________________
ગાથા - ૩૬
૫૪૩ છે? એ મલિનભાવ છે. તે ભાવ પણ મોહકર્મનો ભાવ હોવાથી જડ કર્મના નિમિત્તના સંબંધ એ શુભઅશુભભાવ જે મલિનભાવ એ જડ કર્મનો ભાવ હોવાથી તે જડનો છે, આત્માનો નહીં. આહાહાહા ! આકરું કામ ઘણું. વિકાર તે ભાવકનો ભાવ છે. જડકર્મ છે એ ભાવક, ભાવ કરનાર અને શુભ અશુભભાવ એ ભાવ મલિનભાવ એ ભાવકનો ભાવ છે. કર્મનો ભાવ છે, જડનો ભાવ છે, ચૈતન્યનો સ્વભાવ નહીં. આહાહા.... આવું ઝીણું છે બાપા!
એ મોહકર્મનો ભાવ પુલનો જ વિકાર છે, ભાવકનો ભાવ, તે જ્યારે આ ચૈતન્યના ઉપયોગના અનુભવમાં આવે છે, ચૈતન્ય જે શકિત છે એ તો ધ્રુવ ત્રિકાળ છે. પણ એની વ્યકિત જે પ્રગટ જ્ઞાન, જેમ કર્મના નિમિત્તનું વ્યકતપણું મલિનતા છે એમ ભગવાન ચૈતન્ય શકિતનું પ્રગટપણું જાણન દેખન પર્યાય છે. ઝીણો વિષય છે ભાઈ ! જેમ એ જડકર્મનું ફળ મલિનભાવ છે એ જડનો વ્યકત ભાવ છે એમ ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપ એની વ્યકિત (અર્થાત ) જાણવા દેખવાની મતિશ્રુતનો પર્યાય વ્યકત પર્યાય છે, એના ઉપયોગના અનુભવમાં આવે છે
જ્યારે અહીં ચૈતન્યના ઉપયોગના અનુભવમાં આવે છે, આહાહાહા.. એટલે કે જાણન દેખન જે શક્તિની વ્યક્તિ પ્રગટ દશા તેના ઉપયોગમાં જ્યારે મલિનભાવ આવે છે, આવું ઝીણું છે તત્વ!
સાધારણ માણસને તો ખબરેય ન પડે! ભક્તિ કરો ને વ્રત કરો પૂજા કરો થઈ જશે ધર્મ ! ધૂળમાંય નથી ન્યાં. આહાહા !દેવ ગુરુશાસ્ત્રની ભક્તિ કરો બસ એ તો રાગ છે, રાગ તો કર્મના નિમિત્તનો ભાવકનો ભાવ છે, એ તારો ભાવ નહીં. આહાહા!(શ્રોતા – રાગ તો જીવની પર્યાય છે) એ પર્યાય છે પણ એ દ્રવ્યનો સ્વભાવ નથી. ચૈતન્યનો એ સ્વભાવ નથી. ચૈતન્ય શક્તિનું વ્યક્તપણું તો જાણન દેખન એ એનું વ્યક્તપણું છે. એનું વ્યક્તપણું રાગનું વ્યક્તપણું થાય એવું એનું સ્વરૂપ નથી. આહાહાહા! (શ્રોતા – સ્વરૂપ ન હોય તો થાય કેમ) થાય, તે કીધું ને ઈ પર્યાયમાં થાય છે, એ પરના કારણે થાય છે, પરનું લક્ષ લે છે જાણવાના ઉપયોગમાં એ વિકાર કર્મનો ભાવકનો ભાવ પણ ઉપયોગ ત્યાં છે તેથી ત્યાં મલિન ઉપયોગ દેખાય છે. (શ્રોતા:દેખાય છે કે થાય છે?) દેખાય છે, ખરેખર વસ્તુ ક્યાં થાય છે? (શ્રોતા:- દ્રવ્ય તો નથી થાતું) પર્યાયમાં દેખાય છે પણ પર્યાયમાં દેખાય છે ઈ જડનો ભાવ દેખાય છે, એ ચૈતન્ય સ્વભાવનો ભાવ નથી. ઝીણી વાત છે બાપુ. (શ્રોતા દેખાય છે ને એનો ભાવ નથી?) ના. એનો નથી. જેમ ચૈતન્ય જાણક સ્વભાવ દેખન સ્વભાવ એનું વ્યક્તપણું તો જાણવા દેખવાનું એનું વ્યક્તપણું છે. એનું વ્યક્તપણે વિકારનું વ્યક્તપણું( ન હોય), ઝીણી વાત ભાઈ મારગ ઝીણો બાપુ! આહાહાહા !
વીતરાગ મારગ બહુ ઝીણી વાત છે, આંહી બે પ્રકાર કહ્યાં. કહે છે જુઓ. ઉપયોગ પણ વિકારી થઈ રાગાદિરૂપ મલિન દેખાય છે, જોયું? ભગવાન આત્મા ભાઈ આ તો જૈનધર્મ એ વસ્તુનો સ્વભાવ એને સમજવા માટે તો અનંત પુરુષાર્થ જોઈએ. આહાહાહા... એ કંઈ સાધારણ રીતે મળી જાય? આહાહા ! એ શું કહે છે? ચેતનના ઉપયોગના અનુભવમાં આવે છે ત્યારે ઉપયોગ પણ વિકારી થઈ, જોયું પર્યાય વિકારી થઈ, રાગાદિરૂપ મલિન દેખાય છે. પર્યાયમાં મલિનતા છે એમ દેખાય છે. ખરેખર એ ચૈતન્ય શક્તિની વ્યક્તતાનો એ ભાવ નથી.