________________
શ્લોક – ૩)
૫૫૩
પ્રવચન નં. ૧૦૫ શ્લોક – ૩૦ ગાથા - ૩૭
આસો સુદ-૧૦ બુધવાર તા. ૧૧-૧૦-૭૮ સં. ૨૫૦૪ સમયસાર ૩) કળશનો વિસ્તાર છે ને, ૩૦ માં એમ આવ્યું કે આ જગતમાં હું એક આત્મા પોતાના સર્વસ્વ સ્વભાવના રૂપથી ભરેલો પદાર્થ છું. જીવનું સ્વરૂપ છે ને અધિકાર છે ને છેલ્લો, આ લોકમાં હું પોતાથી જ પોતાના એક આત્માને અનુભવું છું. મારા અનુભવ માટે મને કોઈ ઉપદેશની જરૂર નથી તેમ પોતાના અનુભવ માટે કોઈ રાગની મંદતાના વિકલ્પની પણ જરૂર નથી. આહાહા !(શ્રોતા:- તો શેની જરૂર છે ) જરૂર, પોતાના સ્વભાવ સન્મુખ થઈને અનુભવવું તે, આહાહા ! આવું છે. જનમ મરણ રહિત થવાનો ઉપાય આ છે બાકી તો જનમ મરણ કરીને અનંત કાળથી દુઃખી છે. લોકો કહે છે ને કે આ દયા દાન વ્રત ભક્તિ આદિના પરિણામ હોય તો અંદર આત્માનું કલ્યાણ થાય એ વાત તદ્ન મિથ્યાવાત છે. આહાહાહા !
પોતાથી અનુભવું છું. સ્વરૂપ સર્વતઃ નિજરસરૂપ ચૈતન્યના ભાવથી પૂર્ણ ભરેલો છું, હું ચૈતન્યલોક છું. (શ્રોતા- એમાં પરિણમન છે એટલે ) સ્વભાવભાવ કહ્યું તું કાલે પારિણામિક સ્વભાવભાવ, પરિણમન પર્યાય નહીં. ચૈતન્યના આ સ્વભાવભાવથી ભરેલો ભગવાન છું હું. આહાહાહા... ચૈતન્યલોક બપોરે આવ્યું'તું ને કાલે ચૈતન્યલોક જેમાં અનંતાગુણો “લોકયન્ત' એટલે જણાય એવો એ ચૈતન્યલોક છે. આહાહા. એ ચૈતન્યલોકમાં અનુભવમાં જતાં મારો કાંઈપણ રાગ મોહ લાગતા વળગતો નથી. મોહમાં આવ્યું છેને કાલે, પર તરફની સાવધાનીનો જે વિકલ્પ છે, એને ને મારા સ્વભાવને કાંઈ લાગતું વળગતું નથી. આહાહાહા ! હું તો શુદ્ધ ચૈતન્યના સમૂહનો નિધિ છું, ચૈતન્યલોક એના સ્વભાવનો હું તો સાગર નિધિ સિંધુ છું.
(શ્રોતા:- ઈ તો ત્રિકાળી સ્વરૂપની વાત આવી). વસ્તુ એ જ છે પણ અનુભવે છે એ પર્યાય, પણ છો આવો, આહાહાહા. ચૈતન્યલોક પરમાત્મસ્વરૂપ મારું, તેને હું પરના સંબંધ વિના, મોહના સંબંધ વિના મારા સ્વરૂપને હું અનુભવું છું, એનું નામ આત્માનું જ્ઞાન અને આત્મદર્શન કહેવામાં આવે છે. આહાહાહા... આવી વાત છે. જો આજે દશહરા છે ને? રામ લક્ષ્મણે રામે રાવણના માથા તોડયા'તા અને વિજ્યા દશમી છે, ભરત ચક્રવર્તીએ આજે વિજયવિજય કર્યો હતો. આહાબહારનો, છ ખંડનો આ વિજયા છે ને આસો મહિનો વિજય માસ કહેવાય છે. વિજ્યા દશમી એક તો રાવણને માર્યો આજે મહાપુરુષ હતા એ, છતાં માર્યો. (શ્રોતા–માર્યો એ પરિણામ કેવા?) એ દુઃખદાયક પરિણામ હતા, પણ બીજો કોઇ ઉપાય નહીં. એ ભૂમિકા વાસુદેવને બળદેવની ભૂમિકા ખેદ અંદર થયો છે ભાવમાં, આહાહા! રાવણને માર્યો દેહ છૂટી ગયો રાવણનો, એ આ દિવસ છે. છતાં એની (રાણી) મંદોદરી પાસે ગયા બેય (શ્રોતાઃ- માર્યા પછી ગયા ને) માર્યા પછી ગયા પણ એ તો મારી પદવીને યોગ્ય હતું તે થયું. બા, માતા, હું કોઈનો વેરી નથી, આહાહા ! આહાહા ! જુઓ તો ઉત્તમ પુરુષો, સમ્યગ્દષ્ટિ છે, હું તો આત્મા જ્ઞાનસ્વરૂપ છું. અંદર આ રાગ આવ્યો એને ને મારે કોઈ સંબંધ નથી પણ આવ્યો. આહા! અને દ્વેષ આવ્યો છે. એને અને મારા સ્વરૂપને કાંઈ સંબંધ નથી પણ અસ્થિરતાથી આ