________________
શ્લોક – ૩)
૫૪૯ તો આ જ છે. ભાવકભાવ જે દ્રવ્યકર્મરૂપ મોહનો ભાવ તેનાથી જરૂર ભેદભાવ થાય છે અને આત્મા જરૂર પોતાના ચૈતન્યના અનુભવરૂપ સ્થિત થાય છે. આહાહા ! એ મલિનભાવ એ ભાવકનો ભાવ પણ જ્ઞાયકનો નહીં, એમ ભેદ કરતાં જ્ઞાયકભાવની પરિણતિ શુદ્ધ થઈ જાય છે. આહાહાહા! એ રાગથી ભિન્ન પડતાં દ્રવ્યસ્વભાવની શક્તિ પર દૃષ્ટિ પડતાં પર્યાયમાં જ્ઞાનીના જ્ઞાનનો અનુભવ થાય છે. આનું નામ ધર્મ છે. અરે ! હવે આવી વ્યાખ્યા. સમજાણું કાંઈ ? કહો બાબુભાઈ, આવું સાંભળ્યું નથી ક્યાંય ત્યાં માંગરોળમાં એવી વાતો બાપા છે, આહાહા.... મીઠી મધુરી વીણા વાગે છે. આહાહાહા !
એ જ્ઞાયકભાવ, આમાં પુનરુક્તિ લાગે એવું નથી. આહાહા.. એ જ્ઞાયકભાવ ભગવાન, એનો વ્યક્તભાવ પ્રગટભાવ તો જ્ઞાયકની પરિણતિરૂપ ભાવ હોય, આ જાણવું દેખવું આનંદ આદિ, અને આ ભાવકનો ભાવ વિકાર છે, એ પર્યાયમાં આમ દેખાય છે તે ભિન્ન છે, એમ જેણે ભેદજ્ઞાન કર્યું. આહાહાહા... એણે જ્ઞાનમાં સ્વભાવની અનુભૂતિ રહી. જે રાગનો અનુભવ હતો મલિનતાનો, તેનાથી ભેદ કર્યો એટલે અરાગનો અનુભવ થયો. અનુભૂતિ શુદ્ધ ચૈતન્યની થઈ. આહાહાહા !
અરે લોકો બિચારા વિરોધ કરે બાપુ માફ કરજો ભાઈ મારગ તો આ છે. તમને દુઃખ લાગે તો શું કરીએ ભાઈ. આહાહા ! વસ્તુ તો આ છે, ત્રણ કાળ, ત્રણ લોકમાં આ જ વસ્તુની સ્થિતિ છે. એને દૃષ્ટિમાં ન લેતાં જે મલિન પરિણામ જે ભાવકનો ભાવ એને દૃષ્ટિમાં લેવો, એ તો મિથ્યાત્વભાવ, સંસારભાવ છે. આહાહા ! પણ એનાથી ભિન્ન પડી કેમ કે એ પરનો ભાવ છે માટે સ્વનો ભાવ નથી માટે ભિન્ન થઈ શકે છે, એમ કહે છે. આહાહા ! એ ઝળક દેખાય છે ઉપયોગમાં એ તો શુદ્ધ ઉપયોગ, ઉપયોગની ચીજ એવી છે,(મલિન) પણ દેખાય છે પણ ઈ છે પરભાવ એને ભિન્ન પાડીને પ્રભુ ચૈતન્યના સ્વભાવ સન્મુખ થવું તેને અનુભૂતિ જ્ઞાનની ને શાંતિની થાય તેને પરમાત્મા અહીં ધર્મ કહે છે. આવી ધર્મની શરતું છે બાપા. આહાહાહા ! એ ભાવાર્થ થયો.
( શ્લોક – ૩૦ )
(વાતા) सर्वतः स्वरसनिर्भरभावं चेतये स्वयमहं स्वमिहैकम्। नास्ति नास्ति मम कश्चन मोह:
शुद्धचिद्धनमहोनिधि रस्मि।।३०।। હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે
શ્લોકાર્થ-[ રૂદ] આ લોકમાં [૪]હું[ સ્વયં] પોતાથી જ[ૐ ચં] પોતાના એક આત્મસ્વરૂપને [૨ ] અનુભવું છું [સર્વત: સ્વ-રસ-નિર્મર-માવં] કે જે સ્વરૂપ સર્વત: પોતાના નિજરસરૂપ ચૈતન્યના પરિણમનથી પૂર્ણ ભરેલા ભાવવાળું છે; માટે