________________
૫૪૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આહાહાહા! ભગવાન સિંધુ ચૈતન્ય, ચૈતન્ય સિંધુ એ આવશે આ કળશમાં. આહાહા ! ચૈતન્યનો સિંધુ એની ભરતી પર્યાયમાં આવે તો તો જ્ઞાન દર્શન ને આનંદની આવે ભાઈ. આહાહાહા ! અને ભાવકકર્મ છે તેનો ભાવ તો મલિન ભાવ તે તેની ભરતી છે, પણ અહીંયા જ્ઞાનના ઉપયોગમાં જણાતા, લક્ષ ત્યાં છે તેથી મલિનપણું દેખાય છે. આહાહા ! પણ લક્ષને ફેરવી નાખ, ભગવાન જ્ઞાનસિંધુ છે તેના ઉપર લક્ષ કર. તો એ રાગની ભિન્નતાનો તને ભાસ થશે, તને અંદર. આહાહા ! કહો આવું છે. (શ્રોતા- ખૂબ માલ કાઢયો આપે) આવી વસ્તુ છે. આહાહા!
એને પહેલું સમજણમાં તો ત્યે વાતને પહેલી. જ્ઞાનમાં એનો નિર્ણય તો કરે, કે મારો પ્રભુ શુદ્ધ ચૈતન્ય શક્તિના સ્વભાવથી ભરેલો ભગવાન એમાંથી મલિનતાના પરિણામ ક્યાંથી આવે? આહાહા! આહાહાહા ! સાકરના પરિણામ પાતળા પડે પણ કાંઇ રાગરૂપે થાય ? કાળીજીરીરૂપે થાય? એ સાકરના પાણી પાતળા પડે તોપણ મીઠા રહે, હૈ? આહાહા ! એમ ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપ જાણક દેખન આનંદ આદિ શક્તિના સામર્થ્યવાળો પ્રભુ, એની પર્યાયમાં છોળો આવે તો નિર્મળ જ્ઞાન દર્શન આનંદની આવે ભાઈ. આહા... એ દ્રવ્યનું જેને લક્ષ થાય તેને પર્યાયમાં આનંદ અને જ્ઞાનની પર્યાયની વ્યક્તતા છોળ આવે. આહા.. પણ જેને દ્રવ્ય સ્વભાવનું લક્ષ નથી તેથી દ્રવ્યની વ્યક્તતા જે છે, જ્ઞાન દર્શન ઉપયોગની(તેની) તેને ખબર નથી. તેથી તેના જાણવા દેખવાના ઉપયોગમાં ભાવકનો ભાવ ભાસે તે હું છું, એમ માનીને ત્યાં અટકી ગયો છે. આહાહા! આહાહાહા !
બેનની ચોપડીની માગણી બહુ આવે છે. હવે જગતના ભાગ્ય, આહા.. ટાણે આવ્યું, આહાહા ! ટાણે આવ્યું. બાપા! ભાઈ પણ સમજવું મહા પુરુષાર્થ છે. એ કોઈ ભગવાનની ભક્તિ કરી છે કે દેવગુરુ શાસ્ત્રની ખબખૂબીયા આહાહા આમ કર્યા આહાહા માટે એ સમજાય જાય એવી એ ચીજ નથી. આહાહાહા ! મોટા ગજરથ કાઢે પાંચ પાંચ લાખના ખરચ કરીને, વરઘોડા કાઢે પચીસ પચીસ પચાસ પચાસ ઘોડા આમ એકવીસ એકવીસ હાથી. અમારે થયું'તું ને, જયપુર વરઘોડો જ્યારે નીકળ્યો તો ભગવાનનો, હું ત્યાં હતો ને ભગવાનના રથમાં બેઠો હતો. એકવીસ હાથી, ચાલીસ હજાર માણસ સાથે અને ચાલીસ હજાર માણસો સાથે અને ગામના તો માણસ લાખો ઉપરથી દેખે, શું છે આ તે કાંઈ? રાજા આવ્યા છે કાંઈ? જયપુર, એકવીસ એકવીસ હાથી મોઢા આગળ શણગારેલા અને હજાર હજાર માણસ પછી એકેક બેન્ડવાજા, મોટું લશ્કર, જોવા નીકળ્યું લોકો ગામ દિગંબર સાધુ જોવા નીકળ્યા પણ આ શું છે પ્રભુ ન્યાં એ તો બધી બહારની ચીજ છે. એ તો જડની ક્રિયા બહારની છે. અને તેમાં ભાવ હોય તો કદાચિત્ રાગની મંદતા હોય તો એ શુભ છે, અને એ શુભ પણ મલિનભાવ છે. આહાહા ! આવું! એ પણ ભાવકનો ભાવ છે, જ્ઞાયકનો ભાવ નહીં. જ્ઞાયકનો ભાવ નહીં. ભાવકનો ભાવ છે. આહાહા!
ત્યારે ભાવકભાવ જે દ્રવ્યકર્મરૂપ મોહનો ભાવ તેનાથી જરૂર ભેદભાવ થાય છે. કેમકે ભાવકનો ભાવ છે, એ દ્રવ્ય સ્વભાવ જ્ઞાયકનો ભાવ નથી. આહાહાહા... શું શૈલી! ગજબ છે શૈલી ! આવી ટીકા અત્યારે ભરતક્ષેત્રમાં ક્યાંય નથી. દિગંબર ધર્મ સિવાય આવી વાત ક્યાંય નથી. આહાહાહા ! અને એનો આત્મા જરીક મધ્યસ્થ થઈ જાય તો તેને કબુલાત આવે કે વાત