________________
શ્લોક – ૩)
પપ૧ કેમકે રાગ છે તે ચાહે તો ભગવાનની ભક્તિ હો કે ગુરુની ભક્તિ હો, પણ રાગ છે તે અચેતન છે. રાગમાં પોતાને જાણવાની તાકાત નથી, (શું કહ્યું?) રાગમાં પોતાને જાણવાની તાકાત નથી, રાગ પર દ્વારા, આત્મા દ્વારા જણાય માટે તે રાગ અચેતન ને જડ છે. આહાહાહા...
કહો ઈશ્વરલાલજી, આવી ઈશ્વરતા છે. આહાહા.. હવે લોકો બિચારા શું કરે ? વિરોધ કરે. ભગવાન તત્ત્વનો વિરોધ કરે છે પ્રભુ, તારું તત્ત્વ જ એવું છે. ભાઈ, તને એકાંત લાગે કે આ તો વ્રત ને નિયમ ને તપ ને ભક્તિના ભાવને રાગ કહીને ઉડાવી દે છે. આહાહા! ભાઈ તને ખબર નથી, તારો ચૈતન્ય ભગવાન એકલા જ્ઞાન, દર્શન, આનંદના સ્વભાવથી ભરેલો પ્રભુ એના ઉપયોગમાં રાગ કયાંથી આવે? ( ન આવે.)
ત્રિકાળી ઉપયોગ સ્વરૂપ, ઉપયોગમાં ઉપયોગ છે. સંવરમાં આવ્યું ને ભાઈ. આહાહા! એટલે? નિર્મળ ઉપયોગ પરિણતિમાં આત્મા છે, રાગમાં આત્મા નથી. આહાહાહા.. ગજબ શૈલી ! દિગંબર સંતોની વાતું પરમાત્માને જાહેર પ્રસિદ્ધ કરીને પોકાર મારે છે. દાંડી પીટીને પોકારે છે. દુનિયા માનો ન માનો સમાજમાં સમતોલ રહો ન રહો ! એ નાગા બાદશાહથી આઘા. આહાહા... આહા... દિગંબર સંતો પોકાર કરે છે આમ. આહાહા !
એ પોતાથી જ એક'ને સ્વ' એક એક રૂપમેં ભેદેય નહીં, રાગ તો નહીં પણ પર્યાયનો ભેદેય નહીં એવું એક સ્વ, એક સ્વ, એક રૂં, એક હું, એક પોતે, એક પોતે, આહા.. છે ને? એક પોતાનો એક અને સ્વનો અર્થ આત્મસ્વરૂપ, એક રૂપ . એક એટલે પોતાનો એક, અને સ્વ એટલે પોતાનું સ્વરૂપ “આત્મ સ્વરૂપ”. આહાહા ! ભાગ્યશાળીને કાને પડે એવી વાતું છે બાપુ રામજીભાઈ કહે છે ને. આહાહા ! આવી વાત છે, ભાઈ (શ્રોતા – ભાગ્ય લઈને આવ્યા છીએ હવે ) એ તો એને કરવાનું છે ને? (શ્રોતા- એ તો કરવાનું તો પોતાને જ હોયને) એ તો કહ્યું'તું અહીંયા સ્વયં એકએવ કરે છે, બતાવ્યું માટે કરે છે એમ છે નહીં. આહાહાહા !(શ્રોતા- ગુરુ તો બતાવીને અળગા રહે છે) બીજુ શું કરે? વસ્તુ તો આ છે. ગતિ તો એણે કરવી છે ને? ચાલવું તો એને છે ને? બીજો મારગ બતાવે, કે જો આ મારગ છે આંહીથી જા, એ બે વાડ વચ્ચેથી, પણ હાલવું તો એને છે ને? કોઈ હારે આવે? અને હારે આવે તો પણ હાલવું તો પોતાને છે ને. આહાહાહા !
હું, કહે વિચિક્ષણ પુરુષ, વિચિક્ષણ એટલે જ્ઞાની તેને વિચિક્ષણ કહીએ, જગતના ડાહ્યા એ બધા પાગલ જેવા છે, (શ્રોતા:- પાગલ જ છે પાગલ જેવા એમ નહીં.) જગતના બધા વકીલો ને આ મોટા વકીલ હતા ત્રીસ વરસ પહેલાં બસો રૂપીયા લેતા, પાગલ મોટા એલ. એલ. બી.વાળા મોટા પૂંછડાં વળગાડયા હોય, વકીલાતના હજાર હજારનું દનિયું લેતા હોય, મોટા પાગલ છે. આહાહા !
અહીંયા તો વિચિક્ષણ એને કહીએ કે જેને રાગથી ભિન્ન પડી મારું ચૈતન્ય સ્વરૂપ શુદ્ધ છે, એવો અનુભવ થયો એને વિચિક્ષણ અને ડાહ્યો કહીએ, બાકી બધા પાગલ છે. આહાહાહા... જેના ફળમાં ચાર ગતિ મળે રખડવું એ શું ચીજ છે બાપુ. આહાહા ! અરે રે ભવભ્રમણ કરતો
ક્યાં ભવ જાય. અરે રે એક સવારમાં ઓલી દિશાએ જઈએ છીએ ને ત્યાં મૂકે છે શું કહેવાય પ્રકાશ, બેટરી મૂકે છે ત્યાં એકદમ ફુદા એવા આવે જુદા જંગલમાં બિચારા ચૌરેન્દ્રિય લાગે છે,