________________
ગાથા
૩૬
દેખાય છે. આહાહાહાહા !
આવો ઉપદેશ હવે આ તે ક્યાં એમ કહે કે ભગવાનની ભક્તિ કરો, ગુરુની ભક્તિ કરો તો તો સમજાય, હવે ભક્તિ ભક્તિ કરે એ તો બધો રાગ છે, સાંભળને હવે. (શ્રોતાઃકુંદકુંદાચાર્ય કહે છે ઈ બધો રાગ છે ) એ રાગ છે, એ કર્મના ભાવકનો ભાવ છે. ભાઈ તને ખબર નથી. આહાહાહા ! ભારે કામ આકરું બાપુ ! આહા ! બહુ ગાથા સરસ ! ચૈતન્યની શક્તિની વ્યક્તિ ભગવાન સામર્થ્ય તો એનું ચૈતન્ય સામર્થ્ય જ્ઞાનદર્શન સામર્થ્ય છે આત્માનું. એની વ્યક્તિ, પ્રગટતા જ્ઞાન દર્શન ઉપયોગમાત્ર છે. એની પ્રગટતા તો જાણવું દેખવું ઉપયોગમાત્ર એની પ્રગટતા છે. આહાહાહા... એના ઉપયોગની પ્રગટતામાં રાગરૂપે ઉપયોગ થાય એવો એનો ઉપયોગ જ નથી. આહાહાહા ! એ ચૈતન્ય સ્વરૂપ ભગવાન જ્ઞાનનો સાગર પ્રજ્ઞાબ્રહ્મ પ્રભુ, એની પ્રગટતા તો જાણવા દેખવાના ઉપયોગની પ્રગટતા છે, એની પ્રગટતા શુભઅશુભભાવ એ એની પ્રગટતા નથી. આહાહાહા ! કારણકે એની ( આત્માની ) ખાણમાં એ વિકાર ભર્યો નથી, કે જેનું વિકા૨૫ણું ભાવક ભાવ્ય થાય એ ભાવક જીવનો ભાવ થાય. આહાહાહા... આકરી વાત બાપા ! અરે ધર્મ શું ચીજ છે.
“અને આ કલુષતા તો રાગદ્વેષ મોહરૂપ છે” છે ? આહાહા... ભગવાન ચૈતન્યશક્તિ એટલે જાણવા દેખવાના સામર્થ્યવાળું એ તત્ત્વ છે. ભગવાન આત્મા તો જાણવા દેખવાના સ્વભાવના સામર્થ્યવાળું એ તત્વ છે એના સામર્થ્યમાંથી પ્રગટ થાય તો જાણવા દેખવાની વ્યક્ત પર્યાય ઉપયોગ પ્રગટ થાય. એમાંથી મલિન પર્યાય ઉપયોગમાં પ્રગટ થાય એવું છે નહીં. આહાહાહા ! પણ તે ઉપયોગમાં કર્મના નિમિત્તથી થયેલો ભાવકનો ભાવ, પુણ્ય, પાપ, દયા દાન વ્રત ભક્તિ આદિનો ભાવ. આહાહાહા... એ એના ઉપયોગમાં મલિનપણે દેખાય છે. એની વસ્તુ ગુણ ને પર્યાય, ગુણ કોઇ મલિન નથી, પુણ્ય પાપના મલિનભાવ પર્યાયમાં એને દેખાય છે. આહાહા.. એ ૫૨નો ભાવ છે, ૫૨ના સંગે થયેલો છે, ૫૨ની શક્તિની વ્યક્તતા પ્રગટ થતાં તે મલિનભાવ થયો છે, ભગવાનની (આત્માની ) શકિતથી પ્રગટ થતાં તે મલિનભાવ થયો નથી. એની પ્રગટતામાં તો જાણવા દેખવાનો પર્યાય તે તેની પ્રગટતા છે. આહાહા! એ જાણવા દેખવાના પ્રગટ પર્યાય ઉપયોગમાં કર્મના ભાવકનો ભાવ મલિનપણે દેખાય છે. આહાહાહા ! છે ? તે દ્રવ્યકર્મનો જડ પુદ્ગલ દ્રવ્યનો ભાવ છે. કલુષિતતા કીધી ને ? તે જડકર્મની પુદ્ગલ દ્રવ્યની છે. આહાહાહા... આવું છે. કેમ કે શુભઅશુભભાવ જે છે. એ અચેતન છે– જડ છે, એમાં ચૈતન્યના પ્રકાશનું કોઈ પર્યાય (કિરણ ) નથી એમાં. આહાહા ! આવી વાતું છે. સંપ્રદાયમાં પડેલાને આ આકરી વાત લાગે, આવો મારગ ઝીણો.
બાપુ મારગ તો આ છે ભાઈ, આહાહા ! કહે છે કે, આ કલુષતા તો રાગદ્વેષ મોહ, પુણ્ય ને પાપ ને મિથ્યાત્વરૂપી ભાવ તે દ્રવ્યકર્મરૂપ જડ પુદ્ગલ દ્રવ્યની (પર્યાય ) છે. આહાહાહા... કેટલો ધીરો થાય ત્યારે તેના ઉપયોગમાં મલિનતા છે એમ દેખાય, એ મલિનતા મારી ચીજ નહીં. ભગવાનની ભક્તિ કરે દેવગુરુની ભક્તિ કરે એ બધો રાગ ભાવ. આહાહા... ગજબ વાત છે એ ભાવક કર્મનો ભાવ છે. જીવશક્તિનો એ ભાવ નથી. તેના સ્વભાવમાં એ ભર્યું નથી, સ્વભાવમાં તો જાણવું દેખવું ને આનંદ ભર્યો છે. એની પ્રગટ દશા થાય તો જાણવું દેખવું અને
૫૪૫