________________
ગાથા
૩૬
૫૪૭
પર્યાયનો ઉછાળો આવે. આહાહાહા ! એમાંથી એના ઉપયોગમાં જે આ કર્મનો ભાવકના પુણ્ય પાપના ભાવ મલિન જે છે પુદ્ગલનો ભાવ, એના સ્વભાવનો એ ભાવ છે, જીવના સ્વભાવનો એ ભાવ નથી. એ પુદ્ગલ દ્રવ્યનો છે.
–
જ્યારે ભાવકભાવ જે દ્રવ્યકર્મરૂપ મોહનો ભાવ, ભાવકર્મ એનો ભાવ શુભઅશુભ રાગ તે દ્રવ્યકર્મરૂપ મોહનો ભાવ, તેનાથી અવશ્ય ભેદભાવ થાય છે. કેમકે એ ૫૨નો છે માટે ભેદભાવ થાય છે. એમ કહ્યું છે. એ સ્વનો નથી માટે ભેદભાવ થાય છે. આહાહા ! સમજાણું કાંઈ ? આવો મારગ ને આવો ઉપદેશ શું કહે છે, હજી એ પકડવું કઠણ પડે. આહાહા... અરે રખડતાં અનંતકાળ ગયો એને સત્ય મળ્યું નથી. સત્ય મળે ત્યારે એણે ( સમજવાની ) દ૨કા૨ કરી નથી. આહા... આહાહા... એ ભાવકભાવ જે દ્રવ્યકર્મરૂપ મોહનો ભાવ, તેનાથી જરૂર ભેદભાવ થાય છે. કેમ ? કે એના સ્વભાવમાં અને એના સ્વભાવની વ્યક્તતામાં એ વિકાર નથી. આહાહાહાહા!
ભગવાન આત્મા ચૈતન્ય સ્વભાવનો સાગર, એનામાં વ્યક્તતા હોય તો તેના સ્વભાવની શક્તિની વ્યક્તતા હોય પણ પુણ્ય ને પાપના મલિન ભાવની વ્યકતતા એ (આત્મ ) શકિતની વ્યકતતા નથી, એ દ્રવ્યના સ્વભાવની વ્યક્તતા નથી. આહાહાહા... એ કર્મના ભાવકના ભાવનો ભાવ માટે, છે ? તેનાથી જરૂર ભેદભાવ થાય છે. આ કા૨ણે એનાથી ભેદભાવ થાય છે એમ કહે છે. શું કહ્યું ઈ ? ભગવાન આત્મા ચૈતન્ય, ચૈતન્ય, ચૈતન્ય, સિંધુ દરિયો ખારો આ દરિયો હોય એની છોળો ખારી હોય, મીઠો દરિયો હોય એની છોળો મીઠી હોય. એમ ભગવાન તો આનંદ ને જ્ઞાન સાગ૨નો સાગર ભર્યો છે, એની છોળું જો વ્યક્તતા હોય તો ઉપયોગ જ્ઞાન દર્શનના ઉપયોગની એની વ્યક્તતા હોય. એ ઉપયોગમાં જે કર્મના ભાવકનો ભાવ દેખાય છે, એ જડકર્મનો ભાવ છે, માટે તેનાથી જુદો થઇ શકે છે. આહાહા ! આવી વાત છે. ઓહો ! શું આચાર્યોએ કામ કર્યાં છે. દિગંબર સંતોએ, અમે તો એના દાસ છીએ ! ને, આ તો કાંઇ વાત કે, શું કરે પ્રભુ. તું કોણ છો ? ક્યાં છો ? હું તો જ્ઞાનદર્શન સ્વભાવથી ભરેલો તત્ત્વ ત્યાં હું છું. અને ત્યાં હું છું એમ જેણે માન્યું એની શક્તિમાંથી વ્યક્તતા તો જાણવા દેખવા અને આનંદની થાય. આહાહા ! એવા જાણવા દેખવાના ભાવ એમાં જે મલિનતા દેખાય છે એ જડ કર્મના ભાવકનો ભાવ છે, એ તારા સ્વભાવનો ભાવ( નથી ). આહાહાહા... ( શ્રોતાઃ- એ જડ કર્મની દોસ્તીનો ભાવ ) દોસ્તી પોતે કરી છે, તે તરફના વલણમાં ઉપયોગમાં મલિનતા થાય છે, એ ચૈતન્યનો ઉપયોગ નથી. આહાહા !ઈ જડકર્મના ભાવનો ભાસ અંદર થાય છે એ મલિન ભાવ છે. જેથી તે જડકર્મના ભાવકનો ભાવ જણાય તે ચૈતન્યના સ્વભાવભાવમાંથી નથી આવ્યો માટે ચૈતન્યના સ્વભાવની વ્યક્તતાને લક્ષમાં લેતાં અથવા દ્રવ્યને કાયમ લક્ષમાં લેતાં એ મિલન ભાવ જુદો પડી જાય છે. આવું છે. આહાહાહા !
સંપ્રદાયમાં એ હાલે કે આ સામાયિક કરો, પડિકમણા કરો, આ કરો ને આ કરો, ભક્તિવાળા ને એ આવે કે ભક્તિ કરો દેવગુરુની, બાપુ મારગડા જુદા ભાઈ. આહાહા ! ( શ્રોતાઃ- બધાં ૫૨સન્મુખતાના ભાવ છે. દેવગુરુશાસ્ત્રની ભક્તિના ભાવ ૫૨સન્મુખતાના ભાવ છે ) રાગ છે ઈ ૫૨સન્મુખ છે, એ ખરેખર ભાવકનો ભાવ છે, એ ચૈતન્ય દ્રવ્યના સ્વભાવનો એ ભાવ નથી.