________________
૫૪૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આનંદ દશા થાય. આહાહાહા... આવું છે.
તો ય વળી લોકો બિચારા કેટલાક એક ભવ્યસાગર છે. બહુ પ્રસન્નતા દેખાડી. આહાહા. બહેનશ્રીના વચનામૃત અમને, દિગંબર સાધુ છે, ૨૦ વર્ષની દિક્ષા આહા... અમે કોઇ દિ' આવી વાત સાંભળી નથી. અમને ખબર નથી એમ, અમે મુનિ નથી, બાપા મુનિ કોને કહેવાય? આહાહા !
કાલે બે કાગળ આવ્યા હતા, તે પહેલાં આવ્યા'તા, લોકો એમ કે માગણી બહુ કરે છે બહેનના પુસ્તકની, સ્થાનકવાસી લોકો આવે છે એય માગણી કરે છે, પણ એની મેળાયે પકડાવું કઠણ. આહાહાહા!
ભગવાન આત્મા એ તો ચૈતન્ય એટલે જાણવું દેખવું જેનો ત્રિકાળી સ્વભાવ, એ એનું સામર્થ્ય છે. એમાં રાગ કરવો એવું સામર્થ્ય એનામાં નથી. એ પુણ્ય પાપ દયા દાનના ભાવ કરવા એ કાંઈ જીવના સ્વભાવનું સામર્થ્ય નથી. આહાહાહા ! એ ભાવ તો જડકર્મ ભાવક જે છે જડ એ કર્મ સિદ્ધ કર્યું, એકકોર ભગવાન સિદ્ધ કર્યો છે. ભાવકનો ભાવ તેની પર્યાય મલિન છે એમ પણ સિદ્ધ કર્યું, આ ભાવ જે જ્ઞાયકભાવ છે એનો ભાવ જાણવું દેખવું ઉપયોગ એ સિદ્ધ કર્યું. આહાહાહા ! હવે ઈ ઉપયોગમાં જે ઓલી મલિનતા દેખાય છે કહે છે, આહાહા. એ પુગલ દ્રવ્યની છે. આહાહા ! આમાંથી કાઢે કે ઈ પર્યાય છે એ જડને લઈને થાય છે, એ આત્માની નથી. કઈ અપેક્ષા? અત્યારે દ્રવ્ય સ્વભાવની વાત ચાલે છે. દ્રવ્ય સ્વભાવ જે છે વસ્તુનો ભગવાન આત્માનો, એ સ્વભાવમાંથી વ્યક્તતા (પ્રગટતા) કાંઈ રાગની થાય? એના સ્વભાવના ભંડારમાં કોઈ વિકાર ભર્યો છે? એના સ્વભાવના ભંડારમાં તો નિર્વિકારી શક્તિઓ ભરી છે. આહાહાહા !
આવી વાત છે કહો શાંતિભાઈ, આવું કલકત્તામાં ક્યાંય મળે એવું નથી કયાંય. (શ્રોતાકલકત્તામાં મળે એ અહીં મળતુ નથી) કલકત્તામાં પૈસા મળે છે કહે છે એમ જે આંહી મળે છે. ધૂળમાં શું? આ અમારે રહ્યા અજીતભાઈ ન્યાં પૈસા મળે છે બહુ નૈરોબીમાં. આહાહાહા ! ઈ કહે છે પૈસા આંહી મળે નહીં, ત્યાં પૈસા મળે એમ કહે છે ભાઈ. આ પૈસા કોને મળે છે? ક્યાં મળે છે? ( શ્રોતા- કોઈને મળતા નથી) કોને મળે પ્રભુ! પૈસા તો પૈસામાં રહ્યા. કોને મળે ? આહાહાહા... આત્મા ભગવાન આત્મા છે ત્યાં પૈસો આવે છે અંદર ત્યાં ગરી ગયો છે? પૈસો એ જડની દશા જડમાં રહે છે. ભગવાન આત્માની દશામાં પણ એ આવતા નથી તો એના દ્રવ્યગુણમાં તો ક્યાંથી હોય? આહાહા !
અહીંયા તો પર્યાયમાં આવે છે એ ચીજ શું છે? એ વસ્તુ તો આવતી યે નથી. આંહી તો પર્યાયમાં શક્તિની વ્યક્તતા જે ઉપયોગ છે એના ઉપયોગમાં જે જડકર્મના ભાવકનો ભાવ મલિનપણે દેખાય છે, એનું ભેદજ્ઞાન કરવું. આહાહાહા... ભાઈ ભગવાન સર્વજ્ઞ જિનેશ્વરદેવ પરમાત્મા એનો મારગ બહુ સૂક્ષ્મ છે ભાઈ. એ કલુષિતતા જે રાગદ્વેષ મોહરૂપ છે તે દ્રવ્યકર્મરૂપ જડ પુદ્ગલ દ્રવ્યની છે. અહીં દ્રવ્યના સ્વભાવની અપેક્ષાએ વાત ચાલે છે. દ્રવ્યનો સ્વભાવ છે એ તો જ્ઞાન ચૈતન્યશક્તિ ચૈતન્યશકિત જ્ઞાનસિંધુ, જ્ઞાન દર્શનનો સિંધુ દરિયો સાગર ભગવાન છે, એમાંથી છોળો ઉછાળો આવે એ ઉછાળો આવે તો શું આવે એમાંથી ? એ જાણવા દેખવાની