદ્ધ-નિ-ધન-મ:-નિધિ: મિ] હું તો શુદ્ધ ચૈતન્યના સમૂહરૂપ તેજ:પૂંજનો નિધિ છું. (ભાવકભાવના ભેદ વડે આવું અનુભવ કરે.) ૩૦.
એવી જ રીતે, ગાથામાં “મોહ” પદ છે તેને બદલી, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, ધાણ, રસન, સ્પર્શન-એ સોળ પદનાં જુદાં જુદાં સોળ ગાથાસૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં.
શ્લોક - ૩૦ ઉપર પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન એનું હિન્દી બનાવ્યું છે ને આ કળશમાં બનારસીદાસે, कहै विचच्छन पुरुष सदा मैं एक हौं । अपने रससौं भर्यो आपनी टेक हौं ।। मोहकर्म मम नांहि नांहि भ्रमकूप है । सुद्ध चेतना सिंधु हमारौ रूप है ।। ३३।।
એ મલિનતાના પરિણામ તો ભ્રમણાનો કૂવો છે, જ્યારે હું “શુદ્ધચેતના સિંધુ હમારો રૂપ હૈ” “શુદ્ધ ચેતના સિંધુ ઠુમારો રૂપ હૈ.”
ભાષા કેવી કરી છે, મોહ કર્મ નાહીં નાહીં ભ્રમ કૂપ હૈ, એ ભ્રમણા પણ મર્યાદિત કૂવા જેવી છે. આહાહા. આહાહાહા.. પણ શુદ્ધચેતના સિંધુ હમારો રૂપ હૈ. આહાહા! એ છે દેખો, આ લોકમાં હું આ શ્લોકનું (હરિગીત) બનાવ્યું બનારસીદાસે. આ જગતની અંદર એટલે જગત સિદ્ધ કર્યું, હું સ્વયં પોતાથી જ એટલે કોઈ ઉપદેશ મળ્યો માટે થાઉં છું એમ નહીં. આહાહાહાહા ! ભગવાન અને ગુરુનો ઉપદેશ મળ્યો માટે હું સ્વયં અનુભવરૂપે થાઉં છું એમ નહીં. આમ છે. દેશનાલબ્ધિ મળી માટે હું આમ થાઉં છું? કે ના. આહાહાહા ! પોતાથી જ, સ્વયં છે કે, હું તો મારા સ્વરૂપથી જ પ્રકાશું છું “એક સ્વ” (શ્રોતા - એ પોતાથી તો બરાબર છે પણ “જ' કયાંથી કાઢયું?) ઈ “જ' કાઢયું એ પોતાથી “જ' પરથી નહીં એમ સિદ્ધ કરવા કાઢયું. (કહ્યું, “સ્વયં
એકં સ્વ” એમ આવ્યું ને જુઓ ને “એક સ્વ” પોતાના એક સ્વરૂપને ભિન્ન રાગાદિને નહીં, ભિન્ન ભાવને નહીં. આહાહાહા !
મારો પ્રભુ એક આત્મસ્વરૂપ પ્રભુ છે. આહાહાહા. ચૈતન્યબિંબ પરમાત્મ સ્વરૂપ મેં આત્મસ્વરૂપ મેં એકરૂપ હું. ભિન્ન ભિન્ન પ્રકાર જે છે એ રૂપે હું નહીં. આહાહાહા ! આવું આકરું લાગે ભાઈ. આહાહાહા ! અરે સાંભળવા મળે નહીં, એ બિચારા કે દિ' વિચારે અને કયાં જાય અરે એની રખડપટ કેમ મટે? “આ લોકમાં હું” એટલે શું? જગતનું અસ્તિત્વ છે એમાં મારું અસ્તિત્વ પોતાથી પોતાના એકઆત્મસ્વરૂપને અનુભવું છું. આહાહા... હું મારો આનંદનો સાગર નાથ ચૈતન્ય સ્વભાવી ભગવાન એને પરના આલંબન અને અપેક્ષા વિના મારા સ્વભાવને એકરૂપે હું અનુભવું છું. હું આનંદ છું, જ્ઞાન છું, શાંતિ છું, સ્વચ્છ છું, પ્રભુ છું. આહાહા ! આ જીવ અધિકાર છે ને એટલે જીવનું સ્વરૂપ જુદું પાડીને જીવપણું આ છે એમ બતાવ્યું. આહાહાહા ! તેથી રાગને અજીવ કહ્યો, જડ કહ્યો, ચૈતન્ય સ્વરૂપ નહીં માટે જડ, આહાહાહા....