________________
૫૪૨.
સમયસાર સિદ્ધિ ભાગ-૨ જડ છે માટી, આઠ કર્મ રજકણ છે માટી ધૂળ છે, આ જેવી ધૂળ છે શરીરની એના જેવી ઝીણી ધૂળ છે. એના ભાવકનો ભાવ એ રાગ અને પુણ્ય પાપના ભાવ, આહાહાહા... એ દયાનો ભાવ એ પરની દયાનો ભાવ એ રાગ એ ભાવકનો ભાવ, જીવનો ભાવ નહીં, આહાહાહા. રાડ નાખે બચારા વિરોધ બહુ કરે છે. કરો કરો પ્રભુ તને ખબર નથી. આહાહા ! ' અરે એ તો પરની દયાને રાગ કહે છે, હિંસા કહે છે. (શ્રોતા- સાંભળવા આવતો નથીને બેઠો બેઠો લખે?) આખી દુનિયા એ પણે પડી છે બિચારા શું કરે? મૂંઢપણે પડ્યા એ પ્રમાણે કહે “જામે જીતની બુદ્ધિ ઈતનો દિયો બતાય, વાંકો બૂરો ન માનીએ ઔર કહાંસે લાય” આહાહાહા !
અહીં કહે છે, આ માથે (મથાળ) આવ્યું'તું ને “સદાય પોતાના એકપણામાં પ્રાપ્ત હોવાથી સમય એવો ને એવો જ સ્થિત રહે છે... આ રીતે, ઓલું તો કૌંસમાં હતું. ભાવકભાવ જે મોહનો ઉદય (તેનાથી ભેદ જ્ઞાન થયું). લ્યો મોહકર્મ જડ છે તેનો ઉદય પુણ્ય-પાપના રાગાદિ ભાવ, આહાહા ! આ લોકો કહે કે, દયા પાળો દયા પાળો, દયા તે સુખની વેલડી, દયા તે સુખની ખાણ, અનંતા જીવ મુક્ત ગયા. દયાથી? અરે સાંભળને હવે કઈ દયા? એ પરની દયા તો રાગ છે, સ્વની દયા રાગના ભાવથી ભિન્ન, મારી જીવન જ્યોતિ ભિન્ન છે એણે ચૈતન્યને ચૈતન્ય તરીકે રાખવો અનુભવમાં લેવો એ જ પોતાની દયા છે. સમજાણું કાંઈ ? એ આંહી કહે છે.
આ રીતે ભાવકભાવ એટલે કે મોહનો ઉદય એમ તેનાથી ભેદજ્ઞાન થયું. આહાહા! તેનાથી જુદો પાડયો, બતાવ્યો ભેદ જ્ઞાન. સમજાણું કાંઈ? કહો ધીરૂભાઈ આવી વાતું છે. નવા માણસને તો એવું લાગે કે આ તે શું છે આ તે જૈન ધર્મની વાત હશે કે આ નવો ફાંટો, નવો માર્ગ કાઢયો હશે? અરે ભાઈ તને ખબર નથી પ્રભુ. આહાહા! ત્રિલોકનાથ જિનેશ્વર પરમેશ્વર એણે આ કહ્યું, કે ધર્મી જીવ થતાં એને કર્મના નિમિત્તથી થતાં વિકારી ભાવકભાવ એનો સ્વાદ જુદો જાણી આહાહા.. અને પોતાનો સ્વાદ જુદો જાણે છે. આહાહા ! ત્યારે તેને સમ્યગ્દર્શન જ્ઞાન, ધર્મની શરૂઆત થાય છે. (ઉદય) તેનાથી ભેદજ્ઞાન થયું આ ટીકાની વાત કરી. ભાવાર્થ કહેવાશે. (શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ.)
પ્રવચન નં. ૧૦૪ ગાથા - ૩૬ શ્લોક – ૩૦
આસો સુદ-૯ મંગળવાર તા. ૧૦-૧૦૭૮ સં. ૨૫૦૪ ભાવાર્થ છે જરી ઝીણી વાત છે થોડી. આ મોહકર્મ, એક જડ મોહ કર્મ છે આત્માના ક્ષેત્રમાં, જ્યાં આત્મા છે ત્યાં એક ક્ષેત્રાવગાહી મોહકર્મ જડ છે. તે જડ પુદ્ગલ દ્રવ્ય છે, એ મોહકર્મ, આત્મા છે ત્યાં એક ક્ષેત્રે રહેલું મોહકર્મ જડ છે તેનો ઉદય કલુષિત ભાવરૂપ છે. એટલે કે મોહ કર્મનો ઉદય છે એ તો જડની પર્યાય ભલે, પણ આત્મામાં એનો દેખાવ થાય છે ઉપયોગમાં એ મલિન પરિણામ છે. આહાહાહા ! ચાહે તો શુભ અશુભભાવ હો, દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો ભાવ હો કે દયા દાનનો ભાવ હો, પણ એ ભાવ, મોહકર્મના ફળરૂપ મલિન ભાવ છે. આવી વાત છે. આહાહાહા !