________________
૫૪૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ એ કર્મના ઉદયની વ્યક્તતાનો એ ભાવ મલિન છે. આહાહા ! આવી વાત કયાં? નવરાશ ક્યાં માણસોને કોણ છે ને શું છે.
એક બાજુ ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ જ્ઞાન અને દર્શનના સ્વભાવથી ભરેલો ભંડાર એની વ્યક્તતા, એ કહે છે જુઓ, એ ચૈતન્યની શક્તિની વ્યક્તિ (પ્રગટતા) વિકારી દેખાય, જ્યારે તેનું ભેદજ્ઞાન થાય, જોયું? શું ભેદજ્ઞાન થાય એટલે? ચૈતન્ય એ જ્ઞાન દર્શન સ્વભાવવંત પરિપૂર્ણ પ્રભુ, એની વ્યક્તતા તો જાણવું દેખવું એવી એની વ્યક્તતા- પ્રગટતા હોય, ત્યારે તે પર્યાયમાં કર્મના નિમિત્તના સંગે જે મલિનતા થાય ભાવ એ ભાવકનો ભાવ છે, એ ચૈતન્યના સ્વભાવનો ભાવ નથી. આહાહાહા! હવે આવું ક્યાં સમજવું? એવું છે પ્રભુ!
( શ્રોતા:- અપૂર્વ છે.) અપૂર્વ છે ભાઈ એણે કોઈ દિ' કર્યું નથી. અનંતકાળ અનંતકાળ વીતી ગયો ભાઈ. આહા. પણ એકકોર ભગવાન, કળશમાં કહેશે, “શુદ્ધચેતના સિંધુ હમારો રૂપ હું”. આત્મા તો શુદ્ધ ચૈતન્ય જ્ઞાનસિંધુ દરિયો ભર્યો છે. એની વ્યક્તતા એ કહે છે, જુઓ, ચૈતન્યની શક્તિની વ્યક્તિ, ચૈતન્ય જ્ઞાન અને દર્શન અને જ્ઞાતાદેષ્ટા સ્વભાવથી ભરેલો ભગવાન એ ચૈતન્યની શક્તિ એની વ્યક્તિ, એની વિશેષ પ્રગટ દશા તો જ્ઞાન-દર્શન ઉપયોગ માત્ર છે. ધીમેથી સમજવું ભાઈ ! આ તો અનંત કાળે નહીં કરેલી વાત છે, આ તો વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે કહેલો મારગ બહુ સૂક્ષ્મ છે. આહાહા ! ઘણી ધીરજથી એ સમજાય એવી ચીજ છે. આહાહાહા !
કહ્યું? (શ્રોતા – સમજાય જાય એવું છે ) હા, સમજાય એવી જ ચીજ છે, બરોબર અહીંયા બે પ્રકાર વર્ણવ્યા. એકકોર ભગવાન ચૈતન્ય સ્વરૂપ પરમાત્માનું સ્વરૂપ બિરાજમાન છે. ચૈતન્ય શક્તિ કહો પરમાત્મ સ્વરૂપ કહો જ્ઞાન અને દર્શનના સ્વભાવથી ભરેલો ભગવાન આત્મા એની વ્યક્તિ એટલે પ્રગટતા પર્યાયમાં જાણવા દેખવાની ઉપયોગની પર્યાય તે એની વ્યક્તતા છે. અને કર્મ જે છે જડ ભાવક એની વ્યક્તતા એટલે કે પુણ્ય – પાપના મલિન ભાવ, આહાહા ! ગજબવાતું છે ભાઈ ! એ કર્મના ભાવકનો ભાવ. આ ચૈતન્યની શક્તિનો જાણવું દેખવું ઉપયોગ એ એનો ભાવ, પણ અનાદિથી આ જાણન દેખન ઉપયોગમાં એ મલિનતા, મનનો ભાવ અંદર જે ઉપયોગરૂપે દેખાય છે એ એનું નથી. આહાહા! (શ્રોતાઃ- થાય છે એની પર્યાયમાં) પર્યાયમાં થાય છતાં એ એના સ્વભાવમાંથી થયેલો નથી. એની શક્તિના સત્ત્વમાંથી થયેલો (ભાવ) નથી. આવું છે ભગવાન ઝીણી વાતું બહુ બાપા મારગ એવો ઝીણો. આહાહા. ગાથા એવી આવી ગઈ છે ને. આહાહા ! (શ્રોતા – ભાગ્યશાળી ને તો સાંભળવાનું મળે) મળે એમ. વાત તો એવી છે બાપા, શું કરીએ ? ઓહોહો !
ભગવાન આત્મા તો ચૈતન્ય સ્વભાવી જ્ઞાન દર્શન આનંદ સ્વભાવી પ્રભુ, એની વ્યક્તતા પ્રગટતા તો જાણન દેખન ઉપયોગ ને આનંદ પર્યાય એ એની પ્રગટતા હોય, આહાહાહા... એને બદલે કર્મ જે ભાવક જડ કર્મ તેનું વ્યક્તપણે જે પુણ્ય પાપને મલિન ભાવકનો ભાવ એ (આત્મ) દ્રવ્ય સ્વભાવનો ભાવ નહીં. આહાહા ! પાટણીજી ! સમજાય એવું તો છે બાપા. આ પ્રભુ તારા ઘરની વાત છે ને નાથ. આહાહાહા ! એ જાણક સ્વભાવ ભગવાન તેનું પ્રગટપણું તો જાણવા દેખવાનો ઉપયોગ છે, એમાં એ કર્મના ભાવકનો ભાવ, ઉપયોગ ત્યાં જોડાવાથી મલિન